જન્માષ્ટમીના પર્વ પર શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવી ખૂબ સરળ છે. પ્રભુ તેના ભક્તોની પૂજા અને આરાધનાથી પણ પ્રસન્ન થઈ જાય છે.
જીવનના ક-ષ્ટોને દૂર કરનાર પ્રભુ ભક્તોનું સદા કલ્યાણ કરે છે. શ્રીકૃષ્ણ જગતના ગુરુ છે. તેમના જન્મોત્સવને દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે જો ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય તો નીચે દર્શાવેલા ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
શ્રીકૃષ્ણનો જન્મોત્સવ વિધિવત ઉજવવાથી પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભગવાનને બાળ સ્વરૂપની પૂજા કષ્ટ હરનાર સાબિત થાય છે. કૃષ્ણ જન્મના અવસરને ગીત ગાઈ ઉજવવાથી પ્રભુ પ્રસન્ન થઈ મનોવાંછિત ફળ આપે છે.
જો જીવન પર ભારે સંકટ તોળાતું હોય તો આજના દિવસે આ મંત્રનો જાપ કરવો. ” હે માધવ, હે મધુસૂદન, હે ચક્રધર, હે નૃસિંહ ભગવાન મારી રક્ષા કરો. ”
સંતાન પ્રાપ્તિ માટે સંતાનગોપાલ અનુષ્ઠાન કરવાથી સંતાન પ્રાપ્તિના યોગ સર્જાય છે. સંતાન ગોપાલ મંત્રનો પાઠ પણ લાભકારી છે.
રોગગ્રસ્ત રહેતા લોકોએ શ્રીકૃષ્ણની નિયમપૂર્વક પૂજા કરવી અને તેમનો પ્રસાદ લોકોને ખવડાવવો. કૃષ્ણ મંદિરમાં સેવા અને કિર્તન કરવાથી શરીરની વ્યાધિ દૂર થાય છે.
વિવાહમાં બાધા આવતી હોય તેમણે જન્માષ્ટમીનું નિરજળ વ્રત કરવું. રાત્રે 12 કલાકે જન્મોત્સવ ઉજવવો અને તેનો પ્રસાદ ગ્રહણ કરી વ્રત ખોલવું.
અભ્યાસમાં આગળ વધવા માટે વિદ્યાર્થીઓએ આજના દિવસે શ્રીવિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો.
મહેનત કરવા છતા તેનું ફળ મળતું ન હોય તો આજના દિવસે શ્રીસૂક્તનો પાઠ કરવો.
જન્માષ્ટમીના પર્વ પર દાન કરવાનું અનેરું મહત્વ છે. દાન કરવાથી સુખ પ્રાપ્ત થશે.
પરીવારમાં ક્લેશ રહેતો હોય તો આજના દિવસે ઘરમાં શ્રીકૃષ્ણની એવી તસવીર લાવવી જેમાં તે ગ્વાલ સાથે માખણ ખાતા હોય.