સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના ! જાણો કેવી રીતે લેશો પાક ! માત્ર 40 દિવસમાં માલામાલ કરી દેશે

સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના ! જાણો કેવી રીતે લેશો પાક ! માત્ર 40 દિવસમાં માલામાલ કરી દેશે

ગુજરાતમાં સ્ટ્રોબેરીની ખેતી અમદાવાદ,વડોદરા, સુરત અને રાજકોટ જિલ્લામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. સ્ટ્રોબેરીએ શીત કટીબંધનો પાક છે. સ્ટ્રોબેરીના ફળને ભીની જમીન સાથે સીધો સંપર્ક ના થાય તે માટે જમીન પર સ્ટ્રો (પરાળ) પાથરવવામાં આવે છે એટ્લે આ બેરીને સ્ટ્રોબેરી કહેવામા આવે છે.

સરકાર દ્વારા સ્ટ્રોબેરીની ખેતીને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા આ માટે ચલાવવામાં આવતી યોજનામા ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, કંદ ફૂલોના વાવેતર માટે સહાય અને અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટે ચલાવવામાં આવતી સહાય યોજનાનો સમાવેશ થાય છે આ ઉપરાંત ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના અને પપૈયાની ખેતી માટે સહાય યોજનાઓમાં સહાય આપવામાં આવે છે. આજના આ આર્ટીકલમાં આપણે સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Support Scheme for Strawberry Cultivation in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.

આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ બાગાયતી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કુલ 101 યોજનાઓ ઓનલાઈન અરજીઓ ચાલુ કરેલ છે. જેમાં Support Scheme for Strawberry Cultivation in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

યોજનાનો હેતુ

સરકાર દ્વારા સ્ટ્રોબેરીની ખેતીનો વિસ્તાર અને ઉત્પાદન વધારવા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો હેતુ એ સ્ટ્રોબેરીની ખેતી કરતાં ખેડૂતોને સહાય પૂરી પાડવાનો છે.

યોજનાનું નામ સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશ આ યોજનાનો હેતુ એ સ્ટ્રોબેરીની ખેતી કરતાં ખેડૂતોને સહાય પૂરી પાડવાનો છે.
વિભાગનું નામ બાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે? ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?  ખેડૂતને પ્રતિ હેક્ટર 2.80 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 1.12 લાખ/હે. મળવા પાત્ર છે.ખેડૂતને પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ વિના ખર્ચના 40%, મહત્તમ રૂ. 0.50 લાખ/હે. મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
અરજીની પદ્ધતિ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2023

યોજનાની પાત્રતા અને નિયમો

  • સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.
  • આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • પ્લાન્ટીંગ મટેરીયલ માટે NHB દ્વારા એક્રીડેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી તેમજ ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
  • અનુ. જાતિ/અનુ. જન જાતિ સિવાયના જે ખેડૂત ખાતેદાર 1 હેક્ટરથી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તો તે માટે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) ફરજીયાત અપનાવવાની રહેશે.
  • જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.
  • ખેડૂતને નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
  • રાજય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
  • ખેડૂત લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.

સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો  

આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ-અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જાતિના  ખેડૂતો માટે ખેડૂતને પ્રતિ હેક્ટર 2.80 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 1.12 લાખ/હે. મળવા પાત્ર છે. ખેડૂતને પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ વિના ખર્ચના 40%, મહત્તમ રૂ. 0.50 લાખ/હે. મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટે ખેડૂતને પ્રતિ હેક્ટર 2.80 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ સાથે ખર્ચના 50%, મહત્તમ રૂ. 1.40 લાખ/હે. મળવા પાત્ર છે. ખેડૂતને પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ વિના ખર્ચના 50%, મહત્તમ રૂ. 62,500/હે. મળવા પાત્ર છે.
સામાન્ય જાતિના ખેડૂતો માટે ખેડૂતને પ્રતિ હેક્ટર 2.80 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 1.12 લાખ/હે. મળવા પાત્ર છે.ખેડૂતને પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ વિના ખર્ચના 40%, મહત્તમ રૂ. 0.50 લાખ/હે. મળવા પાત્ર છે.

Support Scheme For Strawberry Cultivation In Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

ચાલતી સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *