જે સ્ત્રી આ દિવસે વાળ ધોવે છે તેના ઘરમાં અઢળક ધન આવે છે || માં લક્ષ્મી પ્રસન્ન થાય છે

Posted by

વડીલોને તમે ક્યારેક કહેતા સાંભળ્યા હશે કે આજે ગુરુવાર છે તો વાળ ના ધોતા. સમય બદલાયો, રિવાજ પણ બદલાયો, વિચાર બદલાયા, પરંતુ આજે પણ ગુરુવારે વાળ ધોતા પહેલા એક વાર વિચાર કરી જ લે છે. આ વાત આપણા પૂર્વજો દ્વારા એમ જ કંઈ કહેવામાં આવતી નથી.

હિંદુ ધર્મમાં ગુરુવારને પવિત્ર દિવસ ગણવામાં આવે છે. આ દિવસ વિષ્ણુને સમર્પિત હોય છે. બૃહસ્પતિ દેવની આરાધના કરવાના કારણથી તેને બૃહસ્પતિવાર કે ગુરુવાર કહેવામાં આવે છે. આ દિવસે પૂજા કરીને લોકો પોતાના સ્વાસ્થ્ય અને સુખની કામના કરે છે. આ દિવસે માથું ના ધોવા વિશે એક કથા છે.

શું છે તેના પાછળનું કારણ

એક વખતની વાત છે, એક અમીર વેપારી અને તેની પત્ની સાથે રહેતા હતા. તે બંન્ને ખૂબ જ ખુશ હતા અને સુખી જીવન પસાર કરી રહ્યા હતા. પત્ની ઘરેલું સ્ત્રી હતી અને ખૂબ જ કંજૂસ હતી. તેને દાન કરવું પસંદ નહોતું. એક વખત એક ભિખારીએ તેની પાસે ખાવાનું માંગ્યું, જ્યારે તેનો પતિ ઘરમાં નહોતો. પરંતુ સ્ત્રીએ જવાબ આપ્યો કે તે અત્યારે ઘરના કામમાં વ્યસ્ત છે, તો પછી આવે. આ રીતે તે ભિખારી કેટલાક દિવસો સુધી અલગ-અલગ સમય પર આવતો રહ્યો, પરંતુ મહિલા દર વખત તેને આ જ રીતે ના પાડી દેતી હતી, કે તે ઘરના કામમાં વ્યસ્ત છે.

એક દિવસ ભિખારીએ મહિલાને પૂછ્યુ કે તે ક્યારે વ્યસ્ત હોતી નથી, જ્યારે ભોજન આપી શકે, તો મહિલાને ગુસ્સો આવી ગયો, તે ગુસ્સામાં આવીને તેને બોલી કે પહેલા પોતાની તરફ જો, હું ક્યારેય નવરી નહી રહું. ત્યારે ભિખારીએ કહ્યું કે બૃહસ્પતિવારના દિવસે માથું ધોઈ લેજે, તુ હમેશા ખાલી થઈ જઈશ. મહિલાએ ભિખારીની વાત ને મજાકમાં જવા દીધી અને દરરોજની જેમ જ વાળ ધોઈ રહી હતી. તેની આદત મુજબ, બૃહસ્પતિવારના દિવસે પણ વાળ ધોઈ લીધા. પછી શું, તે મહિલાના ઘરનું બધુ જ ધન બરબાદ થઈ ગયું અને તેની બધી જ ખુશીઓ ચાલી ગઈ. તે બન્ને રસ્તા પર આવી ગયા. હવે તે બન્ને પતિ-પત્ની રોટલાના એક- એક ટુકડા માટે તરસવા લાગ્યા.

ફરીથી તે ભિખારી તે મહિલાને મળ્યો. તો મહિલાએ પોતાનો પરિસ્થિતિ તેને જણાવી. ત્યારબાદ, તે દંપતિને અહેસાસ થયો કે તે ભગવાન બૃહસ્પતિનું રૂપ હતું, જે ભિખારીનો વેશ ધારણ કરીને ભિક્ષા માંગવા આવતા હતા. તે દિવસથી તે સ્ત્રીએ બૃહસ્પતિવારના દિવસે વાળ ધોવાનું બંધ કરી દીધું અને ભગવાન બૃહસ્પતિની પૂજા કરવાની શરૂ કરી દીધી. તેમને પીળાં રંગના ફૂલ અને ભોજન ચઢાવવા લાગી. ધીમે-ધીમે તે લોકો ફરીથી ખુશહાલ થઇ ગયા.

બીજી માન્યતા અનુસાર, બૃહસ્પતિવાર, ભગવાના વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની પૂજા કરવા માટે પવિત્ર દિવસ હોય છે. આ દિવસે વાળ ધોવાથી તેમના આર્શિવાદ પ્રાપ્ત થતા નથી અને ઘરમાં સંપન્નતા આવતી નથી. નિષ્કર્ષ ગુરુવારે વાળ ધોવાની દરેક ના પાડે છે, આમપણ તમે અઠવાડિયામાં દરરોજ વાળને ધોતા નથી, તો એવો શિડ્યુલ બનાવો કે તમારે ગુરુવારે વાળ ના ધોવા પડે. તેનાથી તમારી વાત પણ રહી જશે અને તમારી શ્રદ્ધા પણ રહી જશે. હિંદુ ધર્મમાં વાળને ધોવા માટે રવિવારને સૌથી સારો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ પ્રકારની વાર્તા કે માન્યતા નથી. ગુરુવાર, શુક્રવાર, અને શનિવારે વાળ ધોવા હિંદુ ધર્મમાં માન્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *