ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ વિશે એવું કહેવામાં આવે છે કે મહિલાઓ કરુણા અને ભાવનાઓની મૂર્તિ હોય છે. જે ઘરમાં સ્ત્રીનો આદર થતો નથી તે ઘરમાં કલેશ અને ઝઘડા થતા રહે છે. આવા ઘરમાં નકારાત્મકતાનો પ્રવેશ થઈ જાય છે. જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન કરવામાં આવે છે તે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવ ચાલ્યા જાય છે. આવા ઘરમાં ધનની દેવી લક્ષ્મી ક્યારેય પણ વાસ કરતી નથી. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી ને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મહિલાઓના એવા કેટલાક અંગો છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
હિન્દુ ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યુ છે કે જ્યાં સ્ત્રીનો આદર સત્કાર કરવામાં આવે છે ત્યા માતા લક્ષ્મીનો વાસ હોય છે. હંમેશા સ્ત્રીઓનો આદર અને સત્કાર કરવો જોઈએ. મિત્રો આજના આ લેખમાં અમે તમને એક એવા અંગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે અંગને દરરોજ સ્પર્શ કરવાથી શુભ ફળ મળે છે.હિન્દુ શાસ્ત્રમાં સ્ત્રીઓની પરમ પૂજનીય માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે સ્ત્રી વિના સંસારની રચના ખૂબ જ અધૂરી છે. જ્યારે પણ કોઈ પણ ના ઘરે પુત્રીનો જન્મ થાય ત્યારે લક્ષ્મીજી ઘરે આવ્યા એવું કહેવામાં આવે છે.
સંસ્કૃતના એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં નારીનું પૂજન થાય છે, તે ઘરમાં દેવી દેવતાઓનો હંમેશા વાસ રહે છે. જે ઘરમાં સ્ત્રીઓનું માન જળવાય છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે લગ્ન પછી સ્ત્રી પોતાના પતિનું નસીબ પણ બદલે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સ્ત્રીઓના પગ ખૂબ જ પવિત્ર અંગ માનવામાં આવે છે. મિત્રો નિયમિત રૂપે પોતાની માતાના ચરણ સ્પર્શ કરવાં જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપે માતાના ચરણ સ્પર્શ કરીને માતાના આશીર્વાદ લેવા જોઈએ.
જે લોકો પોતાની માતાના ચરણ સ્પર્શ કરે છે અને પગ દબાવી માતાની સેવા કરે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સ્ત્રીની નાભિ ને કોઈપણ વ્યક્તિએ ભુલથી પણ ન અડવું જોઈએ. સ્ત્રીની નાભિમાં મહાકાલી નો વાસ હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ કારણથી જ સ્ત્રીની નાભિ ને સ્પર્શ ન કરવો જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપે માતાના ચરણ સ્પર્શ કરીને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી જોઈએ આવું કરવાથી તમારું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.