લગ્ન આ દુનિયાનો સૌથી ખાસ સંબંધ છે કારણ કે એક છોકરો અને એક છોકરી લગ્નના બંધનમાં બંધાયા પછી સાત જન્મ સુધી સાથ નિભાવવાના સોગંધ ખાય છે. એક પતિ પત્નીના સબંધ વચ્ચે સૌથી મોટો સંબધ છે પ્રેમ અને વિશ્વાસનો સબંધ. જેનાથી તેમનો સબંધ લાંબા સમય સુધી ચાલે છે અને જિંદગીભર એવોને એવો રહે છે. એક છોકરી જે પોતાના પરિવારને છોડીને પોતાના પતિ સાથે લગ્ન કર્યા પછી તેમની સાથે રહેવા લાગે છે. તે છોકરીની ખુબ મોટી અપેક્ષાઓ પોતાની પતિ જોડે રાખે છે. પતિથી મળતા પ્રેમ, સમ્માન, સાથ, જીવનભર તેની ભાવનાઓનું ધ્યાન રાખવું અને ઈચ્છાઓની દરકાર એવું ખુબ ઈચ્છે છે પત્ની. જે છોકરી પોતાની પતિનો વિશ્વાસ જીતી લે છે. તે પોતાના પતિનો હંમેશા સાથ આપે છે. અને સમયની સાથે સાથે તેમનો સબંધ પણ વધુને વધુ મજબૂત બનતો રહે છે.
જ્યારે કોઈ દીકરી પોતાનું ઘર મૂકીને સાસરે આવે છે ત્યારે તેની સાથે ઘણી બધી ઈચ્છાઓ લઈને આવી હોય છે. પણ અમુક સંજોગોના કારણે તેની બધી ઈચ્છા પૂરી થતી નથી. પણ જો તમે કોઈ પરણેલ સ્ત્રીની આ ઈચ્છો પુરી કરી દેશો તો તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાઓ.
દરેક દીકરી જ્યારે તેના સાસરે જાય છે ત્યારે તેના મનની આ 3 પ્રબળ ઈચ્છાઓ હોય છે.
દરેક નવપરિણીતની સૌથી પહેલી ઈચ્છા હોય તો તે એ છે કે તેનો પતિ એટલે કે તેનો જીવનસાથી તેની સાથે હંમેશા ઈમાનદાર રહે જે ક્યારેય તેને દગો ન આપે. તેની સાથે તેના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની દરેક વાતો કરે. અને સાથે જ તેનો પતિ કોઈ બીજી સ્ત્રી સામે એ નજરે જુએ પણ નહીં.
દરેક નવપરિણીત સ્ત્રીની બીજી ઈચ્છા હોય છે કે તે તેના પતિ સાથે એક સમ્માનવાળું જીવન વિતાવે. વધુ પડતી મહિલા એવા પુરુષ પ્રત્યે આકર્ષિત થાય છે જેનું સમાજમાં સારું સમ્માન હોય અને જે ઈમાનદાર હોય. અને દરેક નવપરિણીત તેના પતિ માટે પણ આવું જ વિચારે છે.અને અઢળક ઈચ્છાઓમાંથી આ ત્રીજી ઈચ્છા જો પૂર્ણ કરી દેશો તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાઓ. દરેક નવપરિણીત એમ ઈચ્છે છે કે તેને તેના સાસરે પૂરતું માન સમ્માન અને મહત્વ મળે. દરેક પરિવારજનો જેટલું મહત્વ મેળવવું દરેક સ્ત્રીની એક પ્રબળ ઇચ્છાઓમાંથી એક છે.