રાજ્યના અનુસૂચિત જાતિના લોકોના કલ્યાણ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાનો અમલમાં મુકેલ છે. અનુસૂચિત જાતિના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે સરકાર હંમેશા પ્રયત્નશિલ રહેલ છે. અનુસૂચિત જાતિના કલ્યાણ માટે કુંવરબાઈ મામેરૂ, સાતફેરા સમૂહલગ્ન સહાય યોજના, કોર્મશિયલ પાયલોટ યોજના વિગેરે યોજનાઓ અમલમાં મુકેલ છે. આજના આ આર્ટીકલમાં આપણે Stayvadi Raja Harishchandra Marnottar Sahay Yojana ની વિગતવાર માહિતી મેળવીશું.
અનુસૂચિતના જાતિ (SC) ના લોકોની નબળી આર્થિક પરિસ્થિતના કારણે કુટુંબમાં સભ્યના મૃત્યુ પ્રસંગે મૃતકાના પાર્થિવદેહ ક્રિયા માટે કફન-કાઠીના અર્થને પહોંચી વળવા નાણાકીય સહાય પૂરી પાડવા હેતુ સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના અમલમાં મુકેલ છે.
યોજનાનું નામ | સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
પેટા વિભાગ/કચેરી નું નામ | જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિની કલ્યાણ કચેરી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ શાખા- જિલ્લા પંચાયતની કચેરી |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | અનુસૂચિત જાતિના (SC) ના હોવા જોઈએ. |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | રૂ. 5,000/- નાણાંકીય સહાય |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | અનુસૂચિત જાતિ (SC) |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
Official Website | https://esamajkalyan.gujarat.gov.in/ |
કોને સહાય મળવાપાત્ર છે?
સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના અનુસૂચિત જાતિના (SC) લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/– ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે
Document Require For STAYVADI RAJA HARISHCHANDRA MARNOTTAR SAHAY YOJANA
સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે.
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- મરણનું પ્રમાણ પત્ર
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- આધાર કાર્ડ
- વાર્ષિક આવકનો દાખલો
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો
સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના માટેના નિયમો
- મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
- અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.₹.600,000/- અને શહેરી વિસ્તાર માટે ₹.600,000/- થી વધુ ન હોવી જોઈએ.
- મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
- અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.
- મરણ પામનાર વ્યક્તિન ઘરના કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે.