સ્તન ને દબાવમાં આવે તો તેનો આકાર બદલાય ખરો ? જાણો વિગતવાર સાચો જવાબ છે આ

હું પચ્ચીસ વર્ષની પરિણીતા છું. હું જાણવા માગું છું કે શું મા-સિકધર્મના દિવસોમાં સમા-ગમ કરવાથી ગર્ભ રહી શકે?! એથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નથી પડતી ને? થોડા વખત પહેલાં મને થાઈરોઈડમાં સોજો હતો, જેથી મારે સવાર-સાંજ નિયોમર્કાજોલની એક એક ગોળી લેવી પડતી હતી. હવે એ દવા બંધ કરી દીધી છે. શું હવે હું ગર્ભ ધારણ કરી શકું? – એક યુવતી (ગાંધી નગર)
મા-સિકસ્ત્રાવના દિવસોમાં કરેલા સમા-ગમથી ગર્ભ રહેતો નથી. ગર્ભ ત્યારે જ રહે છે, જ્યારે અઠ્ઠાવીસ દિવસના નિયમિત મા-સિકચક્રવાળી સ્ત્રીઓમાં ચક્રના ચૌદમા દિવસે અથવા તેની આસપાસ બીજ છૂટું પડે છે. આ બીજ સામાન્ય રીતે ચોવીસ કલાક માટે જ નવું જીવન શરૂ કરવાને લાયક હોય છે, એટલે આ સમય દરમિયાન શુ-ક્રાણુ સાથે એનો મેળ જરૂર છે.બીજી બાજુ પુરુષના સ્ખલન વખતે સ્ત્રીના શરીરમાં પહોંચેલા શુ-ક્રાણુ સામાન્ય રીતે તો અડતાલીસથી બોત્તેર કલાક સુધી જીવતાં રહે છે, એટલે કે બીજ છૂટું પડે તેના ત્રણ દિવસ પહેલાંથી લઈને ત્રણ દિવસ પછી સુધીનો સમા-ગમ ગર્ભધારણ કરવા માટે ઉત્તમ હોય છે.
આમાં કેટલાક દિવસ વધીઘટી શકે છે, કેમ કે મા-સિકધર્મ નક્કી કરેલી તારીખે જ આવે, એવું હંમેશા બનતું નથી અને બીજ ક્યારે છૂટું પડે તેની પણ સાચી ગણતરી કરી શકાતી નથી.આમ છતાં અઠ્ઠાવીસથી ત્રીસ દિવસનું મા-સિકચક્ર ધરાવનાર સ્ત્રીઓમાં મોટા ભાગે ચક્રના અગિયારમાથી સત્તરમાં દિવસની વચ્ચે કરાયેલો સમા-ગમ ગર્ભધારણ કરવા માટે સૌથી ઉત્તમ સમય છે. તમારી થાઈરોઈડની સમસ્યાની વાત કરી એ તો સારું જ થયું કે તમે નિયોમર્કાજોલનો કોર્સ કરતી વખતે ગર્ભધારણ નથી કર્યો, કેમ કે એથી બાળકના થાઈરોઈડ પર ખરાબ અસર થઈ શકે છે.
હવે જ્યારે તમે ગર્ભધારણ કરો ત્યારે સામાન્ય સાવધાનીઓની સાથે સાથે થાઈરોઈડનું પણ ધ્યાન રાખજો. થોેડા થોડા સમયે થાઈરોઈડના ડોક્ટરને બતાવતા રહેવાથી અને થાઈરોઈડ હોર્મોનની તપાસ કરાવતાં રહેવાથી એમને સામાન્ય રાખી શકાય, એ તમારા અને તમારા ગર્ભમાં ઊછરતા બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
હું ૧૮ વર્ષની છું, મારાં સ્ત-ન બહુ નાનાં છે, એટલે મારી બહેનપણીઓ ઘણીવાર મારી મજાક ઉડાવે છે, એમનું કહેવું છે કે સ્ત-ન દબાવતાં રહેવાથી તે મોટાં થાય છે. હું એ પણ અજમાવી ચૂકી છું, પણ એથી કંઈ ફાયદો નથી થયો. તમે કોઈ એવી દવા બતાવો જેથી હું મારા સ્ત-નને મોટાં કરી શકું. – એક યુવતી (જૂનાગઢ)
શરીરનાં રંગરૂપ અને ચહેરામહોરાની જેમ સ્ત-નનું કદ પણ દરેક સ્ત્રીમાં અલગ અલગ હોય છે. એના અનુવાંશિક ગુણ, જે એના જીન્સમાં જીવિત હોય છે, તદાનુસાર હોર્મોનલ સ્ત્રાવના પ્રમાણમાં વિકાસ થતો હોય છે. એને કોઈપણ પ્રકારની દવા, ક્રીમ કે તેલ કે વનસ્પતિઓના લેપ કે માલિશથી વધારી કે ઘટાડી શકાય નહીં, કોઈ વ્યાયામથી પણ એમનું કદ બદલી નથી શકાતું, સ્ત-નમાં સ્નાયુઓ હોતા નથી, તેથી કોઈ ખાસ વ્યાયામ કે તેના સાધનથી તેમને વધારે માંસલ બનાવી શકાય નહીં.
એ પણ સાચું છે કે નાનાં હોેય કે મોટાં, એની લગ્નજીવન પર ખરાબ અસર પડતી નથી. યૌનસુખમાં પણ તે અવરોધક નથી. હા, કોઈના મનમાં પૂર્વગ્રહ હોય તો વાત જુદી છે.મારી ઉંમર ૨૩ વર્ષ છે, છેલ્લાં બે-ત્રણ વર્ષથી મને માત્ર દોઢ દિવસ માટે જ મા-સિક આવે છે. મેં એક ગાઈનેકોલોજિસ્ટ પાસે તપાસ કરાવી તો તેમણે ચેકઅપ કર્યા વગર એક ટેબ્લેટ લખી આપી. મેં એ ટેબ્લેટનો કોર્સ કર્યો પણ કોઈ ફેર પડયો નથી. ઊલ્ટાનું મને એવું લાગે છે કે મારું પેટ વધી ગયું છે.
કસરત કરવા છતાં એમાં સુધારો થયો નથી. અલ્ટ્રા સાઉન્ડ કરાવતાં રિપોર્ટ નોર્મલ આવ્યો છે. પહેલા દિવસે મને ભયંકર દુખાવો થયો. આથી મારા ડોક્ટરે મને મેફાનેમિક એસિડ નામની એક કેપ્સ્યુલ લખી આપી. એ સિવાય મને રોજ પેશાબ સાથે સફેદ પ્રવાહી નીકળે ચે. હું અપરિણીત છું. મારી આ સમસ્યાઓ માટે યોગ્ય ઉપચાર જણાવશો.– એક યુવતી (ગોંડલ)
મને લાગે છે કે તમારું વજન વધી જવાને લીધે તમને પૂરતા પ્રમાણમાં મા-સિકસ્ત્રાવ થતો નથી. એટલે તમે કસરત અને ડાયેટિંગ દ્વારા તમારું વજન ઘટાડશો તો તમારી સમસ્યા લગભગ દૂર થઈ જશે.જો વજન ઘટાડવા છતાં તમને બરાબર મા-સિક ન થાય તોે તમારે તપાસ કરાવવી જોઈએ. તમારું સફેદ પ્રવાહી જોે વાસ મારતું ન હોય કે તેનાથી પીડા ન થતી હોય તથા તમે કોઈની સાથે સેક્સ માણતા ન હો તો તમારે એ સમસ્યાને ગંભીરતાથી લેવાની જરૂર નથી.
હું ૨૩ વર્ષની પરણેલી સ્ત્રી છું, છેલ્લાં ૪ વર્ષથી મારો મા-સિકનો ગાળોે અનિયમિત છે, મેં ડોક્ટર પાસે જઈને ગર્ભાશય, અંડાશય, ફેલોપિયન ટયૂબ વગેરેની તપાસ કરાવી. તેનો રિપોર્ટ તો બરાબર જ છે. પણ ડોક્ટરે કહ્યું હતું કે બીજ બરાબર બનતું નથી. દવા લેવાથી મારો મા-સિકનો ગાળો નિયમિત થઈ ગયો છે. બાકી એ પહેલાં મને અઢી-ત્રણ મહિને મા-સિક આવતું હતું. મારી આ સમસ્યા માટે મારે કયા પ્રકારની સારવાર લેવી એ જણાવશો?– એક પત્ની (શામળાજી)
મા-સિકનો ગાળોે જુદાં જુદાં કારણોસર અનિયમિત થઈ જાય છે. જેમ કે, અસંતુલિત હોર્મોન, વધારે પડતું વજન, અમુક ચોેક્કસ પ્રકારની દવાઓ લેવાથી, થાઈરોઈડની ગરબડથી, તાણના લીધે વગેરે.એ સિવાય બ્રેઈન ટયુમર પણ મા-સિકની અનિયમિતતાનું કારણ હોઈ શકે છે. માટે તમારા રિપોર્ટ જોયા વગર નિદાન કરવું કે સારવારની સલાહ આપવી શક્ય નથી. આથી બીજ શા માટે બરાબર નથી બનતું પહેલાં એની તપાસ કરાવો એ પછી જ યોગ્ય સારવાર કરાવો.
હું ૨૩ વર્ષની પરિણીતા છું, મારાં લગ્ન ૩ વર્ષ પહેલાં થયા. પહેલી વાર જ્યારે હું સગર્ભા થઈ ત્યારે મેં એબોર્શન કરાવી દીધું હતું. હવે હું મા બનવા માગુ છું, પણ કમનસીબે એવું થઈ શકતું નથી. મેં ડોક્ટર પાસે તપાસ કરાવી. આમ તો બધું જ બરાબર છે, પણ મારું એક અંડાશય કાઢી નાખ્યુ છે. શું મારા પતિમાં ઓછા શુ-ક્રાણુ બનવા જેવી કોઈ ખામી હશે? એમની ઉંમર ૨૬ વર્ષ છે. જેમ બને તેમ જલદીથી મને ઉપચાર બતાવવા વિનંતી.– એક યુવતી (હિંમત નગર)
તમે એક અંડાશય હોવા છતાં અગાઉ સગર્ભા થયાં હતાં, એ પરથી લાગે છે કે એ કારણ જવાબદાર નહીં જ હોય, પણ તમે તમારી ફેલોપિયન ટયુબની તપાસ કરાવો. ઘણી વાર એબોર્શન વખતે ચેપ લાગી જતો હોય છે. તમારા પતિના વીર્યની પણ તપાસ કરાવો.