આ મહિનામાં ભગવાન ભોલે શંકરની ઉપાસનાનું વિશેષ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે આ મહિનો દેવોના દેવ મહાદેવની (Mahadev) ભક્તિનો માનવામાં આવે છે. જે શ્રદ્ધાળુ સાચા મનથી આ મહિનામાં પ્રભુની આરાધના કરે છે, તેનાં પર શિવજીની (Lord Shiv)કૃપા અવિરત વરસતી રહે છે. શિવપુરાણની (Shiv puran) વાત કરવામાં આવે તો તેમાં ઘણી ચીજો વિશે જણાવવામાં આવેલ છે, જે ભગવાન ભોલેનાથની (Bholenath)પૂજામાં ક્યારેય સામેલ કરવી જોઈએ નહીં. આમ કરવાથી ભગવાન શંકર કોપાયમાન થાય છે. જેનું ગંભીર નુકસાન વ્યક્તિએ ઉઠાવવું પડે છે. તો ચાલો જાણીએ કે એવી કઈ ચીજો છે વ્યક્તિએ ક્યારેય પણ શિવલિંગ ઉપર ચડાવવી જોઈએ નહીં.
શંખ રાખવો કે વગાડવો વર્જિત છે- ધર્મ શાસ્ત્રો અનુસાર ભગવાન શિવ દ્વારા પોતાના ત્રિશુળથી શંખચુડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. માનવામાં આવે છે કે તેની રાખમાંથી શંખની ઉત્પત્તિ થયેલ છે. એટલા માટે મહાદેવની પુજા દરમિયાન શંખ વગાડવો વર્જિત હોય છે અને શંખ દ્વારા તેમનો જળાભિષેક કરવો જોઈએ નહીં. બીજું કારણ એવું છે કે મહાદેવ મહાન તપસ્વી છે. જે હંમેશા તપસ્યામાં લીન રહે છે. તેવામાં તેમને ઘોંઘાટ બિલકુલ પસંદ હોતો નથી. ઘોંઘાટથી તેમની તપસ્યા ભંગ થવાનો ડર રહે છે.
પૂજા થાળીમાં ભુલથી પણ ન રાખો સિંદુર- પુરાણોમાં ભગવાન ભોલેનાથને વિનાશક કહેવામાં આવે છે, એટલે કે જ્યારે દુનિયા પર અત્યાચાર વધી જાય છે તો તેઓ પોતાની ત્રીજી આંખ ખોલીને તેને નષ્ટ કરી નાખે છે. તેમણે માતા પાર્વતી સાથે લગ્ન કરેલા હતા, પરંતુ તેઓ મુળ રૂપથી વૈરાગી છે. એટલા માટે તેમની પુજા થાળીમાં ક્યારેય પણ સિંદુર અને કંકુ રાખવાની મનાઈ છે. એટલા માટે આ ચીજોને ક્યારેય પણ શિવલિંગ ઉપર પણ ચડાવી જોઈએ નહીં.
તુલસીના પાન પણ શિવલિંગ પર ચડાવવા નહીં- ભગવાન શંકર સાથે જોડાયેલી એક કથા અનુસાર તેમણે તુલસીના પતિ જાલંધરનો વધ કર્યો હતો. ત્યારબાદ તુલસી ભગવાન શિવ થી ખુબ જ નારાજ થઈ ગઈ હતી અને તેમણે શ્રાપ આપ્યો હતો કે જો કોઈ ભક્ત શિવજીની પુજા થાળીમાં તુલસીને સામેલ કરશે તો તેણે અશુભ ફળ ભોગવવું પડશે. તે દિવસ બાદથી ભગવાન ભોલેનાથની પુજામાં તુલસીના પાન ચઢાવવામાં આવતા નથી અને શિવલિંગ ઉપર તુલસી ચઢાવવામાં આવતા નથી.
કેતકીનાં ફુલ ચડાવવા નહીં- ધર્મગ્રંથો અનુસાર એક વખત બ્રહ્માજીએ ભગવાન શિવજી પાસે કોઈ વાતને લઈને ખોટું બોલ્યું હતું. તેમના આ કાર્યમાં દેવી કેતકી પણ તેમનો સાથ આપ્યો હતો. આ વાતથી ભોલેનાથ ખુબ જ અપ્રસન્ન થયા હતા અને તેમણે કેતકીને શ્રાપ આપ્યો હતો કે તેમની પુજા થાળીમાં ક્યારેય પણ કેતકીનાં ફુલ ચડાવવામાં આવશે નહીં. ત્યારબાદ થી શિવલિંગ પર આજ સુધી કેતકીનાં ફુલ ચઢાવવામાં આવતા નથી.
પૂજા થાળીમાં હળદર રાખવી નહીં- હળદરને સામાન્ય રીતે તો સૌભાગ્ય અને ખુશાલી નું પ્રતીક માનવામાં આવે છે. મોટાભાગના દેવી-દેવતાઓની પૂજા દરમિયાન થાળીમાં હળદર જરૂર રાખવામાં આવે છે. પરંતુ ભોળેનાથની પુજા થાળીમાં તમારે ભુલથી પણ હળદર રાખવી જોઈએ નહીં. તેનું કારણ છે કે ભગવાન ભોલેનાથ વૈરાગી છે અને તેમને હળદર સહિત સજાવટની કોઈપણ ચીજ પસંદ નથી. એટલા માટે હળદરને શિવલિંગ ઉપર અર્પિત કરવી જોઈએ નહીં.