સ્પાઈડર મેનની જેમ વીજ પોલ પર ચઢી ગઈ ગુજરાતી મહિલા, જોતજોતમાં વાયરલ થયો વીડિયો

વાયરલ વીડિયોમાં લોકોના મ્યૂઝિક, ડાન્સ અને અવનવા કરતબ જોવા મળતા હોય છે. પરંતુ ક્યારેક આશ્ચર્યજનક બાબતો પણ જોવા મળતી હોય છે. હાલ બનાસકાંઠાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા વીજ પોલ પર ચઢતી દેખાય છે. કોઈ પણ ટેકા વગર આ મહિલા સ્પાઈર મેન ની જેમ વીજ પર ચઢી જાય છે. લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે આ વીડિયો.

બનાસકાંઠા જિલ્લાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મહિલા અગમ્ય કારણોસર વીજ પોલ પર ચઢતી દેખાઈ રહી છે. જોકે, આ મહિલા કયા કારણોસર આવી રીતે વીજ પોલ પર અચાનક ચઢી જાય છે તેનું રહસ્ય અકબંધ છે. વીડિયો માં ભાષા અને મહિલાએ પહેરેલા કપડાં પરથી વીડિયો બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન છે.
વાયરલ થયેલા આ વીડિયોમાં લોકો મહિલાના આ સાહસના વખાણ કરી રહ્યાં છે. મહિલા જે સ્પીડથી વીજ પોલ પર ચઢી રહી છે તે જોવા જેવુ છે.