સોના-ચાંદીને કોની નજર લાગી? સીધા આસમાનેથી જમીન પર પટકાયા ભાવ

સોના-ચાંદીને કોની નજર લાગી? સીધા આસમાનેથી જમીન પર પટકાયા ભાવ

સતત ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે ચાંદીના ભાવ ખૂબ જ તેજી ગતિથી ભાંગી પડ્યા હોય તેવું કહી શકાય. તો બીજી તરફ સોનું પણ તેની રેકોર્ડ કિંમતથી ઘણું નીચે ધકેલાઈ ગયું છે. આજે સવારે 10.40 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.12 ટકાના ઘટાડા સાથે 60,819 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ જૂલાઈના વાયદાનું ચાંદી 0.70 ટકા ઘટીને 73,295 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં મહત્વનું છે કે નવા આર્થિક વર્ષમાં સોનાએ સોનાએ છેલ્લા 4 મહિનાની અંદર બે વાર નવી નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ મત 61,552 રુપિયાના સ્તરે (Gold record price) બનાવી છે

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

આજે સવારે 10.40 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.12 ટકાના ઘટાડા સાથે 60,819 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ જૂલાઈના વાયદાનું ચાંદી 0.70 ટકા ઘટીને 73,295 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે. તેવામાં આજે એટલે કે 5 મે 2023ના રોજ સોના ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી છે. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,552 રુપિયા પર ટ્રેડ થયું હતું.

દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)

સોનાની શુદ્ધતાના માપદંડ

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *