6 સપ્ટેમ્બર સોમવતી અમાસ કરીલો રાશિ અનુસાર કરીલો આ ઉપાય જીવન માં ક્યારેક દુઃખ નઈ આવે સમૃદ્ધિ વધશે

Posted by

સોમવાર ભગવાન શિવજીનો દિવસ છે અને અમાસ હોય તો પૂર્ણપણે શિવજીને સર્મિપત થાય છે. શ્રાવણ મહિનામાં સોમવારે આવતી અમાસને ‘સોમવતી અમાસ’ કહે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાનાં પતિની લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. પુરાણોમાં વર્ણિત છે.

સોમવાર ભગવાન શિવજીનો દિવસ છે અને અમાસ હોય તો પૂર્ણપણે શિવજીને સર્મિપત થાય છે. શ્રાવણ મહિનામાં સોમવારે આવતી અમાસને ‘સોમવતી અમાસ’ કહે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાનાં પતિની લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.

પુરાણોમાં વર્ણિત છે કે, આ દિવસે મૌન વ્રત રાખવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. આ વખતની સોમવતી અમાસ ખાસ છે.

શ્રાવણનો અંતિમ દિવસ સોમવતી અમાસની સાથે પૂર્ણ થશે. 6 સપ્ટેમ્બર, સોમવાર સોમવતી અમાસનો યોગ હોવાથી વિશેષ રહેશે.

સોમવાર અને અમાસનો અનોખો સંયોગ હોવાથી ખાસ રહેશે.

પિતૃદોષ, કાલસર્પદોષ, અમાસે જન્મેલા જાતકો, ચંદ્રદોષવાળા માટે આ દિવસ મહત્ત્વનો ગણાય છે. આ દિવસે વ્રત કરનારે સવારે સ્નાનાદિકથી શુદ્ધ થઈ પ્રથમ ભગવાન શિવજીની અને શ્રીવિષ્ણુની પૂજા કરવી. ઘીનો દીવો લઈ હાથમાં આઠ ફળ લઈ 108 પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ એ ફળ ભગવાનને અર્પણ કરવા. ફળ ન મળે તો સુતરની આઠ આંટી લેવી. વ્રતનાં દિવસે ઉપવાસ કે એકટાણું કરવું. વ્રતની કથા-વાંચ્યા-સાંભળ્યા બાદ જ એક ટાણું કરવું.

મેષ રાશિ :અમાસના દિવસે ભૈરવ મંદિરમાં જવું અને સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો. આ ઉપાય તમારા જીવનમાં સુખના રંગો ભરી દેશે

વૃષભ રાશિ : અમાસના દિવસે અત્તરનો ઉપયોગ કરો. તેમજ કુમારીકાઓને સફેદ રંગની મીઠાઈ ખવડાવો. આમ કરવાથી તમે તમારા ક્ષેત્રમાં સફળ થઈ શકો છો.

મિથુન રાશિ: અમાસના દિવસે માતા કે બહેનને લીલા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. જો શક્ય હોય તો આ દિવસે વડીલોના આશીર્વાદ લો અને જરૂરિયાતમંદોને મગ દાળનું દાન કરો.

કર્ક રાશિ : અમાસના દિવસે ગરીબ અને જરૂરીયાત મંદ વ્યક્તિને સફેદ રંગના કપડાનું દાન કરો. આ ઉપાય તમને સફળતા અપાવવામાં અસરકારક રહેશે.

સિંહ રાશિ : સોમવતી અમાસના દિવસે સૂર્યોદય સમયે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો અને ગરીબોને ઘઉંનું દાન કરો. આમ કરવાથી તમારું સન્માન વધશે.

કન્યા રાશિ : અમાસના દિવસે ગાયને ઘાસ ખવડાવવુ જોઈએ. આમ કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

તુલા રાશિ :અમાસના દિવસે ગોરણીઓને ખીરનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને ધન પ્રાપ્તિ થશે. તમારા ભૌતિક આનંદમાં વધારો થશે.

વૃશ્ચિક રાશિ :અમાસના દિવસે ગાયને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. આમ કરવાથી તમારા દુશ્મનોનો નાશ થશે અને તમે ભયમુક્ત થશો.

ધન રાશિ : અમાસના દિવસે મંદિરમાં ચણાની દાળનું દાન કરો અને કપાળ પર પીળા ચંદન અથવા હળદરનું તિલક લગાવો. આમ કરવાથી તમને તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થશે.

મકર રાશિ :અમાસના દિવસે ગરીબ અને નિરાધાર લોકોને ધાબળાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારી નોકરીમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે.

કુંભ રાશિ :આ દિવસે કાળા અડદની દાળ અને કાળા કપડાનું દાન કરો. આમ કરવાથી તમારા વ્યવસાયમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે.

મીન રાશિ : હળદર અને ચણાના લોટની બનેલી મીઠાઈઓનું દાન કરો. આમ કરવાથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની તંગી રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *