સોશિયલ મીડિયા પર પોપ્યુલર થવા માટે યુવતીએ બંદૂક સાથે બનાવ્યા વીડિયો

સોશિયલ મીડિયામાં પોપ્યુલર થવા માટે દુનિયામાં યુવાનો અલગ-અલગ વેબસાઈટ પર વીડિયો બનાવીને અપલોડ કરે છે. ક્યારેક આવા વિડિયો ના કારણે વિવાદો થતા હોય છે સુરતમાં પટેલ નામની એક યુવતી એ સોશિયલ મીડિયામાં પોપ્યુલર થવા માટે બંદૂક સાથે ફોટો અને ફાયરિંગ ની સ્ટાઈલમાં વીડિયો બનાવીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો જોકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો વાયરલ થતાં હવે આ યુવતી વિવાદમાં આવી છે.

સોશિયલ મીડિયા સામાન્ય લોકો માટે એક મહત્વનું પ્લેટફોર્મ સાબિત થયું છે. પરંતુ ક્યારેક તેના કારણે વિવાદો પણ થાય છે . આજના યુવાનો સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે અલગ-અલગ પ્રકારના વીડિયો બનાવી અપલોડ કરે છે સુરતની યુવતીએ વિડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કર્યા છે . આ યુવતીએ સુરતના ડુમસ દરિયાકિનારો હોય કે તાપી નદી કિનારો તમામ જગ્યા ઉપર પોતાની સાથે બંદૂક રાખીને વિડીયો બનાવ્યા છે જેના કારણે તે વિવાદમાં ફસાઇ છે. ડોન ની છબી બનાવવા માટે વિડિયો બનાવવામાં આવ્યા હોય તેવી વાતો વહેતી થઇ છે .

જો કે બંદૂક એક એવું સાધન છે જેને રાખવું  ગેરકાયદેસર છે જ્યારે આ યુવતીએ પોતાની ડોન સાબિત કરવા માટે અલગ-અલગ વીડિયોમાં ડોન કિલ કરતા હોય તેવા વિડિયો અપલોડ કર્યા છે. આ વીડિયો વાયરલ થતાં હવે આ યુવતી વિવાદોમાં ફસાઇ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું આ મામલે પોલીસે આ યુવતી પર કયા પ્રકારની કાર્યવાહી કરે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.