શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એસ કે ફાઈનાન્સ લિમિટેડની ગુજરાત તથા અન્ય રાજ્યોમાં 750 જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
સંસ્થાનું નામ | એસ કે ફાઈનાન્સ લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત તથા ભારત |
નોટિફિકેશનની તારીખ | 21 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 21 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://skfin.in/ |
મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન એસ કે ફાઈનાન્સ લિમિટેડ દ્વારા 21 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 21 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એસ કે ફાઈનાન્સ લિમિટેડ દ્વારા સ્નાતક તથા ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતકની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
એસ કે ફાઇનાન્સ લિમિટેડની આ ભરતીમાં કુલ જગ્યા 750 છે જેમાં કોઈપણ સ્નાતક થયેલ ઉમેદવાર માટે 650 તથા ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતક થયેલ ઉમેદવાર માટે 100 જગ્યા ખાલી છે.
લાયકાત:
મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર SKFLની સત્તાવાર વેબસાઈટ https://skfin.in/ પરઓનલાઇન અરજી કરી શકે છે.
પગારધોરણ
મિત્રો આ SKFL ની એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. જેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | સ્ટાઈપેન્ડની રકમ |
કોઈપણ સ્નાતક | રૂપિયા 9,000 થી 11,000 |
ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતક | રૂપિયા 8,000 થી 10,000 |
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે NATS ની વેબસાઈટ http://www.mhrdnats.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો
- હવે SKFLની સત્તાવાર વેબસાઈટ https://skfin.in/ પર જાઓ તથા Career નો ઓપ્શન સિલેક્ટ કરો.
- હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.