શિયાળામાં ગુણકારી ચીજ છે લીલી હળદર, જાણો તેનાં સૌથી મોટા 5 ફાયદાઓ

Posted by

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું ભારતીય સંસ્કૃતિ અને ભોજનની વિશેષતા જ એ છે કે એ તમને સ્વસ્થ જીવન જીવવાનો રસ્તો બતાવે છે.હેલ્થના નામે તમે જુદા જુદા પ્રકારના સલાડ ખાતા હશો પરંતુ આપણું દેશી સલાડ એટલે કે લીંબુ મીઠુ નાંખીને આથેલી આંબા હળદર શરીરને જેટલો ફાયદો કરાવે છે એટલો ફાયદો ભાગ્યે જ બીજુ કોઈ સલાડ કરાવતુ હશે.આંબા હળદર ખાવાના અઢળક ફાયદા છે.ભારતીય ઈતિહાસ ની સૌથી બેજોડ વાત એ જ છે કે તે હંમેશા નિરોગી લાઈફ વ્યતીત કરવા નો માર્ગ દેખાડે છે.સ્વાસ્થ્ય ના નામે તમે વીવીધ પ્રકાર ના સલાડ ગ્રહણ કરતા હશો.પરંતુ, આ બધા થી વિશિષ્ટ એક દેશી પ્રાચિન ઔષધી એટલે આંબા હળદર.ભારત મા ઘણા સમય થી આંબા હળદર નો વિવિધ જગ્યા એ વિવિધતા પુર્વક રીતે ઉપયોગ થયો છે.

ભારતમાં હજારો વર્ષથી મસાલા અને ઔષધ તરીકે હળદરનો ઉપયોગ થતો આવ્યો છે. આદુ જેવી જ દેખાતી આંબા હળદર અંદરથી સફેદ અથવા તો કેસરી રંગની હોય છે. કેરી જેવા રંગને કારણે તેને આંબા હળદર તરીકે પણ ઓળખવામાં આવે છે. આંબા હળદરમાં સોજો ઘટાડવાની અને બેક્ટેરિયા સામે લડવાની ગજબ તાકાત હોય છે. આથી શરીરમાં પાચનતંત્રને લગતા કોઈપણ રોગને દૂર કરવાની તે ક્ષમતા ધરાવે છે. વળી તે લોહીને પણ શુદ્ધ કરે છે.આંબા હળદર દેખાવ મા કેસરી તથા સફેદ હોય છે. આ હળદર નો ઉપયોગ સોજા ના દર્દ મા થી રાહત મેળવવા તથા જંતુ ઓ નો નાશ કરવા માટે ઉપયોગી છે. તથા આ હળદર ના ઉપયોગ થી રક્ત નુ શુદ્ધિકરણ પણ કરી શકાય છે. જે વ્યક્તિ નુ પાચન તંત્ર મંદ હોય તથા અપચા અને ગેસ જેવી સમસ્યા ઓ ઉદ્દભવતી હોય તેવા વ્યક્તિ ઓ માટે આંબા હળદર નુ સેવન એક સચોટ ઉપાય છે.

આંબાહળદર સહેજ કડવી, ખાટી, તુરી, રુચી ઉત્પન્ન કરનાર, ગરમ અને સારક છે. તે સોજો, વ્રણ, કફ, દમ, હેડકી, શુળ, વાયુ, મોંઢાના ચાંદા અને રક્તદોષ મટાડે છે. આંબાહળદર અને કાળીજીરીનું ચુર્ણ શરીરે ચોળવાથી શરીરની ખંજવાળ મટે છે. બને ત્યાં સુધી આંબાહળદરનો ઉપયોગ ચોપડવામાં અને ખાવામાં કરવામાં આવે છે. આંબાહળદરના સુકા કંદ બજારમાં મળે છે. પગના મચકોડના સોજા પર આંબાહળદર ગરમ પાણીમાં ઘસીને સવાર-સાંજ લેપ કરવાથી સોજો અને મચકોડનો દુખાવો મટી જાય છે. જો મુઢમારનો સોજો આવ્યો હોય તો આંબાહળદરના લેપથી સોજો અને દુખાવો મટી જાય છે. આંબાહળદરની સુગંધ આંબા જેવી હોવાથી આયુર્વેદમાં તેને આમ્ર હરીદ્રા કહે છે.

જો વ્યક્તિ આર્થાઈટિસ નામ ની બિમારી થી પીડાતુ હોય તો તેમના માટે આંબા હળદર સર્વશ્રેષ્ઠ છે. આ ઉપરાંત ઘા ઉપર રૂઝ લાવવા પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ હળદરની અંદર કુરક્યુમેનોલ કુરક્યુમેનોલ નામ નુ પરીબળ રહેલુ હોય છે. જે દર્દ ને જડમૂળ થી દુર કરે છે. શરીર ની ભીતર રહેલા ઘણા એવા કોષો છે જે શરીર ના આંતરીક ભાગો ને નુકશાન પહોચાડે છે. જેના થી લડવા માટે આ હળદર નો ઔષધિ તરીકે ઉપયોગ કરી શકાય તેમજ આ હળદર મા રહેલ કુરક્યુમિન નામ નુ પરિબળ એવા કેમિકલ્સ નિર્મિત કરે છે.

જે શરીર ના આંતરીક ભાગ મા એક રક્ષા કવચ બનાવે છે. જેના દ્વારા કોઈપણ બીમારી ને આસાની થી દુર કરી શકાય. ઘણા લોકો કફ જામી જવા થી ગળા તથા ફેફસા ના એરીયા બ્લોક થઈ જાય છે. જેથી શ્વાચ્છોશ્વાસ ની ક્રિયા મા તકલીફ પડે છે. આ તકલીફ નુ હંમેશ ને માટે નીવારણ લાવવા મા હળદર નુ સેવન ખુબ જ હિતાવહ નિવડે છે.શ્વસન તંત્રના રોગોના મૂળમાં કફ હોય છે. ગળા અને ફેફસાના વિસ્તારમાં કફ જામી જવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. વળી આ ચીકણો પદાર્થ નાકના છિદ્રો બ્લોક કરી દે છે જેને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. અસ્થમા, શરદી અને કફ જેવા રોગોનું આ જ મૂળ કારણ છે. આંબા હળદર કફ નાશક હોવાથી આ તમામ સમસ્યામાં તે રામબાણ ઈલાજ છે. મસાલામાં વધારે હળદર ખાનારા અથવા તો આંબા હળદર ખાનારા લોકોને ભાગ્યે જ શરદી કફની સમસ્યા થાય છે.

આ ઉપરાંત આંબા હળદર સ્ત્રી ઓ ના ગર્ભાશય ના મસલ્સ તથા પુરૂષો ના શિશ્નોત્થાન ની કામગીરી મા થતી મુશ્કેલી ઓ ને દુર કરવા માટે પણ ઉપયોગી છે. અને વિશેષ તો તેના થી કોષો ની વૃદ્ધિ , રોગપ્રતિકારક શક્તિ નો વિકાસ તથા શરીર મા થી વિષ તત્વો ને દુર કરી તેને ડિટોક્સિફાય કરે છે.જે લોકોને અપચા કે ગેસ થઈ જવાની તકલીફ હોય તે જો નિયમિત આંબા હળદર ખાય તો તેમને પાચનને લગતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. તે ગેસ, નિયમિત પેટ સાફ ન થતુ હોય, અપચો હોય તેવી અનેક પેટને લગતી સમસ્યાઓ માટે અકસીર ઈલાજ છે.

આંબા હળદરમાં સોજો ઘટાડવાનો વિશેષ ગુણ રહેલો હોય છે. આથી આર્થ્રાઈટિસથી પીડાતા દર્દીઓ માટે તે વિશેષ લાભકારક છે.ઘા પર રૂઝ લાવવા માટે અને ત્વચાને લગતી અન્ય સમસ્યાઓમાં પણ આંબા હળદર ફાયદાકારક છે.તેાં કુરક્યુમેનોલ નામનું તત્વ રહેલુ હોય છે જે દુઃખાવો ઘટાડે છે.શરીરમાં કેટલાંક એવા કોષો હોય છે જે શરીરને નુકસાન પહોંચાડે છે. આબા હળદરમાં રહેલા તત્વો શરીરના આવા નુકસાનકારક કોષોનો નાષ કરે છે.તેમાં રહેલુ કુરક્યુમિન નામનું તત્વ એલર્જી સામે લડવાની શરીરને ક્ષમતા આપે છે.તેને કારણે શરીરમાં એવા કેમિકલ્સ બને છે જે એલર્જિક રિએક્શન્સ સામે શરીરની રક્ષા કરે છે.

આંબા હળદરમાં લોહી શુદ્ધ કરવાની ક્ષમતા છે. વળી, ઘા વાગ્યો હોય અથવા તો લોહી વહેતુ હોય તો તેની રૂઝ લાવવામાં પણ આંબા હળદર મદદ કરે છે. તે નિયમિત ખાવાથી લોહી ચોખ્ખુ થાય છે અને આથી ત્વચા પર અનોખી ચમક આવે છે તથા લોહીના વિકારને કારણે થતી કોઈ પણ સમસ્યા થતી નથી.સ્ત્રી અને પુરુષ બંને માટે આંબા હળદર સારી ગણાય છે અને તે ગર્ભાશયના મસલ્સને મજબૂત બનાવે છે જેથી પ્રેગનેન્સીમાં સ્ત્રી કે બાળકને કોઈ તકલીફ પડતી નથી. આ ઉપરાંત તે શિશ્નોત્થાનની સમસ્યાનો પણ અસરકારક ઈલાજ છે. તેમાં રહેલા તત્વો કામોત્તેજના પણ વધારે છે. આથી યુવાન સ્ત્રી પુરુષોએ નિયમિત તેનું સેવન કરવું જોઈએ.

કહેવાય છે કે શિયાળો એટલે હેલ્થ બનાવવાની સીઝન શિયાળામાં વસાણાં અને શાકભાજી તેમજ સિઝનલ ફળો ખાઈને આખુંય વર્ષ હેલ્ધી રહી શકાય છે. શિયાળામાં આવતાં ગાજર, પાલક, મેથીની ભાજી, લીલું લસણ, ડુંગળી, લીલી હળદર વગેરે ગુણોના ભંડાર છે.લીલી હળદરના ફાઇબર્સનો લાભ લેવા માટે લીલી હળદરને પીસીને થેપલાં કે પરોઠામાં ઉમેરી શકાય છે. લીલી હળદરથી નહાવાથી શરીર પરના કાળા ડાઘા પણ દૂર થાય છે. તેમજ હળદરની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે અને તેને ખાવાથી સ્કિનના રોગો પણ દૂર થાય છે. આ રીતે લીલી હળદર વાપરવાથી તે સ્વાસ્થ્યની સાથે સાથે સ્કિન માટે પણ ગુણકારી સાબિત થઈ શકે છે.

આંબા હળદરને અંગ્રેજીમાં ‘મેંગો જીંજર’ કહે છે. તેમાંથી ખૂબ ઓછા કાર્બોદિત, ઓછી કેલરી, થોડા પ્રમાણમાં ફોસ્ફરસ, થોડું આયર્ન (2.6મિલિગ્રામ) તેમજ થોડું પ્રોટીન અને ફક્ત ૧ મિલિગ્રામ વિટામિન-સી મળે છે. આપણે માનીએ કે આંબા હળદરમાંથી તેના પીળા રંગને કારણે કેરોટીન તો સારું મળતું જ હશે પરંતુ તેનું પ્રમાણ પણ ફક્ત 20 માઈક્રોગ્રામ જ છે. આંબા હળદરના પ્રમાણમાં લીલી હળદર ઘણી જ પૌષ્ટિક છે. તેમાંથી સારા પ્રમાણમાં પ્રોટીન, કેલશ્યમ, ફોસ્ફરસ તથા ખૂબ ઊંચા પ્રમાણમાં આયર્ન મળે છે. વિટામિનનું પ્રમાણ ઓછું, વિટામિન સી તદ્દન ગેરહાજર પરંતુ મેગ્નેશ્યમ જેવી ધાતુ ઘણાં પ્રમાણમાં છે.

ગુણોની દૃષ્ટિએ આંબા હળદર અને લીલી હળદર બન્ને જ શ્રેષ્ઠ છે. કારણ કે જ્યારે એ હળદરને સૂકવીને ખાંડવામાં આવે છે ત્યારે તેના ગુણો થોડા ઓછા થઈ જાય છે. વળી, આજકાલ લોકો ખાંડવાને બદલે મિક્સરમાં પીસતા થઈ ગયા છે ત્યારે મિક્સરમાં પિસાતી વખતે હાઇ રોટેશનને કારણે અને પેદા થતી ગરમીથી હળદરના ઘણા મહત્વના ગુણો નાશ પામે છે. આમ જો હળદરનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો હોય તો કાચી હળદર શ્રેષ્ઠ છે.આ  ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા તેમજ આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *