આજકાલ આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવાના ઘણા રસ્તાઓ છે. તમે ઈચ્છો તો બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કે પછી પોસ્ટ ઓફિસની વિવિધ સ્કીમોમાં કરીને ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો અથવા તો શેર બજારમાં પણ રોકાણ કરી શકો છો. શેર બજાર રોકાણ કરવાનો એક સારો ઓપ્શન છે પણ તેમાં તમારા ઇન્વેસ્ટ કરેલાં રૂપિયા ક્યારે ડૂબી જાય તેમ કહી શકાય નહીં. જો તમને શેર બજારમાં કશી ગતાગમ ન પડતી હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો.
શું હોય છે મ્યુચ્યુઅલ ફંડ
મ્યુચ્યુઅલ ફંડ પણ શેર બજારની તર્જ પર કામ કરે છે. આપણને શેર બજારનું જ્ઞાન ન હોવાને કારણે આપણે પોતે રોકેલા રૂપિયા ક્યારેક ગુમાવી બેસતાં હોઈએ છીએ. પણ મ્યુચ્યુઅલ ફંડમાં એવું નથી હોતું. જો તમને શેર બજારમાં કશી ગતાગમ ન પડતી હોય છતાં તમે શેર બજાર જેટલું જ રિટર્ન ઈચ્છતા હોવ તો મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.
મ્યુચ્યુઅલ ફંડ પણ પોતાની મૂડી શેર બજારમાં જ રોકે છે. પણ તેમની પાસે શેર બજારના ધુરંધરો પડ્યાં હોય છે. તેઓ આવા શેર બજારના પાકા ખેલાડીઓ દ્વારા પોતાના રૂપિયા શેર બજારમાં રોકે છે અને મોટાપાયે વળતર મેળવે છે. જે લોકો તેમની મૂડી મ્યુચ્યુઅલ ફંડમાં રોકે છે તેમને મ્યુચ્યુઅલ ફંડ સમયે સમયે વળતર આપતું રહે છે. મ્યુચ્યુઅલ ફંડને શેર બજારમાં જેટલું વધારે વળતર મળે તેટલું જ વધારે વળતર તેમના રોકાણકારોને મળે છે. આજે મ્યુચ્યુઅલ ફંડને લઈને એક ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ઘણી ચર્ચામાં છે. આ સ્ટ્રેટેજી તમને સારું એવું વળતર અપાવી શકે છે. આ સ્ટ્રેટેજી એટલે કે સીસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP).
શું છે સીસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)
• સીસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એ ઇન્વેસ્ટમેન્ટની એક સ્ટ્રેટેજી છે જેની મદદથી તમારા રોકેલા રૂપિયા ડૂબવાનું રિસ્ક ઘણું ઓછું થઈ જાય છે.
• એક સાથે લાખો રૂપિયા એક જ સ્કીમમાં રોકી દેવાથી તમારા બધા રૂપિયા ડૂબી જવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
• એક સાથે બધાં રૂપિયા ઇન્વેસ્ટ કરી દેવા એના કરતાં SIPમાં થોડાં થોડાં રૂપિયા દર મહીને રોકવાથી તમારા રોકેલાં રૂપિયાની સુરક્ષા વધી જાય છે અને તમને સારા એવા વળતર મળવાના ચાન્સ વધી જાય છે.
• SIP એ લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. આમાં દર મહીને થોડાં થોડાં રૂપિયા રોકવા જરૂરી છે.
સીસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ના ફાયદા
• SIP એ લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. આમાં દર મહીને થોડાં થોડાં રૂપિયા રોકવાથી તમને સારા એવા વળતરના ચાન્સિસ વધી જાય છે.
• શેર બજાર કરતાં અનેક્ગણી સુરક્ષિત રોકાણ વ્યવસ્થા છે.
• પાછલાં કેટલાંક વર્ષોના અભ્યાસ પરથી કહી શકાય કે જે લોકોએ SIPમાં રોકાણ કરેલું હતું એવા લોકોને મ્યુચ્યુઅલ ફંડે ૨૨%થી પણ વધારે વાર્ષિક રિટર્ન આપ્યું છે.
• જો તમે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડની SIPમાં ૧૫ વર્ષ માટે દર મહીને માત્ર ૨૫૦૦૦ રૂપિયાનું પણ રોકાણ કરો છો તો તમારું કુલ રોકાણ ૪૫,૦૦,૦૦૦ (૪૫ લાખ) રૂપિયાનું થઈ જશે.
• માની લો કે તમને ૨૨% નહી પણ માત્ર ૧૨% જેટલું પણ રિટર્ન મળશે તો પણ તમને પાકતી મુદતે ૧,૨૬,૧૪,૪૦૦ (એક કરોડથી પણ વધારે) રૂપિયા મળશે. એટલે કે તમારું ૧૫ વર્ષે ૮૧,૧૪,૪૦૦ રૂપિયાનું રિટર્ન મળશે.
• જો તમને આ જ રૂપિયા પર ૧૫% જેટલું રિટર્ન મળશે તો તમને તમારા રોકેલા ૪૫ લાખ રૂપિયા પર ૧,૨૪,૨૧,૫૭૭ (એક કરોડથી પણ વધુનું રિટર્ન) રૂપિયાનું રિટર્ન મળશે. એટલે કે પાકતી મુદતે ૧,૬૯,૨૧,૫૭૭ રૂપિયા મળશે.
કઈ રીતે સીસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ કરશો
સીસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) માં રોકાણ કરવા માટે તમે જુદા જુદા મ્યુચ્યુઅલ ફંડનો અભ્યાસ કરી શકો છો. તમને જે પણ મ્યુચ્યુઅલ ફંડની SIP અનુકૂળ આવે તે SIPમાં તમે રોકાણ કરી શકો છો.