કહેવાય છે કે જોડી તો ઉપરથી બનીને આવે છે.પરંતુ શુ તમે ક્યારે આ વાત પર ધ્યાન આપ્યું છે કે તમારી આસપાસ કેટલીક એવી યુવતીઓ હોય છે જેના માટે ન તો કોઇ જોડીદાર હોય છે ન તો કોઇ તેને પસંદ કરે છે. આ યુવતીઓને જોઇને કેટલીક વાર તમે વિચારવા પર મજબૂર થઇ જાવ છો કે આખરે દરેક વસ્તુ હોવા છતાં યુવતી હાલ પણ એકલી કેમ છે.
જોકે યુવકોને એવી યુવતીઓ પસંદ હોય છે જે તેની દરેક વાત માને છે. જેને તમને પેરેન્ટ્સની સામે લઇ જવામાં પણ ક્યારેય ખચકાટ ન થાય. જ્યારે જે આદર્શો વાળી, મોં પર બોલનારી અને જાતે નોકરી કરનારી હોય છે તેવી યુવતીઓ લોકોની વાત ઓછી સાંભળે છે. તેને જે સારુ લાગે છે તે જ કરે છે. જેથી આવા સ્વભાવ વાળી યુવતીઓને ખૂબ ઓછા લોકો તેમની જીવનસાથી બનાવવાનું પસંદ કરે છે.
યુવકોનું માનવું છે કે આવી યુવતીઓ સહેલાઇથી એડજસ્ટ કરી શકતી નથી. તે યુવકો પર સવાલ પર સવાલ ઉભા કરે છે. જાતે કમાય છે અને કેટલાક કામમા તેમને સલાહ પણ આપે છે. જ્યારે યુવતીઓની આ વાત યુવકોને પસંદ આવતી નથી. જેથી તે આ પ્રકારની યુવતીઓના વખાણ તો કરી લે છે પરંતુ તેની સાથે સમય પસાર કરતા નથી.
એવામાં આ યુવતીઓ કેટલી પણ સારી હોય એકલી જ રહી જાય છે અને તેમનું જીવન કોઇ સાથી વગર પસાર થાય છે. પરંતુ ખરેખર યુવકોએ આ પ્રકારની યુવતીઓની ઇજ્જત કરવી જોઇએ. કારણકે તે યોગ્ય પાર્ટનર હોય છે. જે હંમેશા તમારો સાથ નીભાવે છે.