શુભ કાર્યમાં કરવામાં આવતો “સાથિયા” ના રહસ્ય ઇતિહાસ વિશે જાણો છો ?

હિન્દુ ધર્મમાં સ્વસ્તિક ચિહ્નનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કામ કરતા પહેલા સ્વસ્તિકનું નિશાન બનાવવાની પરંપરા છે. આ સિવાય સ્વસ્તિક જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્વસ્તિક વિધ્નહર્તા શ્રીગણેશનું પ્રતિક ચિહ્ન છે. કોઈ પણ કામને કરતા પહેલા ભગવાન ગણેશની પૂજાની સાથે સ્વસ્તિક બનાવવામાં આવે છે.
સ્વસ્તિકમાં બનેલી ચારેય રેખાઓને લઈને લોકોની અલગ-અલગ અવધારણાઓ છે. કેટલાક લોકો માને છે કે સ્વસ્તિકમાં બેનેલી ચારેય રેખાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તરફ ઈશારો કરે છે. કેટલાક લોકો માને છે કે આ ચાર રેખાઓ ચાર વેદોનું પ્રતીક છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વસ્તિકને લાલ રંગથી જ કેમ બનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં લાલ રંગનું વિશેષ મહત્વ છે. આપણે પૂજા-પાઠમાં લાલ રંગનો ઉપયોગ કરીએ છીએ. ચાલો જાણીએ સ્વસ્તિકના મહત્વ વિશે…
વાસ્તુ દોષને દૂર કરવા માટે
સ્વસ્તિકનું નિશાન જો ઘરના મુખ્ય દ્વાર પર બનાવવામાં આવે તો તે વાસ્તુદોષને સમાપ્ત કરે છે, આ સિવાય તે ઘરની બહાર સકારાત્મક અને દેવી શક્તિઓના પ્રવેશને પણ આકર્ષિત કરે છે.
વેપાર-ધંધાના લાભ માટે
જ્યોતિષ વિદ્યા અનુસાર, વેપાર ધંધામાં થઈ રહેલા નુકસાને ઘટાડવા માટે ઈશાન કોણમાં સતત 7 ગુરુવાર સુધી સૂકી હળદરથી સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી લાભ મળે છે. જો તમે કોઈ કામમાં સફળતા મેળવવા માંગો છો તો ઘરની ઉત્તર દિશામાં સૂકી હળદરથી સ્વસ્તિકનું નિશાન બનાવો.
ખરાબ નજરથી બચવા માટે
ઘરને ખરાબ નજરથી બચાવવા માટે કાળા રંગનો સાથિયો કરવામાં આવે છે. માન્યતા છે કે, કાળા રંગના કોલસાથી બનેલા સ્વસ્તિકથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.