શું તમને ખબર છે, માણસ અને ઘોડો કેમ જલદી વૃદ્ધ થઈ જાય છે? તેનું ખાસ કારણ આ છે

એક સમય બાદ તો વૃદ્ધત્વ તો નિશ્ચિત જ છે.
યુવાની હંમેશા રહેતી નથી ભલેને પછી તે માણસ હોય કે પશુ. બધા જ સજીવને એક સમય બાદ તો વૃદ્ધવાસ્થા આવે જ છે. જોકે ઘણા લોકો વૃદ્ધત્વને ટાળવા અનેક નુસખા અપનાવતા હોય છે પરંતુ એક સમય બાદ તો વૃદ્ધત્વ તો નિશ્ચિત જ છે.
ચાણક્ય મનુષ્ય અને ઘોડાના જલ્દી વૃદ્ધ થવાનું કારણ જણાવે છે.શું તમને ખબર છે માણસ અને ઘોડો કેમ જલદી વૃદ્ધ થઈ જાય છે
આ બાબતનું નીતિ શાસ્ત્રના મહાન જાણકાર આચાર્ય ચાણક્યએ પણ પોતાની ચાણક્ય નીતિના પુસ્તકમાં વર્ણન કર્યુ છે. તે એક શ્લોકના માધ્યમથી જણાવે છે કે, મનુષ્ય અને ઘોડાના જલ્દી વૃદ્ધ થવાનું કારણ જણાવે છે. તો આવો જાણીએ તેના વિશે.
શું તમને ખબર છે માણસ અને ઘોડો કેમ જલદી વૃદ્ધ થઈ જાય છે
ચાણક્યનો મત છે કે, પુરુષો માટે વધારે પગેથી ચાલવુ, ઘોડાને બાંધીને રાખવા અને વસ્ત્રો માટે તાપ વૃદ્ધાવસ્થાનું કારણ છે. અર્થાત બધા કાર્ય મર્યાદાની અંદર રહીને કરવા જોઈએ. જરૂરિયાતથી વધારે ચાલવું થકવી દે છે અને વ્યક્તિ વૃદ્ધાવસ્થા મહેસુસ કરવા લાગે છે.
તેવી જ રીતે ઘોડો બાંધેલો રહેવાથી તે પણ વૃદ્ધ થઈ જાય છે. અર્થાત ઘોડા પાસેથી કામ લેતુ રહેવું જોઈએ. સતત તડકામાં સુકાતા રહેવાથી કપડા પણ જલ્દી ખરાબ થઈ જાય છે. આમ નિર્જીવ વસ્તુને પણ સમયાંતરે વૃદ્ધત્વ તો ઘેરી જ વળે છે એમ ચાણક્યનું કહેવું છે.