તાપીના કિનારે આવેલા આ કર્ણના 3 પાનના વડ નું છે ચોંકાવનારું રહસ્ય, કર્ણના અં’તિમ સંસ્કાર પણ અહીં જ કરવામાં આવેલા

તાપીના કિનારે આવેલા આ કર્ણના 3 પાનના વડ નું છે ચોંકાવનારું રહસ્ય, કર્ણના અં’તિમ સંસ્કાર પણ અહીં જ કરવામાં આવેલા

તાપી નદીને હિન્દીમાં તાપ્તી નદી પણ કહેવામાં આવે છે. તાપી અતિ પ્રાચીન પૌરાણિક સંસ્કૃત નામ છે. મધ્ય ભારતની મુખ્ય નદીઓ પૈકીની તાપી એક છે. તાપી નદી 724 કિ.મી. (450 માઈલ) લાંબી છે. ભારતીય દ્વિપકલ્પની મહત્વની નદી છે. તાપીનું ધાર્મિક અને સામાજિક રીતે અલૌકિક મહત્વ રહેલું છે. તાપી નદી ભારતમાતાના હૃદય સમા મધ્ય ભારતમા સાતપૂડાના પહાડોમાંથી નિકળી પશ્ચિમ તરફ ગતિમાન કરતી દક્ષિણ ગુજરાતમાં ખંભાતના અખાતમાં અરબી સમુદ્રમાં હિંદ મહાસાગરમાં વિલી’ન થઈ જાય છે. જ્યારે રસ્તામાં અનેક નાની-મોટી નદીઓનો સાથ પણ મળે છે.

તાપી નદી સુર્યપુત્રી કહેવાય છે તેના કિનારે સુરત શહેર (હવે તો મેટ્રો સિટી ) વસેલું છે, તાપી નદીના આ ભૌગોલિક વિસ્તારમાં એવું કહેવાય છે કે સૂર્ય દેવનો આખો પરીવાર અહીં વસવાટ કરે છે. વિગતવાર કહીએ તો સુરતનું પૌરાણિક નામ સુર્યનગરી કહેવાય છે.

સુરતથી પશ્વ્રિમે સુર્યના પટરાણી રાંદલ માતાના નામે ગામ છે જે આજે રાંદેર તરીકે ઓળખાય છે. સુરત રેલ્વે સ્ટેશનથી ઉત્તર દિશાએ તાપી કિનારે અશ્વિની અને કુમાર બંને દેવોના વૈદ્ય તરીકે પુરાણોમાં ઓળખાતા તેના નામે જાણીતું એક પૌરાણિક ગામડું છે જે આજે શહેરના કોન્ક્રિટના જંગલમાં ખોવાઈ ગયું છે પણ અશ્વિનીકુમાર નામ જાણીતું છે જે ભુલાયું નથી. તાપી પુરાણમાં કથા અનુસાર આ અશ્વિની અને કુમાર બંને સુર્યના પુત્રોકહેવાયા છે. અહી દાનવીર સુર્યપુત્ર કર્ણને અંતિ’મ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે અનુસાર અહી અશ્વિનીકુમાર ખાતે જ કોઈ મૃ’ત્યુ પામે કે અંતિ’મ વિધી પામે કે અ’સ્થિ વિસ’ર્જન પામે તે મો’ક્ષ પામે છે એવું ભગવાને વચન આપેલ છે.

હવે સુરત મહાનગરપાલિકા એ અહીં તાપી નદીના કિનારે આધુનિક સ્મશા’ન ભૂમિ નિર્માણ કરી છે. અહી આવનાર દરેક મૃ’ત શરીરને આધુનિક ગેસની ભઠ્ઠીમાં અગ્ની’દા’હ આપવામાં આવે છે. શરીર બળી રહ્યા પછી એ અ”સ્થિઓ સીધા જ તાપી નદીમાં વિસ’ર્જિત થાય છે.

આ સ્મ’શાન ભૂમિથી પશ્ચિમે થોડા જ ડગલાં દુર પાંચ પાંડવ ઓવારો બાંધેલો ઘાટ આવેલો છે, અહીં તિર્થાળુ યાત્રિકો તાપીમા સ્નાન કરવાનો લ્હાવો માણે છે. આ સ્મ’શાન ભૂમીથી પુર્વમાં એકાદ કિલોમીટરના અંતરે તાપી કિનારે ત્રણ પાનનો વડ આવેલો છે. આ ત્રણ પાનનો વડ એ એક પ્રાકૃતિક અજાયબી છે. આ વડને ક્યારેય ચાર પાન રહેતા નથી જ્યારે ચોથું પાન ફુંટે એ જ સાથે સૌથી જુનું પાન આપોઆપ ખરી પડે છે અને એક રીતે આ વડની ઊંચાઈ વિસ-પચ્સીસ ફુટ હોવી જોઈએ તેના બદલે કોઈ માની ન શકે એટલી લગભગ છોડ જેટલી જ માત્ર દોઢથી બે ફુટ જેટલી જ છે.

આ ત્રણ પાનના વડ માટે તાપી પુરાણ ગ્રંથમાં વિગતવાર માહિતી મળી રહે છે. આ જગ્યાના મહંત વિજયદાસ ના કહેવા મુજબ સુરતમાંથી ગજાનન પ્રકાશન દ્વારા પ્રકાશિત તાપી પુરાણમાંથી કેટલાક સમયથી હટાવી લેવામાં આવી છે, એ જ રીતે સુરત સરકારી શાળાના ઇતિહાસ ના અભ્યાસમાં અગાઉ સામેલ આ વાત હવે કાઢી નાખી છે. આવું કેમ થયું તે જાણકારી મળી શકી નથી. પરંતુ આ ત્રણ પાનના વડ ઇતિહાસ ત્રેતા’યુગમાં રહેલો છે.

મહાભારતમાં મહાય’દ્ધ ચાલી રહ્યું હતું તે સમયે પાંચેય પાંડવો અને યદુનંદન કૃષ્ણ પરમાત્મા સહિત સૌ કોઈ જાણતા હતા કે આ ‘ય’દ્ધના યો’દ્ધાઓમાં માત્ર બે જ એવા યોદ્ધા છે જે એકબીજાને ટ’ક્કર આપે. એ બે યો’દ્ધાઓ એટલે અર્જુન અને દાનવીર કર્ણ.

જો દાનવીર કર્ણ મૃ’ત્યુ પામે તો જ બાણાશાળી અર્જુન જીવિત રહે અને વિજેતા બને. એવા સંજોગો વચ્ચે અર્જુનના તીર લાગવાથી દાનવીર કર્ણ ઘાયલ થયા છે પણ મૃ’ત્યુ થતું નથી અને તડપી રહ્યાં છે એવાં સમયે એક બ્રાહ્મણ આ દાનવીર પાસે આવી ચડે છે અને દાન માંગે છે ત્યારે કર્ણ કહે છે; હે ! ભુદેવ હવે મારી પાસે આપને આપવા માટે સોનું કે ધન નથી. ત્યારે બ્રાહ્મણ બોલ્યા એ સુર્યકુમાર તમારા દાંતમાં સોનું રહેલું છે તે તમે આપી શકો છો. આ સાંભળી કર્ણએ આજુબાજુ દૃષ્ટિ ફેરવીને દુર પડેલા પથ્થર પોતાના મોઢામાં દાંત સાથે અથડાવીને દાંતમાં રહેલું સોનું બ્રાહ્મણને દાન આપ્યું .

બરાબર એ જ સમયે અર્જુન અને કૃષ્ણ પરમાત્મા ત્યાં આવી પહોંચ્યા ત્યારે કર્ણે પોતાને જ્યાં કુંવારી ભુમીમા અંતિ’મ સંસ્કાર કરી મોક્ષ આપવા વિનંતી કરી. થોડીવાર પછી દાનવીર કર્ણ દે’હાવ’સાન પામે છે અને કૃષ્ણ ભગવાન પાંડવો સાથે કર્ણના અંતિ’મ સંસ્કાર માટે તાપી કિનારે અહીં અશ્વિની કુમારના ઓવારા પાસેની એક અવાવરૂ કુંવારી જમીનમાં તીર ખોંચીને તેના પર ચિતા તૈયાર કરી અં’તિમ સંસ્કાર આપ્યાં તો હાજર પાંડવોએ શંકા વ્યક્ત કરી કે આ ભૂમિ કુંવારી જ છે તેની ખાત્રી કેવી રીતે થાય? ત્યારે કર્ણે આકાશવાણીથી કહ્યું કે હા ! આ ભૂમિ કુંવારી જ છે. એનિ પુરાવા રૂપે થોડા સમય પછી અહીં એક વડ ઉગશે જેને સૃષ્ટિમાં કાયમ માટે ત્રણ જ પાન રહેશે અને તે વડ હંમેશા એક નાના છોડના રૂપમાં જ રહેશે. તેના ત્રણ પાન તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ના પ્રતીક તરીકે ઓળખવામાં આવશે. પછી સૌએ માન્ય કર્યું કે એ કું’વારી ભૂમિ જ છે. ( કું’વારી ભૂમિ એવી જગ્યા છે કે ત્યાં કોઈ પણ જીવપ્રાણી કોઇએ પગલાં રાખ્યા ન હોય.

આ વાતની સાક્ષી રૂપે આજે પણ આ જગ્યાએ એક વડનો છોડ છે જે મહાભારતના ય’દ્ધ’ને લગભગ પાંચ હજાર વર્ષ ગણતા એટલાં વર્ષોથી માત્ર છોડરૂપે જ છે જે ક્યારેય પુર્ણ વૃક્ષ બન્યો નથી. આ એક પ્રાકૃતિક અજાયબી જ છે. આ ત્રણ પાનવાળા છોડને સ્ટીલની જાળી (પાં’જ’રૂ) માં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. અહી આ ભૂમિ પર મંદિરમાં મૃ’ત્યુશૈયા પર દાનવીર કર્ણની મુર્તીની પુજા કરવામાં આવે છે.

મહંત વિજયદાસના જણાવ્યા પ્રમાણે આ અજાયબીને ઓળખવા માટે વિશ્વના કેટલાયે વૈજ્ઞાનિકોએ મહેનત કરી હતી પણ કોઈ ઉકેલ મેળવી શક્યા નથી. તેમજ વિશ્વની ઘણી બધી ટીવી ચેનલો પણ આ માટે આવે છે પણ આ એક પ્રાકૃતિક વૈજ્ઞાનિક રહસ્ય જ રહેવા પામ્યું છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.