શું તમે જાણો છો ? સિકંદરે કેમ ન પીધો અમૃત ભરેલો પ્યાલો

વિશ્વ વિજેતા સિકંદર વિશેની આ વાત તમે નહિં જ જાણતા હોય. એકવાર એવું થયું કે સિકંદરને ખબર પડી કે અમૃત પીવાથી અમરત્વ મળે છે. આથી તે અમૃતની તલાશમાં હતા. દુનિયા આખીને જીતવા માટે તે નીકળી પ઼ડ્યો તેની પાછળનું મુખ્ય કારણ આ હતું. તેને અમૃતની તલાશ હતી. દિવસો વીતતા ગયા. દેશ અને દુનિયાભરમાં ભટક્યા પછી આખરે સિકંદરે એ જગ્યા મેળવી લીધી કે જ્યાં અમૃત પ્રાપ્ત થાય. તે એ ગુફામાં પ્રવેશી ગયો. જ્યાં અમૃતનું ઝરણું હતું. તે આનંદિત થઈ ઉઠ્યો. જન્મ જન્મની આકાંક્ષાઓ જાણે કે પૂરી થવાનો સમય આવી ચૂક્યો હતો. તેની સામે જ અમૃતનું ઝરણું કલ કલ વહતું હતું. તે નમીને હાથથી અંજલિભર જળ લઈને પીવા માટે જેવો વળ્યો તો તેણે જાણ્યું કે તે ગુફામાં તો કાગડો પણ બેઠો હતો. ત્યારે કાગડો બોલ્યો, એ અટકી જા, આ ભૂલ ન કરીશ…
સિકંદરે કાગડા તરફ જોયું. તે ભારે દુર્ગતિની અવસ્થા ભોગવી રહ્યો હતો. તેની પાંખો ખરી પડી હતી. તે આંખે અંધ થઈ ગયો હતો. તે માત્ર એક કંકાલ માત્ર હતો. સિકંદરે કહ્યું કે તું મને રોકવા વાળો કોણ, ત્યારે કાગડાએ જવાબ આપ્યો. પહેલાં મારી વાત સાંભળી લે. હું પણ અમૃતની તલાશમાં હતો. શોધતા શોધતા મને આ ગુફા મળી ગઈ. મેં આ ઝરણાંમાંથી અમૃત પી લીધું. હવે હું અમર થઈ ગયો છે. અલબત્ત મારી અવસ્થા એટલી થઈ ગઈ છે કે હવે હું નવું ખોળીયું ઝંખું છું. હું મરવા માંગું છું પણ મોત મળતું નથી. હું આંખે અંધ થઈ ગયો છું. પાંખો ખરી પડી છે. ઉડી શકતો નથી. પગ પણ બળી ગયા છે. એકવાર મારી હાલત જોઈલે પછી અમૃત પીજે. હું ઈચ્છું છું કે કોઈ મને મારી નાંખે તે માટે હું બરાડા પાડું છું પણ કોઈ મને મારી શકતું નથી. હવે તો હું પરમાત્માને પ્રાર્થના કરું છું કે હવે મને મોત આપો. હવે જીવનમાં એક જ ઈચ્છા છે કે મને કોઈપણ રીતે મોત મળે. પણ મારી દુદર્શા છે કે મને મોત સ્પર્શી પણ શકતું નથી. તેથી એક વાર વીચારી લે. પછી તને ઠીક લાગે તેમ કરજે.
કહેવાય છે કે કાગડા વિશે વિચારતા વિચારતા સિકંદર ગુફામાંથી બહાર આવી ગયો. તે અમૃત પીધાં વગર જ બહાર આવી ગયો. સિકંદર સમજી ચૂક્યો હતો કે મૃત્યુ એ અભિશાપ નથી વરદાન છે. જીવનનો આનંદ એ સમય સુધી જ રહે છે જ્યાં સુધી શરીરનો સાથ મળે અને આનંદ ભોગવવાની સ્થિતિ રહે. નહિં તો પછી એ જીવન જ અભિશાપ થઈ જાય છે.
સિકંદરને મળેલી આ શીખ તમને પણ સમજાયીને.. મૃત્યુથી ન ડરો. તે અભિશાપ નથી પણ વરદાન છે. પણ તે ચોક્કસ સમયે આવે તો ખરેખર ઈચ્છવા યોગ્ય છે. તેનો ડર શાનો ?