શું તમારા રસોડાના સિંકમાં જામી ગઇ છે લીલ તો આ રીતે કરો સાફ, જાણો કિચન ટિપ્સ

ઘરમાં સાફ સફાઇની જવાબદારી ગૃહિણીની હોય છે, તેમાં ઘરમાં સૌથી વધારે કિચનની સફાઇમાં જ સમય લાગે છે. રસોડામાં રોજ તો સફાઇ કરતાં હોઇએ છીએ, પરંતુ ઘણી વસ્તુઓ એવી હોય છે, જેની રોજ સફાઇ થઇ શક્તી નથી. પરંતુ વીકમાં એકવાર સફાઇ કરવી જરૂરી છે. કેટલીક વખત રસોડામાં ભેજનું પ્રમાણે વધારે હોય છે, તેના કારણે ભેજની સ્મેલ આવતી હોય છે. આમ, જો તમે પણ આવી સમસ્યાથી હેરાન પરેશાન છો તો આ ટિપ્સ તમારા માટે એકદમ બેસ્ટ છે.
– એક બાઉલમાં બે કપ પાણી લો, તેમાં એક ચમચી લીંબુનો રસ નાંખો. તે બાઉલને માઇક્રોવેવમાં 5 મિનિટ સુધી મૂકીને, માઇક્રોવેવ ચાલુ કરો. તે બંધ થાય તે પછી ટુવાલ દ્વારા તેને અંદરથી સાફ કરો. આમ, કરવાથી માઇક્રોવેવ પણ સાફ થશે અને તેમાંથી આવતી દુર્ગંધ પણ દૂર થશે.
– રસોડાના સિંકમાં જો લીલ જામી જતી હોય અથવા ચીકાશ થઇ હોય તો બેકિંગ પાઉડરમાં વિનેગર નાંખીને ગરમ પાણી દ્વારા સાફ કરો. જેથી ચીકાશની સમસ્યા દૂર થશે.
– ગરમ પાણીમાં બેકિંગ સોડા નાંખીને ફ્રીઝ સાફ કરી શકો છો. તેનાથી ફ્રીઝમાં થયેલી ચીકાશ, પીળા ડાઘ સહેલાઇથી દૂર થાય છે.
– કિચન કેબિનેટને સાફ કરવા માટે લિક્વિડ સોપ અને વિનેગરનું પાણી બનાવો, તેનાથી કેબિનેટ લુછો, ત્યારબાદ એક સાફ કપડાંને ગરમ પાણીમાં બોળીને કેબિનેટને અંદરથી સાફ કરો.
– વિનેગર ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સફાઇ કામમાં પણ ખૂબ ઉપયોગી છે. જેથી વિનેગરને હંમેશાં રસોડામાં રાખો. તેનાથી પ્લેટફોમ, રસોડાની ટાઇલ્સ, વાસણ વગેરેની સફાઇમાં ઉપયોગી છે.
– બઘું કામ પૂરું થયા બાદ સિંકમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ખાવાનો સોડા નાખવાથી સિંકની પાઇપ સાફ થઇ જશે સાથે જ બેક્ટેરિયાનો નાશ થશે.