શું શિવે કરી નાખ્યો હતો વિષ્ણુના વંશનો સર્વનાશ

ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન શિવના 19 અવતાર થયા છે. તેમાંથી વૃષભ અવતાર ભગવાન શિવે લીધો હતો. એક આખલાના રૂપમાં ભગવાન શિવે અવતાર લીધો કારણકે તેની માયાથી વિષ્ણુ ભગવાન વૈકુંઠને છોડીને અપ્સરાઓ સાથે પાતાળમાં રહેવા લાગ્યા હતા. એ દરમિયાન તેમની રાક્ષસી પ્રવૃત્તિથી ક્રૂર પુત્ર થયા. તેમના આતંકથી દેવતાઓને મુક્ત કરાવવા માટે ભગવાન શિવે પાતાળમાં જઈને વિષ્ણુના વંશનો નાશ કરી નાંખ્યો.
સમુદ્રમંથન ઉપરાંત જ્યારે અમૃત કળશ ઉત્પન્ન થયો ત્યારે તેને દૈત્યોની નજરથી બચાવવા માટે શ્રી હરિ વિષ્ણુએ પોતાની માયાથી બહું જ સારી અપ્સરાઓનું સર્જન કર્યું. દૈત્ય અપ્સરાઓને જોતાં જ એ પર મોહિત થઈ ગયા અને તેને જબરદસ્તીથી ઉઠાવીને પાતાળલોકમાં લઈ આવ્યા. તેમને ત્યાં બંધક બનાવીને અમૃત કળશ મેળવવા માટે પાછા આવ્યા ત્યારે તમામ દેવતાઓ અમૃતનું સેવન કરી ચુક્યા હતા. દૈત્યોએ પુનઃ દેવતાઓ પર ચઢાઈ કરી દીધી, અમૃત પીવાથી દેવતાઓ અજર અમર થઈ ચુક્યા હતા. આથી દૈત્યોને હારનો સામનો કરવો પડ્યો. સ્વયંને સુરક્ષિત કરવા માટે તે પાતાળ તરફ ભાગવા લાગ્યા. દૈત્યોના સંહારનની મંશા લઈને શ્રીહરિ વિષ્ણુ તેમની પીછે પીછે પાતાળ જઈ પહોંચ્યા અને ત્યાં સમસ્ત દૈત્યોનો વિનાશ કરી દીધો.
દૈત્યોનો નાશ થતાં જ અપ્સરા મુક્ત થઈ ગઈ. જ્યારે તેમને મનમોહિની મૂરત વાળા શ્રીહરિ વિષ્ણુને જોયા ત્યારે તે તેમના પર આસક્ત થઈ ગયા. અને તેમણે ભગવાન શિવ પાસે શ્રી હરિ વિષ્ણુને તેમના સ્વામી બની જવાનું વરદાન માંગ્યું. પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન શિવ સદૈવ તત્પર રહે છે. તેથી તેમણે પોતાની માયાથી શ્રીહરિ વિષ્ણુને પોતાના તમામ ધર્મ તેમજ કર્તવ્યોને ભૂલીને અપ્સરાઓની સાથે પાતાળ લોકમાં રહેવાનું કહ્યું.
શ્રીહરિ વિષ્ણુ પાતાળ લોકમાં નિવાસ કરવા લાગ્યા. તેમણે અપ્સરાઓથી કેટલાંક પુત્રોની પ્રાપ્તિ પણ થઈ પણ તે પુત્ર રાક્ષસી પ્રવૃત્તિના હતા. તેમણે ત્રણેય લોકમાં ભારે આતંક મચાવી દીધો હતો. તેમના અત્યાચારોથી દેવતાઓ ત્રસ્ત થઈ ગયા હતા. તેમણે શિવજીને શ્રીહરિના પુત્રોનો સંહાર કરવા પ્રાર્થના કરી.
દેવતાઓને વિષ્ણુ પુત્રોના આતંકથી મુક્ત કરાવવા માટે ભગવાન શિવ એક આખલાના અવતારમાં પાતાળ લોક પહોંચ્યા. ત્યાં જઈને ભગવાન વિષ્ણુના તમામ પુત્રોનો સંહાર કરી નાંખ્યો. પોતાના વંશનો નાશ થતો જોઈને શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ ગયા અને ભગવાન શિવ રૂપી આખલા પર આક્રમણ કર્યું પણ તે તમામ વખત નિષ્ફળ ગયા.
બંને વચ્ચેનું યુદ્ધ ઘણો સમય ચાલ્યું આમછતાં બંનેમાંથી કોઈને હાનિ ન થઈ કે ન થયો લાભ. અંતમાં જે અપ્સરાઓએ શ્રીહરિ વિષ્ણુને પોતાના વરદાનમાં બાંધીને રાખ્યા હતા, તેમને મુક્ત કરી દીધા. આ ઘટના પછી જ્યારે ભગવાન વિષ્ણુને તે વિશે જાણ થઈ ત્યારે તે ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા.
તે પછી ભગવાન શિવના કહેવાથી શ્રીહરિ વિષ્ણુ વૈકુંઠ લોક પાછા ફર્યા. જતાં પહેલાં તે પોતાનું સુદર્શન ચક્ર પાતાળ લોકમાં જ છોડી ગયા. જ્યારે તે વિષ્ણુ લોક પહોંચ્યા ત્યારે તેમને ભગવાન શિવ થકી એક અન્ય સુદર્શન ચક્રની પ્રાપ્તિ થઈ.