શું ખરેખર કેટરિના કેફે કરી લીધી વિકી કૌશલ જોડે છાનેમાને સગાઇ, જાણો હકીકત કે અફવા!!!

શું ખરેખર કેટરિના કેફે કરી લીધી વિકી કૌશલ જોડે છાનેમાને સગાઇ, જાણો હકીકત કે અફવા!!!

ઘણા બોલિવૂડ કપલ લગ્ન અને સગાઈ કરી રહ્યા છે. આ દરમિયાન, એવા સમાચાર આવી રહ્યા છે કે દરેકની ફેવરિટ કેટરિના કૈફ અને વિકી કૌશલની સગાઈ થઈ ગઈ છે. આ સમાચારના આવવાથી બોલિવૂડના કોરિડોરમાં ખલબલી મચી ગઇ છે. હમણાં સુધી, સગાઈના સમાચાર ઔપચારિક રીતે જાહેર કરવામાં આવ્યા નથી. અત્યારે તેને માત્ર અફવા તરીકે જોવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, વિરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું કે, ‘સગાઈની અફવાછે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનએ રોકા કરી લીધા છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. ત્યાં સુધી આ સમાચાર અફવા છે. કેટરીના કૈફ અને વિકી કૌશલની સગાઈમાં કેટલું સત્ય છે, તે સત્તાવાર જાહેરાત બાદ જ ખબર પડશે. જણાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વિરલ દ્વારા ડિલિટ કરી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ગયા મહિને પણ આવા સમાચાર સામે આવ્યા હતા, કેટરીના કૈફ અને વિકી કૌશલ લગ્ન કરવાના છે. બંને તેમના અફેરને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ બંનેએ આજ સુધી ક્યારેય તેમના અફેરના સમાચારો વિશે વાત કરી નથી. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. વિકી કૌશલને પણ કેટરીનાના ઘરની બહાર ઘણી વખત જોવા મળ્યો હતો. વળી, વેકેશન પર જવા, ઉજવણી કરવા બાબતે બંને સાથે ઘણી ચર્ચાઓ થઈ.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કેટરિના કૈફ હવે રોહિત શેટ્ટીની નિર્દેશિત ફિલ્મ ‘સૂર્યવંશી’માં અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ સિવાય તે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફિલ્મ ‘ફોન ભૂત’માં જોવા મળશે. સાથે જ કેટરિના કૈફ સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર 3’માં પણ જોવા મળશે. તેમજ, વિકી કૌશલ ઘણા પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યો છે. આશા છે કે બંને જલ્દી ફિલ્મી પડદે સાથે જોવા મળશે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.