શું ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે? અંબાલાલે કરેલી આગાહી તમારે જરૂર જાણવી

શું ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?  અંબાલાલે કરેલી આગાહી તમારે જરૂર જાણવી

ગુજરાતમાં વરસાદની મોસમ જામી છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 24 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ છે. ખાસ કરીને 24, 25 અને 26 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શકયતા છે. તો અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આગામી 4 દિવસ સારા વરસાદની આગાહી

રાજ્યાના હવામન વિભાગે ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે આગામી ચાર દિવસમાં રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરત સહિત અનેક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના દરિયાકિનારા સુધી વરસાદી સિસ્ટમ ઉદભવી છે. બંગાળની ખાડીમાં ઉદભવેલા લો પ્રેશરની અસર ગુજરાતમાં થશે. તો હવામાન વિભાગ દ્વારા એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કે, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પણ આવી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની સંભાવના

મહત્વનું છે કે રાજ્યના અનેક જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ નોંધાયો છે તેમજ ગીર સોમનાથ, દ્વારકા સહિતના પંથકમાં સારો એવો વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના અપાઈ છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.