સ્ત્રીઓ ને રાત્રે ક્યા કામ કરવાની ઈચ્છા થાય છે, જાણી ને તમને પણ શરમ આવી જશે..

સ્ત્રીઓ ને રાત્રે ક્યા કામ કરવાની ઈચ્છા થાય છે, જાણી ને તમને પણ શરમ આવી જશે..

મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે, જે ઘરમાં મહિલાનું સન્માન નથી થતું. પતિ કે પુરુષ સભ્યો દ્વારા તેમનું અપમાન કરવામાં આવે તે ઘરનો સર્વનાશ થાય છે. માટે ઘરમાં સુખ-શાંતિ અને વૈભવ માટે સ્ત્રીનું સન્માન થવું જોઈએ. હિન્દુ ધર્મમાં મહિલાઓને ગૃહિણી પણ કહેવામાં આવે છે. ગૃહિણી ઘરની લક્ષ્મી પણ છે. માટે           મહિલાઓ ની ઘરમાં સુખ-શાંતિ માટે કેટલાક એવા કામ છે જે રાતના સમયે ભૂલથી પણ ના કરવા જોઈએ.

પતિ-પત્ની જ્યારે જ્યારે જાતીય સંબંધ બાંધે છે ત્યારે તેઓ એકમેક પાસે પોતાનો પ્રસ્તાવ કઈ રીતે મૂકે છે? ભારતમાં જ્યાં નિરક્ષરતા, સંકોચ, રૂઢિચુસ્તના અને વહેમો પારાવાર પ્રમાણમાં પ્રવર્તે છે ત્યાં આ બાબત જાણવી રસપ્રદ થઈ પડશે. સેક્સનો પ્રસ્તાવ, યા પ્રપોઝલ યા માગણી રજૂ કરવા માટે ભારતીય સ્ત્રી-પુરૂષો તરહતરહની શૈલીઓ અપનાવે છે. આ અંગે વિશેષ સર્વેક્ષણો થવા જોઈએ… પણ સેક્સોલોજીસ્ટના તારણો કંઈક આવું કહે છે.

મારૂં સૌ પ્રથમ નિરીક્ષણ એ છે કે ઘણાં ખરાં યુગલોમાં ‘સેક્સ માટેની પહેલ’ પુરૂષો જ કરે છે અને તે પણ ‘ભાષારહિત’ એટલે કે ‘નોનવર્બલ’ રીતે! આપણા સમાજમાં શરમ, સંકોચ ગીલ્ટ, છોછ તથા ક્ષોભને કારણે આમ પણ સેક્સ વિષયક કૉમ્યુનિકેશન ખૂબ જ ઓછું જોવા મળે છે. આથી પતિ-પત્ની જ્યારે એકમેક સમક્ષ સેક્સ માણવાની ઈચ્છા વ્યક્ત કરે ત્યારે ‘શાબ્દિક’ પ્રસ્તાવ ઓછો અને અશાબ્દિક’ વધુ જોવા મળે છે.લગ્નના શરૂઆતના થોડાં  અઠવાડિયાઓ કે મહિનાઓ બાદ કરતાં, મોટા ભાગના દંપતી કામસુખ આંતરે આંતરે તથા અનિયમિત રીતે માણતા હોય છે આથી જ્યારે તેમણે કામસુખ માણવું હોય ત્યારે પાર્ટનરને કૉમ્યુનિકેટ કરવું પડે છે. મોટાભાગના યુગલો પરસ્પર સહમતીથી બેઉને ફાવી જાય એવી કોઈક સાહજિક શૈલી અપનાવી લેતાં હોય છે અને બેઉને તે ફાવી જતી હોય છે.

પરંતુ કેટલાક યુગલો વર્ષો સુધી ‘સેક્યુઅલ પ્રપોઝલ’ને મુદ્દે ગૂંચવણ, મૂંઝવણ, અકલામણ, અસ્વસ્થતા, વિરોધાભાસ યા ગુંગળામણ અનુભવતા જોવા મળે છે. ઓછું બોલતા, શરમાળ, હતાશા, મનોરૂગ્ણ, કુઠિત, ભગ્નાહૃદયી તથા શૂન્યમનસ્ક અવસ્થામાં જીવતા લોકો પોતાના પાર્ટનર પાસે ખૂલીને મોકળે મને સેક્સની માગણી કરતા અચકાય છે.

એક દંપતીનો કિસ્સો જુઓ. પતિ-પત્ની વચ્ચે મહિને માંડ એકાદવાર શરીર સુખનો પ્રસંગ બનતો હતો. પતિને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘મારી તો ખૂબ  ઈચ્છા હોય છે પણ મારી પત્નીને ખાસ ઈચ્છા હોતી નથી આથી અમે સેક્સસંબંધ ટાળીએ છીએ.’ પત્નીને એકલામાં જ્યારે એમ પૂછવામાં આવ્યું કે  આપને ઈચ્છા શા માટે નથી? તો એણે  આશ્ચર્યથી કહ્યું કે ‘મને તો ઈચ્છા હોય છે પણ મારા પતિ પહેલ ન કરે તો હું શું કરૂં?’ પત્નીને જ્યારે હકીકત જણાવવામાં આવી કે આપના પતિને લાગે છે કે તમે શુષ્ક અને નિરસ છો તો તેણે કહ્યું, ‘મારાથી થોડું જ કંઈ મારી વાસનાઓની વાત પતિ સમક્ષ જાહેર કરાય?’

તો વાત આમ છે. આપણા સમાજમાં પતિ-પત્ની એકમેકના મનની આંતરિક સંવેદનાઓ બાબતે કેવળ ધારણાથી જ ચલાવી લેતા હોય છે. ઉપરોક્ત કિસ્સામાં બેઉ પક્ષે કામેચ્છાની કમી નહોતી, પરંતુ શરૂઆત યા પહેલ ઈનીશીયેટીવ ન થવાને લીધે ઉભયપક્ષે માની લીધું કે સામેનો પાર્ટનર કામેચ્છા વિનાના છે.

શારીરિક રીતે પહેલ કરવી એ બાબત અઘરી હોવા છતાં કેટલાક પુરૂષો  અચૂક પ્રયોજતા હોય છે. નીમ્નસૂચિત વાક્યો પ્રયોજાતા હોવાનું જાણવા મળે છે. અલબત્ત, હજુ તો અનેક યુગલો એવા હશે જેઓ આ સિવાયના વાક્યો યા શબ્દપ્રયોગો પ્રયોજતા હશે. કેટલાક પુરૂષો ‘આજે તું તૈયાર રહેજે’, યા ‘આજે મને મૂડ છે’, ‘આજે મારી ઈચ્છા છે’ જેવા વાક્યો કહેવાનું રાખે છે.

તો કેટલાક પ્રશ્નાર્થના રૂપમાં પત્નીને પૂછી લે છે. જેમ કે, ‘તું આજે મૂડમાં છે?’ યા તો ‘પ્રોગ્રામ બનાવવો છે?’ યા તો ‘તારી ઈચ્છા છે ખરી?’ – જેવા પ્રશ્નો સામાન્ય છે. ‘આજે મળવું છે’ યા ‘ભેગા થવું છે’ યા ‘સંબંધ બાંધવો છે’ યા ‘મેળાપ કરવો છે’ – જેવા મિતાક્ષરી સૂચનો પણ કરી જોવાય છે.

કમનસીબે ઘણાં નિરક્ષર યુગલો તેમની પ્રપોઝલ્સ એવી ભાષામાં રજૂ કરે છે, જે શબ્દશ: આ લેખમાં  અભદ્ર ભાષાપ્રયોગને કારણે સમાવી શકાય એમ નથી. પરંતુ સેક્સ માટે કામ, કામકાજ, કરવું, મિલન, કાર્યક્રમ, મઝા, જલસા… વગેરે શબ્દપ્રયોગો અલગ અલગ અલગ રીતો લોકો પ્રયોજી લેતાં જોવા મળે છે. ક્યારેક પરભાષી શબ્દ પ્રયોગો જોવા જેવા કે એન્જોય, રોમાન્સ, લવમેકીંગ ઈશ્ક, પ્યાર-મુહબ્બત વગેરે પણ પુરૂષો પ્રયોજી જાણે છે.

પ્રપોઝલ મૂકતી વખતે પુરૂષો ક્યારેક ‘આજે ટાઈમ છે?’ યા ‘બારણું બંધ કર’, અથવા ‘લાઈટ બંધ કર’ અથવા ‘નજીક આવ’ અથવા ‘બાળકો સૂઈ ગયા?’ યા તો ‘જાગવું છે?’ જેવા અર્ધદગ્ધ શબ્દો ય પ્રયોજી જાણે છે. તો સ્ત્રીઓ પણ ‘જરા પગ દબાવી દો ને!’ યા તો ‘પેલો રેશમી ગાઉન પહેરી લઉં?’ યા તો ‘આજે નિંદર નથી આવતી’ અથવા ‘ઠંડી લાગે છે, જરા નજીક આવી જાવ ને!’ જેવો આડકતરા, ઈંગિતોભર્યા શબ્દો પ્રપોઝ કરી જુએ છે.

કેટલીક વધુ શરમાળ પ્રકૃતિની સ્ત્રીઓ ‘કાલે તો રજા છે, મોડા ઉઠીશું તો ચાલશે ને?’ અથવા ‘બહુ દિવસ થઈ ગયા, આજકાલ બહુ થાકી જાવ છો?’  ‘આજે ઉજાગરો થાય એમ છે?’ – જેવાં વધુ  આછેરા સજેશન્સ થકી તેમની માગણીઓ રજૂ કરે છે.

વળી કેટલાક બરછટ પુરૂષો સીધેસીધી વસ્ત્રહિન થવાની માગણી પણ કરી દેતા હોય છે. તો સામે છેડે પુષ્કળ પ્રેમમાં હોય એવા યુગલો’ તું પેલા ડ્રેસમાં જ સરસ લાગે છે, એ પહેરી લે’  અથવા ‘જરા થોભો હું તૈયાર થઈને  આવું છું.’ જેવા ખૂબ કામુક નિમંત્રણો દ્વારા પણ પ્રપોઝલ રજૂ કરતાં હોય છે.

જો કે કેવળ અર્થસભર સ્પર્શ કરવો, એક જ રજાઈમાં નજીક જઈ સૂઈ જવું, ચોક્કસ વર્તન કરવું, આંખોના ઈશારાથી વાતકરવી, સેક્સ પહેલાના ફીક્સ રીચ્યુઅલ્સ ફોલો કરવા, ખાસ ખોરાક કે ડ્રેસ પહેરવા, સ્નાન કરવા જેવી ક્રિયાઓ દ્વારા સૂચન કરવું, ચોક્કસ બેડશીટ સજાવવી, રૂમનું વાતાવરણ યા સંગીત દ્વારા કહેવું… જેવા નોનવર્બલ  ઈગિતો પણ ઘણા યુગલોની વહારે આવતાં હોય છે.

અલબત્ત જેઓએ સેક્સને દૈનિક ધોરણે રોજેરોજ ભોગવવાની રીતરસમ બનાવી દીધી હોય તેઓના જીવનમાં આવા કોઈ કૉમ્યુનિકેશન, પ્રપોઝલ કે ઈગિતને સ્થાન નથી રહેતું. તેઓ નિયમાનુસાર જેમ ઉઠે છે, નહાય છે, ચાહ પીવે છે, તૈયાર થાય છે, જમે છે, બ્રશ અને શેવીંગ કરે છે તે જ રીતે સેક્સ ભોગવે છે અને ઊંઘી જાય છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *