મહિલા અને પુરૂષોની પસંદગી જેમ અલગ અલગ હોય છે તેમજ તેમની ટેવ અને આદતો પણ અલગ જ હોય છે. આ ઉપરાંત તેમના રતિક્રિડા માણવાનો સમય અને ઈચ્છાનો સમય પણ અલગ અલગ હોય છે. એક સર્વેક્ષણથી આ વાત વધુ સ્પષ્ટ થઈ છે કે, મહિલાઓમાં સૂતા પહેલાં રાતના 11.21 વાગે રિલેશન રાખવાની ઈચ્છા થાય છે, તો પરૂષોમાં સવારે 7.54 વાગે સંબંધ બનાવવાની ઈચ્છા થાય છે. સર્વેક્ષણમાં એવું પણ જાણવા મળ્યું છે કે, મહિલાઓમાં રાત્રે 11થી 2 વાગ્યા સુધી યૌનસંબંધ બનાવવાની ઈચ્છા ચરમ સીમાએ હોય છે.
આમ, જ્યારે પુરૂષોમાં સવારે 5થી 9 વાગ્યા સુધી યૌનસંબંધ બનાવવાની ઈચ્છા પ્રબળ હોય છે. એક સર્વે અનુસાર પુરૂષ નાસ્તા પહેલા યૌનસંબંધ બનાવવા માટે તૈયાર રહે છે, જ્યારે મહિલાઓ રાતના સમયે યૌનસંબંધ બનાવવાની ઈચ્છા રાખે છે. બ્રિટનમાં 2300 લોકો પર કરવામાં આવેલા સર્વેક્ષણમાં આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યુ છે કે, લોકો એવા સાથી સાથે ઘર વસાવવા માંગે છે જેનામાં યૌનસંબંધ બનાવવાની ઈચ્છા સમાન હોય.
એક અહેવાલ અનુસાર 68 ટકા મહિલાઓ અને 63 ટકા પુરૂષોએ કોઈ એવા વ્યક્તિ સાથે પ્રેમસંબંધ બનાવ્યા છે કે, જેમની રતિક્રિડાની ઈચ્છા પોતાની ઈચ્છાથી અલગ હોય. સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, પુરૂષોમાં સવારના સમયે યૌનસંબંધ બનાવવાની ઈચ્છા પ્રબળ હોય છે, પણ આ દરમિયાન માત્ર 11 ટકા મહિલાઓમાં જ યૌનસંબંધની ઈચ્છા હોય છે, જ્યારે એ સૂતા પહેલા ફક્ત 16 ટકા પુરૂષો જ યૌનસંબંધ બનાવવા માટે ઈચ્છુક હોય છે.