સ્ત્રીઓને મજબુત અને કસરતી શરીર ધરાવતા યુવાનો વધારે પસંદ પડે છે કે સુંદર ચહેરો ધરાવતા યુવનો ? તાજેતરમાં જ આ અંગે એક રીપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે જે દેશમાં રોગચાળો અને અન્ય સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પ્રમાણમાં વધારે હોય તેવા દેશમાં સ્ત્રીઓને મજબુત બાંધો ધરાવતા પુરુષો પ્રમાણમાં વધારે પસંદ આવે છે.
બુધવારે પ્રકાશિત કરવામાં આવેલા એક રીપોર્ટમાં આ હકિકતો જાહેર કરવામાં આવી છે. સ્ત્રીઓને પુછવામાં આવ્યું હતું કે તેમને મજબુત બાંધો ધરાવતા પુરુષો ગમે છે કે સેક્સી લુક ધરાવતા યુવાનો વધારે પસંદ પડે છે? ત્યારે ઉપરોક્ત હકિકતો જાણવા મળી હતી. સ્કોટલેન્ડ યુનિર્વસિટીના મનોચિકિત્સકોએ આ અભ્યાસ કર્યો છે.
આ અભ્યાસ સંશોધકો દ્વારા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. ઇન્ટરનેટ પર 4,500 સ્ત્રીઓને આ સર્વેમાં ભાગ લેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં સ્ત્રીઓની સમક્ષ 24 પુરુષોની જોડમાંથી એક ફોટાની પસંદગી કરવા કહેવામાં આવ્યું હતું. આ બે ફોટામાં એક ફોટો શરીરનો મજબૂત બાંધો ધરાવતા યુવાનનો મુકવામાં આવ્યો હતો જ્યારે બીજો ફોટો આકર્ષક ચહેરો ધરાવતા યુવાનનો મુકવામાં આવ્યો હતો.
આ અભ્યાસમાં જાણવા મળ્યું કે જે દેશોમાં રાષ્ટ્રીય આરોગ્યનો આંક નિચો હતો તે દેશોમાં સંશોધકોને સ્ત્રીઓને કસરતી શરીર ધરાવતા યુવાનો વધારે પસંદ કરતા હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે દરેક દેશ અને તેની સભ્યતા પ્રમાણે સ્ત્રીઓની પસંદગી પર અસર પડતી હોય છે. જોકે સંશોધકોએ જણાવ્યું હતું કે બિનઆરોગ્યપ્રદ વાતાવરણ ધરાવતા દેશમાં સ્ત્રીઓ પૌરુષત્વ ધરાવતા યુવાનો પસંદ કરી શકે છે,
પરંતુ કદાચ તેમના બાળકોને ઉછેરવા તૈયાર ન પણ થઇ શકે. અભ્યાસ દરમિયાન સંશોધકોના ધ્યાન પર એ બાબત પણ આવી હતી કે આ પ્રકારનું શરીર ધરાવતા યુવાનો સાથે સ્ત્રીઓ ટુંકાગાળાના જ સંબંધો બાંધવાનું વધારે પસંદ કરે છે.