શ્રી કૃષ્ણ ભગવાને ગીતા માં કહ્યું છે કે કરેલ કર્મ કેવી રીતે ભોગવવું પડે છે સત્ય ઘટના પર આધારિત આ લેખ જરૂર વાંચવો જોઈએ

શ્રી કૃષ્ણ ભગવાને ગીતા માં કહ્યું છે કે કરેલ કર્મ કેવી રીતે ભોગવવું પડે છે સત્ય ઘટના પર આધારિત આ લેખ જરૂર વાંચવો જોઈએ

ઈશ્વરની રચેલી આ સૃષ્ટિમાં પ્રત્યેક વસ્તુ-ઘટના અને સ્થિતિનું એક મહત્ત્વ હોય છે, એક રહસ્ય હોય છે. અહીં કશું ય અમસ્તુ જ નથી બનતું. કાળચક્રની નિશ્ચિત ગતિ સાથે દરેક ઘટનાનો એક સંયોગ હોય છે.

આ સૃષ્ટિ કુદરતના કાનૂન પર ચાલે છે, ઈશ્વરીય આદેશને સમજીને ચાલતા શીખી જવું એ માનવધર્મ છે. એક વાર જન્મ લીધો કે એ ધર્મને, એ આદેશને અને કુદરતના કાનૂનને સ્વીકારીને, અનુસરીને જ ચાલવું પડે, કેમ કે માણસ દ્વારા કરાતા પ્રત્યેક કર્મનો અહીં હિસાબ થાય છે. કરેલું નાનકડું કર્ણ પણ તેનું સારું કે ખરાબ ફળ આપ્યા વગર છોડતું નથી પછી તેના માટે જીવન ઓછું પડે તો બીજો જન્મ અથવા અનેક જન્મો પણ લેવા પડે છે તે સત્ય છે.

આ એ કર્મનો સિદ્ધાંત છે જે શ્રીકૃષ્ણએ ગીતામાં વર્ણવ્યો છે. ગીતાજીમાં એમ પણ કહે છે કે તું કર્મ કર ફળની ઈચ્છા ના રાખ. એને સરળ ભાષામાં સમજીએ તો કોઈ માણસ આગમાં હાથ નાખવાનું કર્મ કરે છે તે પછી તેનું ફળ તેના હાથમાં નથી હોતું. આગમાં હાથ નાખ્યો તો દાઝવાનો તો ખરો જ. દાઝવાનું એ ફળ કુદરત નક્કી કરે છે. કહેવાનું એ કે માણસ કાંઈ પણ કર્મ કરવા સ્વતંત્ર છે પણ તેના ફળ બાબતે તે કુદરત અને કર્મના સિદ્ધાંત પર આધારિત છે, તે જે ન્યાય કરે તે ભોગવવો જ પડે.

જરૃરી નથી કે માણસ દ્વારા કરાતા દરેક નાના- મોટા કર્મનું તરત જ ફળ મળે. જેમ કે તમે બેંકમાં રૃપિયા જમા કરાવો છો તો બેંક કાંઈ તરત હાથમાં વ્યાજ ના પકડાવી દે, ખેડૂત બીજ વાવે ને તરત પાક લણવા ના મળે, આમ કર્મ કોઈ પણ હોય તેના પ્રકાર મુજબ કેવું, ક્યારે અને કેટલું ફળ આપવું તે કુદરત કહો કે ઈશ્વર નક્કી કરે છે.

ઘણા કર્મો એવા હોય છે જેના ફળ વર્ષે પાંચ વર્ષે કે જીવન દરમિયાન ગમે ત્યારે મળતાં હોય છે તેનો ભોગવટો કરવો પડે તેવા સંજોગો ઊભા થાય કે તરત ફળ ખોળે આવી પડે!

આમ જો કોઈ એવું માની લે કે મેં ફલાણાને ખરો છેતર્યો અથવા બે- પાંચ લાફા મારી દીધા ને વાત પૂરી થઈ. પણ ના વાત એમ પૂરી થતી નથી. સમય અને સંજોગો આવ્યે આવું કરનારને એવી જ કોઈક રીતે તેના પરિણામો ભોગવવાના તો આવે જ છે! અને આવાં સંચિત થયેલા ઝીણા મોટાં કર્મો ભોગવ્યા વગર માણસ જીવ છોડી દે છે તો તેના ફળ તેને બીજા જન્મોમાં પણ ભોગવવાના તો આવે જ છે, જેને આપણે નસીબ અથવા ભાગ્ય કહીએ છીએ. ગ્રહો પણ ફળ ભોગવવામાં નિમિત્ત બને છે.

કોઈ બાળક જન્મથી જ અંધ, અપંગ કે અન્ય ખામી ધરાવતું હોય તો જોઈને વિચાર આવે કે તેણે શા પાપ કર્યાં છે હજુ તો દુનિયા જોઈ પણ નથી વગેરે પણ અહીં પેલા સંચિત કર્મોના ફળની અસર જોઈ શકાય. હિંદુ માન્યતા મુજબ બાળક જન્મતાની સાથે જે કાંઈ કુંડળીમાં, લખાવીને આવે છે, જેવું ઘર પૈસો, દેખાવ વગેરે તેને મળે છે તે તેના પાછલા કર્મોનો નવો હિસાબ હોય છે ત્યારબાદ તેનો ભોગવટો પૂરો થઈ જાય ત્યારે જેવા સંજોગો રચાય છે તેને એવું કહેવાય છે કે નસીબ આડેનું પાંદડુ ખસી ગયું વગેરે. ક્યાંકથી કોઈ દાતાએ દાન કરેલી મળી જવાથી અંધાપોે દૂર થઈ જાય તેવું પણ બનતું જ હોય છે ને!

અનેક ધર્મોમાં કર્મ અને તેના ફળની વાત વણી લેવાઈ છે. પણ છતાં દરેક ધર્મમાં દેશ, કાળ, પરિસ્થિતિ મુજબ થિયરીઓ અને માન્યતાઓ અલગ અલગ હોય છે, ઘણા વિરોધાભાસ અને મતમંતાતરો જોવાય છે ખાસ કરીને પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક અને પુનર્જન્મ વિશેની માન્યતાઓ ભિન્ન જોવા મળે છે. પરિણામે કર્મ અને તેના ફળ વિશે એક સર્વસામાન્ય સિદ્ધાંત બની શક્યો નથી.

ઘણા લોકો માનતા હોય છે કે પુણ્ય કરીએ એટલે પાપ ધોવાતા જાય પણ એવું નથી હોતું પુણ્ય તેની જગ્યાએ છે ને પાપ તેની જગ્યાએ. બેઉ કર્મોના કુદરતના કાયદા મુજબના ફળો તો જુદી જુદી રીતે જ ભોગવવાના આવે છે. સારા કર્મોના ફળરૃપે સુખ ભોગવવા અને પાપ કર્મના ફળ રૃપે દુઃખ, તકલીફો ભોગવવા માટે પણ દેહ ધારણ કરવો જ પડે છે અને એ નવા જન્મ દરમિયાન સુખ કે દુઃખ ભોગવવાની સાથે નવા નવા કર્મોના પોટલા પણ ફરીથી બંધાતા જ રહે છે. આમ ને આમ જન્મ મરણનું અને ફરી જન્મનું અનંત ચક્ર ચાલતું જ રહે છે.

અનેક ધર્મોમાં મોક્ષનો મહિમા કરાયો છે. સંચિત થયેલા સારા-ખરાબ કર્મોના ફળો પૂરેપૂરા ભોગવાઈ જાય અને નવા ક્રિયામાણ કર્મો ના થાય ત્યારે જ્ઞાાનરૃપી ચક્ષુઓ ખૂલવાની શરૃઆત થાય છે. માણસે અકર્મ બનીને નહીં પણ એ રીતે નવા ક્રિયામાણ કર્મો કરવા જોઈએ જેના ફળ ભોગવવા ના પડે, કર્મોના બંધન મોક્ષ ના માર્ગને રૃંધે નહીં.

આમાંથી સામાન્ય માણસોએ એ બોધપાઠ લેવો જોઈએ કે ક્રોધ, લોભ, મોહ, માયા, હિંસા, વેર-ઝેરને જીવનમાંથી વિદાય આપવી. નિર્લેપભાવે, સમતાપૂર્વકનું જીવવાની ટેવ પાડવી. મન-વચન અને કર્મ પર ખૂબ સંયમપૂર્વક ધ્યાન રાખી તે મુજબ જીવન જીવવાથી મન અને આત્મા શુધ્ધ રહે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *