ઊંઘ દરેક સજીવ માટે જરૂરી છે. જો આપણને ઊંઘ પૂરતા પ્રમાણમાં ન મળે તો આપણું સ્વાસ્થ્ય બગડતા વાર નથી લાગતી. ઊંઘ વિષે તમે આગળ બીજા લેખ વાંચ્યા જ હશે. પણ આજે તમને જે જણાવવાં જઈ રહ્યા છીએ, કદાચ એ તમે પહેલા ક્યારેય નહિ જાણ્યું હોય. મિત્રો આજે અમે તમને એક એવી જાણકારી સાથે પરિચિત કરાવવાના છીએ, જેના વિષે જાણીને તમે પણ ચકિત થઇ જશો.
આપણા માંથી ઘણાની ઊંઘ કોઈક વાર રાતના સમયે ખુલી જાય છે. આપણા શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની ઊંઘ ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ખુલે છે, તો તેના પાછળ કઈને કઈ દિવ્ય શક્તિનો સંકેત જરૂર છુપાયેલો હોય છે. હવે આ વાતમાં કેટલુ સત્ય છે, તે તો તમને આખો લેખ વાંચીને જ ખબર પડશે. તો ચાલો હવે તમને આ રસપ્રદ જાણકારી વિષે થોડું વિસ્તારમાં જણાવીએ.
હા તો મિત્રો ઘણી વખત આપણી સાથે એવું થાય છે, કે રાત્રે ખુબ જ ઊંડી ઊંઘમાં સુવા છતાં પણ આપણે અચાનક જ વચ્ચેથી ઉઠી જઈએ છીએ. માન્યું કે કેટલાક લોકો તેને નોર્મલ વાત સમજીને અવગણે છે અને ફરીથી સુઈ જાય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે જો તમારી ઊંઘ એવી જ રીતે અચાનક ઉડી જાય છે, તો આ હકીકતમાં જરાય સામાન્ય નથી. માટે ભૂલથી પણ આ વસ્તુને અવગણો નહી.
જો આપણે સીધા શબ્દોમાં કહીએ તો તેના પાછળ પણ કોઈ સંકેત છુપાયેલા હોય છે. હવે તેમાં તો કોઈ શંકા નથી કે આ દુનિયામાં વ્યક્તિના જીવનમાં કોઈ પણ વસ્તુ કામ વગરની નથી. ત્યાં સુધી કે વ્યક્તિ જયારે ઊંઘમાં સપનું જુએ છે, તો તે સપનાનું પણ કઈક કારણ તો જરૂર હોય છે. માટે આજે અમે તમને એના વિષે જણાવીશું કે રાત્રે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી જવા પાછળ શું કારણ હોય ?
1) તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સવારે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચેના સમયને અમૃત વેળા કહેવામાં આવે છે. અને એ જ કારણ છે કે આ સમય દરમિયાન ઘણી અલૌકિક શક્તિઓનો પ્રવાહ પણ થાય છે. જણાવી દઈએ કે આ શક્તિઓ તમને ઘણા પ્રકારના સંકેતો આપે છે. તમારે આ સંકેતોને માત્ર સમજવાની જરૂર છે.
મિત્રો તમને એ જાણીને ખુશી થશે કે આ અલૌકિક શક્તિઓ ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે માત્ર તે લોકોને જગાડે છે, જેને તે ખુશ જોવા માંગે છે. જી હાં, તેનો અર્થ એ થયો કે જો તમારી ઊંઘ ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે ખુલે છે, તો આ શક્તિઓ તમને ખુશીઓ આપવાનો સંકેત આપે છે.
2) ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે તમારી આંખ ખુલવાનો અર્થ છે, કે તમારા ઘરમાં ધન અને ધાન્યમાં વૃદ્ધિ થવાની છે અને તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે. આમ પણ સવારે ઉઠવું માત્ર મન માટે જ નહી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું હોય છે. પરંતુ સવારે ઉઠવાના ઘણા ધાર્મિક લાભ પણ હોય છે. જે લોકો સવારે જલ્દી ઉઠે છે. તે હંમેશા પોતાને ફ્રેશ અનુભવે છે. તેની સાથે જ સવારે જલ્દી ઉઠવાવાળા લોકો કુદરતનો પણ ભરપુર આનંદ લે છે. એટલા માટે જો તમારી ઊંઘ પણ ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે ખુલે છે, તો તમે હકીકતમાં ઘણા ભાગ્યશાળી છો.
માન્યું કે આ દુનિયામાં ઘણા લોકો છે. જે શાસ્ત્રોમાં કહેલી વાતો પર વિશ્વાસ નથી કરતા. પરંતુ અમે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કોઈ પણ વાત કારણ વગર નથી કહેવામાં આવતી. શાસ્ત્રો મુજબ જે લોકો ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે ઉઠે છે અથવા જેની ઊંઘ આ દરમિયાન ઉડે છે, તે લોકો હકીકતમાં ખુશનસીબ જ હોય છે.
જે વાચક મિત્રોનો આવો અનુભવ હોય એ કોમેન્ટમાં ખાસ લખે. કારણ કે અમારા ધ્યાનમાં જ એવા એક વ્યક્તિ છે, જે કન્ટ્રશનનું કામ કરે છે અને એમને આ સમય માટે ઊંધ ઉડી જાય છે. આ અડધા કલાકના સમયમાં તે આખા દિવસમાં કઈ સાઈડ? પર કેટલું કેટલા મજુરો? દ્વારા કેટલા સમય કામ કરવું? બધું જ મગજમાં ગોઠવાઈ જાય છે અને પછી ઊંધ આવી જતા ૬ વાગે ઉઠે છે. પણ ૪ વાગે તે દરરોજ અચાનક જ ઉઠી જાય છે આ એમનો જાત અનુભવ છે.