શ્રાવણના પહેલા શુક્રવારે કરો માં જીવંતિકા વ્રત, સંતાનોની રક્ષા માટે આ રીતે કરો પૂજન અર્ચના

શ્રાવણના પહેલા શુક્રવારે કરો માં જીવંતિકા વ્રત, સંતાનોની રક્ષા માટે આ રીતે કરો પૂજન અર્ચના

પવિત્ર શ્રવણ માસના પ્રથમ શુક્રવારે ‘જીવંતિકા વ્રત’ કરવામાં આવે છે. આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના શુક્રવારથી કરી શકાય છે. સંજોગો વસાત પ્રથમ શુક્રવારે વ્રત ન થાય તો બીજા શુક્રવારથી પણ વ્રતની શરૂઆત કરી શકાય છે. સવારે વહેલા ઊઠીને, સ્નાન કરીને જીવંતિકા માતાની તસવીર આગળ પાંચ દિવેટનો દીવો પ્રગટાવો. ત્યારપછી અબીલ-ગુલાલ પુષ્પોથી પૂજા કરવી.

આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો એક દિવસ માટે ત્યાગ કરવો પડે છે અને લાલ વસ્ત્રો પહેરવા પડે છે. સવારે વહેલા ઉઠીને જીવંતિકા વ્રત કથા વાંચવાની હોય છે. આ દિવસે રાત્રિના 12 વગ્યા સુધીનું જાગરણ પણ કરવું પડે છે.

જીવંતિકા વ્રત વિધિ

વ્રત કરનારે મા જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી. વ્રત કરનાર સ્ત્રીએ દિવસે પીળાં વસ્ત્રો, પીળા અલંકારો અને પીળા રંગની ચીજવસ્તુઓનો ત્યાગ કરવો. લાલ રંગના વસ્ત્રો પહેરવા. પીળાં રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં.

કથા સાંભળ્યા પછી માની પાંચ દિવેટોના દીવાથી આરતી કરવી. ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો. પોતાના બાળકોના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી. એકટાણું કરવું. આ દિવસે ખોટું ન બોલવું. કોઈની નિંદા ન કરવી. આખો દિવસ માતાનું રટણ કરવું. મા જીવંતિકાની વ્રત કરનારના બાળકો પર અમી નજર રહે છે, લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.