શ્રાવણ માસમાં શા માટે થાય છે શિવ આરાધના અને કરી રીતે મળે છે અભિષેકનું શીઘ્રફળ જાણો

શ્રાવણ માસમાં શા માટે થાય છે શિવ આરાધના અને કરી રીતે મળે છે અભિષેકનું શીઘ્રફળ જાણો

આજથી શિવ આરાધનાના પાવન માસ શ્રાવણની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ શું આપ જાણો છો કે, શ્રાવણ માસ શિવ આરાધના માટે શ્રેષ્ઠ કેમ મનાય છે?  આ શ્રાવણનો પ્રારંભ કેવી રીતે થયો.? શ્રાવણ માસના પ્રારંભ પાછળ સમુદ્ર મંથનની કહાણી છે જવાબદાર,. જી હાં. સમુદ્રમંથન બાદ શ્રાવણ માસમાં મહાદેવની આરાધનાનીનો  ઉત્સવ શરૂ થયો હતો. જ્યારે  સમુદ્ર મંથન થયુ હતું, ત્યારે શ્રાવણ માસ ચાલતો હતો. સમુદ્ર મંથનમાંથી  વિષ પણ નીકળી હતું. જેને મહાદેવે ગ્રહણ કર્યું હતું. જેના કારણે તે નીલકંઠ કહેવાયા.  આ રીતે તેમણે સૃષ્ટીને  વિષથી બચાવી હતી.

શિવના ઉદાત ભાવથી પ્રેરાયા બાદ દેવી દેવતા સહિત સમસ્ત સંસાર તેની સ્તુતિ કરવા લાગ્યાં. બસ આ ઘટના બાદથી સંસાર શિવભક્તિમાં ડૂબી ગયો. બસ આ ઘટના બાદથી શ્રાવણ માસમાં શિવ આરાધનાનો ઉત્સવ  શરૂ થયો. જે આજે પણ યથાવત. જગતના હિત માટે વિષ ગ્રહણ કરનાર એ કલ્યાણકારી મહાદેવની ભક્તિમાં સમસ્ત સંસાર ડૂબી  જાય છે. આ માસમાં થયેલી શિવ આરાધના, અભિષેક, મંત્રજાપ,નું પુણ્ય અતિ શીઘ્ર મળે છે. જે રીતે ચોમાસામાં વાવેલું ઉગી નીકળે છે તેવી જ રીતે શ્રાવણ માસમાં કરેલી શિવ આરાધનાનું ફળ સુનિશ્ચિત રીતે મળે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.