દર વર્ષે ભોલેનાથના ભક્તો શ્રાવણના મહિનાની રાહ જોતા હોય છે. આ વર્ષે શ્રાવણ મહિનો ૨૫ જુલાઇના શરૂ થવા જઇ રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા પાઠનું ખાસ મહત્વ રહે છે. આ મહિનામાં શિવભક્તો ભોલેનાથ માટે વ્રત રાખે છે. કાવડ યાત્રા પર જાય છે. શિવલિંગને ખાસ રીતે શણગારે છે અને ઘણા પ્રકારની આ બાબતોનું ધ્યાન રાખે છે. બધાનો ધ્યેય શિવજીને ખુશ કરવાનો હોય છે. કહેવામાં આવે છે કે, આ મહિનામાં જે વ્યક્તિ શિવજીને પ્રસન્ન કરી દે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે.
પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણના મહિનામાં અમુક ખાસ વસ્તુઓને ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આ મહિનામાં આ વસ્તુઓને પોતાના ઘરે લઇ આવો છો તો શિવજી પ્રસન્ન થઈને તમારી બધી જ મનોકામના ઝડપથી પૂર્ણ કરી દે છે. આ બધી વસ્તુઓ મહાદેવને ખૂબજ પ્રિય હોય છે.
ભસ્મ
ભસ્મ ભોળેનાથની પ્રિય વસ્તુ છે. શ્રાવણ મહિનામાં તમે શિવ મંદિરેથી ભસ્મ લઈને પૂજા સ્થળ પર રાખી શકો છો. આ ભસ્મ ની સાથે શિવપૂજા કરવાથી ઘણા લાભ થાય છે. બાકી રહેલ ભસ્મને તિજોરી અથવા ધનસંગ્રહના સ્થાન પર રાખી શકાય છે. તેનાથી ધનની ક્યારેય પણ અછત સર્જાશે નહીં સાથે જ કષ્ટો પણ દૂર થશે.
રુદ્રાક્ષ
રુદ્રાક્ષ પણ શિવજીને અત્યંત પ્રિય હોય છે. માન્યતા છે કે શિવજી સાક્ષાત રુદ્રાક્ષમાં નિવાસ કરે છે. તેને શ્રાવણ મહિનામાં ઘરે લઈ લાવવાથી સુખ, ભાગ્ય અને સમૃદ્ધિની મળે છે. આ ઉપરાંત જીવનની ઘણી સમસ્યાઓથી છુટકારો પણ મળી જાય છે.
ગંગાજળ
મહાદેવને જળ તેમજ ગંગાજળ બંને પ્રિય હોય છે. એ જ કારણ છે કે શિવલિંગ પર એક લોટો જળ ચઢાવવાથી શિવજી પ્રસન્ન થઈ જાય છે. એવામાં જો તમે શ્રાવણના મહિનામાં ગંગાજળ લઈને તેનાથી શિવજીનો અભિષેક કરશો તો તમને તેમના આશીર્વાદ મળશે. શિવજી તમારા ઘરે ધનની વર્ષા કરે છે. તમારે ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે.
ચાંદીનું બિલિપત્ર
પૌરાણિક કથાઓમાં શિવ પૂજામાં બીલીપત્રનું ખસ મહત્વ જણાવવામાં આવે છે. માન્યતા છે કે, શ્રાવણ મહિનામાં શિવજીને બીલીપત્ર ચડાવવાથી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. પરંતુ જો શ્રાવણ મહિનામાં બીલીપત્ર સહેલાઈથી ન મળે તો તમે ચાંદીના અથવા પિતળના બીલીપત્ર બનાવડાવીને ઘરે લઈ જઈ શકો છો. તેને શ્રાવણ મહિનામાં રોજ શિવજીને ચડાવવા. આવું કરવાથી ઘરના બધા જ શુભ કાર્ય ઝડપથી સારી રીતે પૂરા થશે.
પારદના શિવલિંગ
પારદ અને શિવજીનો એક ખાસ સંબંધ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જો તમે શ્રાવણના મહિનામાં શિવલિંગને ઘરે લઇ તેની રોજ પૂજા તેમજ અભિષેક કરો તો તમારી ઉપરથી બધા પ્રકારના દોષ દૂર થઈ જશે. એવી પણ માન્યતા છે કે, જો ભક્તો પારદના શિવલિંગની પૂજા કરે છે તો ભગવાન મહાકાળ પોતે તેમની રક્ષા કરે છે. આ શિવલિંગ ઘરમાં સુખ અને શાંતિ લાવે છે. તેનાથી ઘરમાં કોઈ બીમારી રહેતી નથી. ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.