શ્રદ્ધા કપૂરનો પ્રેમી કોણ છે? વ્હોટ્સએપમાં હાર્ટના ઇમોજીથી નંબર સેવ કર્યો, ચાહકો આશ્ચર્યચકિત થયા

એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર હાલમાં જ મુંબઈમાં પોતાની અપકમિંગ ફિલ્મના સેટની બહાર દેખાઈ હતી. તેના અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર પાપારાઝીએ વાઈરલ કર્યા છે. આ ફોટોઝમાં એક્ટ્રેસે બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો છે અને હાથમાં મોબાઈલ ચેટિંગમાં વ્યસ્ત દેખાઈ રહી છે. પાપારાઝીએ શ્રદ્ધાના ફોટોની સાથે તેની પર્સનલ ચેટના ફોટોઝ પણ વાઈરલ કર્યા છે. હવે એક્ટ્રેસેની પર્સનલ ચેટ લીક કરવા મામલે ફેન્સ પાપારાઝીને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
હાર્ટ ઈમોજી સાથે નંબર સેવ કરેલો દેખાયો
જોકે શ્રદ્ધાની પર્સનલ ચેટના વાઈરલ ફોટો પરથી કહી શકાય કે તે પોતાના કોઈ સ્પેશિયલ વન સાથે વાત કરી રહી હતી. આ વાતનો ખુલાસો તેની ચેટ પરથી થયો છે, કારણ કે શ્રદ્ધા જેની સાથે વાત કરી રહી હતી તેનો નંબર તેણે હાર્ટવાળા ત્રણ ઈમોજીથી સેવ કર્યો હતો. શ્રદ્ધાના આ ફોટોઝથી જે ચેટ લીક થઈ છે એમાં એક્ટ્રેસે મેસેજમાં લખ્યું છે, હું મારી લાઈફમાં ક્યારેય પણ તારા જેવા માણસને મળી નથી. આ મેસેજના જવાબમાં સામેવાળાએ કહ્યું, મને ખુશી છે કે તું આવું વિચારે છે.
‘તું હંમેશાં મને ગ્રેટ ફીલ કરાવે છે’
શ્રદ્ધાએ આગળ કહ્યું હતું, તું સાચેમાં મને સાંભળે છે, આવું કોઈ મળ્યું નથી. તું હંમેશાં મને ગ્રેટ ફીલ કરાવે છે. આનો જવાબ હાર્ટના ઈમોજીમાં મળે છે. એ પછી એક્ટ્રેસે લખ્યું, હા, આ વાત સાચી છે. મારા બધાં સપનાં અને ઈચ્છાઓને પૂરી કરવા માટે આભાર. તેના જવાબમાં સામેવાળો લખે છે કે આ મારું નસીબ છે. જ્યારે કઈ હેલ્પ જોઈએ તો મને કહે.
શ્રદ્ધાના ચાહકો પાપારાઝી પર ભડક્યા
એક્ટ્રેસનો ફોટો જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે ભરાયા છે. એક યુઝરે લખ્યું, ‘જો આ એક મજાક છે તો આ ખૂબ ખરાબ મજાક છે. મહેરબાની કરીને કોઈની પર્સનલ લાઈફમાં દખલગીરી ના કરો. સ્ટાર્સ એક વિશ્વાસ સાથે ફોટોગ્રાફર્સને નજીક આવવા દે છે.’
અન્ય એક યુઝરે પણ લખ્યું, ‘તમે આવું કેવી રીતે કરી શકો છો? તેમને પણ પ્રાઈવસી જોઈએ.’બીજા યુઝરે લખ્યું, ‘તમને શરમ આવવી જોઈએ. આ ખરાબ કામ છે.’ ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા કપૂર અને ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠના રિલેશનશિપના ન્યૂઝ ચર્ચામાં રહે છે. ઘણા લોકોને લાગી રહ્યું છે કે શ્રદ્ધા રોહન સાથે વાત કરી રહી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં ડિરેક્ટર લવ રંજનની અપકમિંગ અનટાઈટલ્ડ ફિલ્મમાં રણબીર કપૂર સાથે પ્રથમવાર સ્ક્રીન શેર કરશે.