શિક્ષણથી વંચિત રહેતા ગામડાના વિદ્યાર્થીઓ માટે કચ્છના શિક્ષકે હરતી-ફરતી ડિજિટલ મોબાઈલ શાળા બનાવી

ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે કચ્છના શિક્ષક દ્વારા ડિજિટલ મોબાઈલ સ્કૂલ નો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે માંડવી તાલુકાના હુંદરાઈ બાગ પ્રાથમિક શાળાના શિક્ષક દિપક ભાઈ મોતા દ્વારા કોરોના કાડ માં વિદ્યાર્થીઓને જુદી રીતે શિક્ષણ આપી રહ્યા છે શિક્ષક દ્વારા સાયકલની જાતે જ મોડીફાઈ ઇબાઈસીકલ બનાવવામાં આવી છે અને હાલ ચોમાસામાં ઠેર ઠેર ઝાડીઓ વધી ગઈ છે ત્યારે અન્ય કોઈ વાહનથી જઈ શકાય તેમ ન હતા આ સાયકલ દ્વારા વાડી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા સરળતાથી શિક્ષક જઈ શકે છે.
કચ્છના શિક્ષક દ્વારા સાયકલ પર ડિજિટલ મોબાઈલ શાળા બનાવવામાં આવી છે અને બાળકોને ઘરે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સાઇકલ પર જ લેપટોપ અને સ્પીકર રાખીને આધુનિક રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે આ શિક્ષકે ગુજરાતની પ્રથમ હરતી-ફરતી ડિજિટલ મોબાઈલ શાળા બનાવી છે શિક્ષક દ્વારા સાયકલને પોતાની જાતે જ મોડીફાઇ કરવામાં આવી છે અને ઇબાઈસીકલ બનાવવામાં આવી છે.
કોરોના મહામારી ના સમયગાળામાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ હતા અને હાલ ચાલુ થયા છે પરંતુ હજી પણ કોરોના સંપૂર્ણપણે ગયો નથી આ કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માંડવી તાલુકાના મસ્કા ગામના શિક્ષકે બાળકોને તેમના ઘરે જઈને શિક્ષણ આપવાનું વિચાર્યું અને તેમના માટે હરતી-ફરતી ડિજિટલ મોબાઈલ શાળા બનાવી છે. જેનો પ્રારંભ બાગ ગામની હુંદરાઈ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો હતો.
શિક્ષક દિપક ભાઈ દ્વારા સામાન્ય સાયકલ માંથી ઇ બાઈસીકલ બનાવવામાં આવી છે આ સાયકલ સોલાર થી ચાલે છે તથા ચાર્જ પણ થાય છે ઉપરાંત પેન્ડલ થી તો ચાલુ જ છે પરંતુ વીજ થી પણ ચાર્જ થઇ શકે છે. આ સાઇકલમાં હોર્ન, side signal, હેડલાઇટ લીવર, usb ચાર્જિંગ પોઇન્ટ, બેટરી, ઇન્ડિકેશન સ્પીડોમીટર સાથે લેપટોપ રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ડિજિટલ મોબાઈલ શાળા ઇ બાઈસીકલ મારફતે બનાવવામાં આવી છે આ સાયકલ પાછળ તેમણે 18000 થી 19000 રૂપિયાનો ખર્ચો કર્યો છે.
આ ઉપરાંત દીપકભાઈને શિક્ષણ રથ નો વિચાર આવતા તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત 42 ઇંચ નું એલઇડી ટીવી યુનીટ ફીટ કરીને હરતી-ફરતી ડિજિટલ શાળા બનાવી હતી જેના દ્વારા બાળકો એ ઘર આંગણે જઈને ઇલેક્ટ્રોનિક માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવતો હતો.