જાણો છો ભગવાન શિવની ઉત્પતિ કઈ રીતે થઈ હતી ? આ રહસ્ય મોટા ભાગે લોકો નથી જાણતા…

Posted by

આજે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. શિવના દરેક ભક્ત જાણવા માંગે છે કે કેવી રીતે શિવની ઉત્પતિ થઇ. કેવી રીતે તેમનો જન્મ થયો અને માતા-પિતાનું શુ નામ છે,. અલગ-અલગ પુરાણોમાં ભગવાન શિવના જન્મ અને તેમના માતા-પિતાના વિષે અનેક કથાઓ પ્રચલિત છે. આજે અમે તમને ભગવાન શિવના જન્મથી જોડાયેલા રહસ્ય અંગે જણાવીશું.શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને સ્વયંભૂ માનવામાં આવે છે. એટલે કે તેમની ઉત્પતિ સ્વયં થઇ છે. ભોલેનાથ જન્મ અને મૃત્યુમાં બંધાયેલા નથી.

વિષ્ણુ પુરાણ

વિષ્ણુ પુરાણમાં ભગવાન શિવના જન્મના સંબંધમાં એક કથા પ્રચલિત છે. કથા અનુસાર એક વખત બ્રહ્માજીને એક બાળકની જરૂરત હતી. ત્યારે તેમણે તેની તપસ્યા કરી, ત્યારે અચાનક તેમના ખોળામાં રડતું બાળક શિવ પ્રગટ થયું. બ્રહ્માએ બાળકને રડવાનું કારણ પુછ્યું તો તેણે જવાબ આપ્યો કે તેનું નામ બ્રહ્મા નથી એટલે તે રડી રહ્યો છે. ત્યારે બ્રહ્માએ શિવનું નામ રૂદ્ર રાખ્યું જેનો અર્થ થાય છે રડનાર..

પૌરાણિક કથા

શિવના બ્રહ્મા પુત્ર તરીકે જન્મ લેવાની પાછળ પણ વિષ્ણુ પુરાણમાં એક પૌરાણિક કથા છે. તે અનુસાર જ્યારે ધરતી, આકાશ, પાતાળ સહિત આખા બ્રહ્માંડમાં જળ મગ્ન હતું. ત્યારે તેની નાભિથી કમળ નાળ પર બ્રહ્માજી પ્રગટ થયા.

જ્યારે આ બન્ને દેવ સૃષ્ટિના સંબંધમાં વાતો કરી રહ્યા હતા તો શિવજી પ્રગટ થયા. બહ્માએ તેને ઓળખવાતી ઇન્કાર કરી દીધો. ત્યારે શિવના રિસાઇ જવાના ડરથી ભગવાન વિષ્ણુ એ બ્રહ્માને શિવની યાદ અપાવી, બ્રહ્માને તેમની ભૂલનોઅનુભવ અને શિવથી ક્ષમા માંગતા તેમનાથી કહ્યું તેમણે તેમનાથી પુત્ર સ્વરૂપે જન્મ થવાના આશીર્વાદ માંગ્યા. શિવે બ્રહ્માની પ્રાર્થના સ્વીકાર કરતા તેમણે આ આશીર્વાદ આપ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *