અર્ધનારીશ્વર શિવનું શું છે રહસ્ય, આ વિડીયો જોશો તો સમજાશે શિવશક્તિનું મહત્વ

Posted by

ભગવાન શિવની પૂજા દાયકાઓથી થઈ રહી છે. પરંતુ આ વાતને ઘણા ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવનું એક અન્ય સ્વરૂપ પણ છે જે ‘અર્ધનારીશ્વર’ છે. તમને બતાવી દઈએ કે ભગવાન શિવે આ સ્વરૂપ તેમની મર્જીથી ધારણ કર્યું હતું. ભોલેનાથ આ રૂપથી સંસારને એક સંદેશ આપવા માંગતા હતા કે પુરુષ અને સ્ત્રી એક સમાન છે.

ભગવાન શંકરના અર્ધનારીશ્વર અવતારમાં શિવનું અડધું શરીર સ્ત્રી અને અડધું પુરૂષનું છે. શિવનો આ અવતાર સ્ત્રી અને પુરુષની સમાનતાને દર્શાવે છે. સમાજ, પરિવાર અને જીવનમાં જેટલું મહત્વ પુરુષનું છે એટલું જ મહત્વ સ્ત્રીનું પણ છે. માનવામાં આવે છે કે એક વાર બ્રહ્મા જીએ સૃષ્ટિની રચનાનું કામ સમાપ્ત કર્યું. ત્યારે તેમને જેવી રીતે સૃષ્ટિની રચના કરી હતી તેમાં વિકાસની ગતિ નહોતી. જેટલા પશુ-પક્ષીઓ અને જીવંત પ્રાણીઓની રચના તેમને કરી તેમની સંખ્યામાં વધારો નહોતો થઈ રહ્યો.

આ જોઈને બ્રહ્મા જી ચિંતિત થઈ ગયા અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ભગવાન વિષ્ણુએ બ્રહ્મા જીને કહ્યું કે તમે ભગવાન શિવની આરાધના કરો. આ સમસ્યાનો ઉકેલ ભોલેનાથ જ બતાવી શકે છે. ત્યાર બાદ બ્રહ્મા જીએ શિવશંભુની તપસ્યા શરૂ કરી. તેથી ભગવાન શિવ પ્રકટ થયા અને મૈથુની સૃષ્ટિની રચના કરવાનું કહ્યું. ત્યારે બ્રહ્મા જીએ ભગવાન શિવને પૂછ્યું કે મૌથુની સૃષ્ટિ કેવી હશે? ત્યારે આ સવાલનો જવાબ આપવા માટે ભગવાન શિવે શરીરના અડધાં ભાગને નારીના સ્વરૂપમાં પ્રકટ કર્યું. ત્યાર બાદ નર અને નારી ભાગ અલગ થઈ ગયા.

બ્રહ્મા જી નારીને પ્રકટ કરવામાં અસમર્થ હતા. તેથી બ્રહ્મા જીની પ્રર્થના પર શિવ એટલે કે શિવના નારી સ્વરૂપે પોતાના રૂપથી એક અન્ય નારીની રચના કરી અને બ્રહ્મા જીને સોંપી દીધા. ત્યાર બાદ અર્ધનારીશ્વર સ્વરૂપ એક થઈ ફરીથી પૂર્ણ શિવ સ્વરૂપમાં પ્રક્ટ થયા. પછી મૈથુની સૃષ્ટીથી સંસારનું વિકાસ ઝડપી બન્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *