સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતા પહેલાં શેની દવાઓ લીધી હતી? દવાઓ જ આ ટેલેન્ટેડ એક્ટરને ભરખી ગઈ? મોતનું રહસ્ય ઘેરાયું

Posted by

માત્ર 40 વર્ષની નાની વયે અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનથી હાલ સમગ્ર બોલીવુડમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ સાથે જ જે પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે તે શુક્લા પરિવાર પર હાલ આફતનું આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું. મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ શુક્લના પિતા અશોક શુક્લા સિવિલ એન્જિનિયર છે અને માતા રીટા શુક્લા ગૃહિણી છે.

સિદ્ધાર્થ શુક્લનું નિધન

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા નું ગુરુવારે હૃદયરોગના હુમલાથી (Heart Attack) નિધન થયું. મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ શુક્લના પિતા અશોક શુક્લા સિવિલ એન્જિનિયર છે અને માતા રીટા શુક્લા ગૃહિણી છે. તેમના પિતા ભારતીય રિઝર્વ બેંક સાથે કામ કરી ચૂક્યા છે. તેની બે મોટી બહેનો પણ છે, જેને તેઓ ખૂબ જ પ્રેમ કરતા હતા. મૂળ સિદ્ધાર્થનો પરિવાર ઉત્તર પ્રદેશના અલ્હાબાદનો છે. છેલ્લે બિગ બોસ 13 નો વિજેતા સિદ્ધાર્થ શુક્લ તેની માતા સાથે બિગ બોસના ઘરમાં જોવા મળ્યો હતો.

સિદ્ધાર્થ શુક્લાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ ઘણી બધી સારી સીરિયલોમાં પણ સિદ્ધાર્થના અભિનયને લોકોએ ખુબ પસંદ કર્યો. બિગ બોસની સિઝન-13માં સિદ્ધાર્થે પોતાની સુઝબુઝથી જીત હાંસલ કરી અને લાખો દિલોને જીતી લીધાં.

સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે, ડૉક્ટર્સ તેને બચાવી ન શક્યા.. સિદ્ધાર્થે બુધવારે રાત્રે કેટલીક દવાઓ લીધી હતી, પરંતુ ત્યારબાદ તે ઉઠ્યો નહીં. હોસ્પિટલે પછી પુષ્ટિ કરી હતી કે સિદ્ધાર્થનું મોત હાર્ટ અટેકને કારણે થયું છે.સિદ્ધાર્થ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ હતું. તેણે ‘બિગ બોસ 13’ની સિઝન જીતી હતી. આ ઉપરાંત તેણે ‘ખતરો કે ખિલાડી 7’ શો જીત્યો હતો. સીરિયલ ‘બાલિકા વધૂ’ને કારણે સિદ્ધાર્થ ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો.બોલીવુડ આજે શોકમગ્ન છે…અને માત્ર 40વર્ષની વયે સિદ્ધાર્થનુંમોત સૌ કોઇને હચમચાવી ગયું છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *