સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ SEBIની અધિકૃત વેબસાઈટ sebi.gov.inની મુલાકાત લઈને ઓફિસર ગ્રેડ A પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન હેઠળ 25થી વધુ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.
SEBI ગ્રેડ Aની ભરતી માટે 22 જૂનથી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. ઉમેદવાર નોટિફિકેશન પરથી પાત્રતા અને પસંદગી પ્રક્રિયાની ડિટેઈલ્સ તથા અન્ય માહિતી મેળવી શકે છે.
આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે?
જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે, તે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા ઈન્સ્ટિટ્યુટમાંથી લૉ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. 31 મે, 2023ના રોજ ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ..
પસંદગી પ્રક્રિયા
સ્ટેજ 1- ઓનલાઈન સ્ક્રિનિંગ ટેસ્ટ– આ ટેસ્ટમાં 100 માર્ક્સના બે પેપર હશે.
સ્ટેજ 2- ઓનલાઈન પરીક્ષા- આ ટેસ્ટમાં 100 માર્ક્સના બે પેપર હશે.
સ્ટેજ 3- ઈન્ટરવ્યૂ રાઉન્ડ
નોંધ- સ્ટેજ 1 અને 2માં નેગેટીવ માર્કિંગ લાગુ થશે.
અરજી ફી
બિનઆરક્ષિત કેટેગરીના ઉમેદવાર, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 1,000 રૂપિયા ફી તથા 18 ટકા GST ભરવાનો રહેશે. ST, PWD કેટેગરીના ઉમેદવારો 100 રૂપિયા ફી તથા 18 ટકા GST ભરવાનો રહેશે. ઉમેદવાર અધિકૃત નોટિફિકેશન પરથી વધુ જાણકારી મેળવી શકે છે.
વયમર્યાદા
આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. 30 વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતા ઉમેદવા આ પોસ્ટ માટે અરજી કરી શકશે નહીં. OBC, EWS, ST કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.
અરજી પ્રક્રિયા
અધિકૃત વેબસાઈટ પર જઈને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો.
હવે અરજી ફોર્મમાં તમામ માહિતી ફીલઅપ કરો.
તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે સબમિટ બટન પર કલ્કિ કરો.
ભવિષ્યના રેફરન્સ માટે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ કાઢીને તમારી પાસે રાખો.
SEBI-NOTIFICTION-2023-06-de24ae62b1d2cfe5932eea30f80c64c6