શરીર માટે વરદાન છે આ 5 બ્લેક સુપરફૂડસ, જાણો તેનાં અઢળક ફાયદા

શરીર માટે વરદાન છે આ 5 બ્લેક સુપરફૂડસ, જાણો તેનાં અઢળક ફાયદા

 શરીરને તંદુરસ્ત રાખવા માટે સૌથી મહત્વનું પાસુ ખાનપાનની  આદત છે. વર્તમાન આધુનિક જીવનશૈલીમાં બીમારીઓ ખાનપાનની આદત સાથે જ સંકળાયેલી જોવા મળે છે. જેથી લાંબું આયુષ્ય ભોગવવા માટે ખાનપાનની આદતો સારી  હોય તે અતિ આવશ્યક છે.

કાળા ચોખા-

 સામાન્ય રીતે લોકો ખોરાકમાં સફેદ અથવા બ્રાઉન ચોખાનો ઉપયોગ કરે છે. અલબત્ત કાળા રંગના ચોખા પણ સ્વાસ્થ્ય (Black Rice Benefits) માટે લાભદાયક છે. ઘણા સ્થળોએ કાળા રંગના ચોખા મળી જાય છે કાળા ચોખામાં એંથોસિયાનિન (Anthocyanin) હોય છે. જેમાં કેન્સર સામે લાડતું ઈંફ્લેમેશન નામનું તત્વ જોવા મળે છે. કાળા ચોખામાં ભૂસી હોય છે, જેથી તે ફાઇબરથી ભરપૂર હોય છે. જો તમે ડાયાબિટીસ, કેન્સર, લીવરની બીમારીથી દૂર રહેવા માંગતા હોવ તો કાળા ચોખા ખાઓ. તે પાચન શક્તિને મજબૂત બનાવે છે અને કબજિયાતની સમસ્યા રહેતી નથી. કાળા ચોખા ખાવાથી આંખોની રોશની પણ વધે છે

તમારા ખોરાકમાં મિનરલ્સ, વિટામિન, ફળ-

શાકભાજી સહિતના વસ્તુઓ રહેશે તો તમે નાના મોટા અનેક રોગોથી બચીને રહેશો. માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જેથી ખોરાકમાં અલગ અલગ કલરની ખાદ્ય વસ્તુઓ હોય તેનું ધ્યાન રાખો, ખાસ કરીને કાળા કલરનું ખાદ્ય વસ્તુઓ (Black foods) ખાવાથી શરીર તંદુરસ્ત રહેશે. જેથી અહીં આરોગ્ય માટે લાભદાયક ગણાતા બ્લેક ફૂડસ અંગે જાણકારી આપવામાં આવી છે.

પુષ્કળ પ્રમાણમાં કાળી દ્રાક્ષ ખાઓ-

જો તમે માત્ર સફરજન, કેળા, નારંગી જ ખાવ છો, તો હવેથી ફળોમાં કાળી દ્રાક્ષ શામેલ કરો. તે એન્ટીઓકિસડન્ટો ભરપૂર હોય છે. કાળી દ્રાક્ષ અને બ્લેકબેરી ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે અને ઘણા પ્રકારના કેન્સર સામે રક્ષણ આપે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે કાળી દ્રાક્ષ, બ્લેકબેરી ખાવી જોઈએ. તેમાં વિટામિન સી, આયર્ન હોય છે, તેથી તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.

કાળી અડદ દાળ-

તમે લીલી, પીળી અને ગુલાબી રંગની ખાધી જ હશે, ક્યારેક કાળા અડદની દાળનું પણ સેવન કરો. અમુક લોકો કાળા અડદની દાળ ખાય છે, પરંતુ તે ઓછી માત્રામાં જ ખાય છે. કાળા અડદની દાળમાં પણ અન્ય કઠોળની જેમ ઉચ્ચ પ્રોટીન હોય છે. તેમાં ફાઇબર, આયર્ન, પોટેશિયમ, ફોલેટ પણ હોય છે

કાળા અંજીર-

કાળા અંજીરમાં ફાઈબર, પોટેશિયમ હોય છે, જે પાચન શક્તિને મજબૂત રાખે છે. આવી સ્થિતિમાં જેમનું પાચનતંત્ર નબળું હોય તેમણે કાળા અંજીરનું સેવન કરવું હિતાવહ છે. તેનાથી હાડકાં પણ મજબૂત થાય છે. કાળા અંજીરમાં મિનરલ્સ હોય છે. તેમાં શુગરનું પ્રમાણ પણ ઓછું હોય છે. પરિણામે તેના સેવનથી શુગર લેવલ વધારે થતું નથી અને ડાયાબિટીસના દર્દીઓ પણ તેને ખાઈ શકે છે. તેમાં રહેલા તત્વો શરીરમાં કેન્સરના કોષોને વધવા દેતા નથી. આ સાથે જ હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

કાળા મશરૂમ, કાળું લસણ, કાળા તલ-

તમે કાળા મશરૂમ, કાળા લસણ, કાળા તલ, કાળા ક્વિનોઆ  વગેરે પણ ખાઈ શકો છો. તે ખૂબ જ પૌષ્ટિક, સ્વાસ્થ્યવર્ધક હોય છે. કાળા લસણના ફાયદાઓ માં એલિસિન કમ્પાઉંડ, એન્ટીઓકિસડન્ટો હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે અને સાથે યાદશક્તિ વધારે છે. આયુષ્ય વધારવા અને તંદુરસ્ત રહેવા માટે તમે આ વસ્તુઓ આહારમાં શામેલ કરી શકો છો

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *