શાકભાજી વેચતી મહિલાનો વીડિયો આનંદ મહિન્દ્રાએ કર્યો શેર, તમે જ કહો મોર શું ખાઇ રહ્યો છે?

દિગ્ગજ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કર્યો છે. શાકભાજી વેચતી મહિલા મોરને ખવડાવતી હતી, આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર શાકભાજી વેચનારનો સુંદર વીડિયો શેર કર્યો છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન ઘણી વાર સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર્સ સાથે રસપ્રદ વીડિયો અને પોસ્ટ્સ શેર કરે છે.
તમે વિચારતા જ હશો કે આ વિડીયોમાં શું ખાસ છે? ખરેખર, વીડિયોમાં, એક શાકભાજી વેચનાર મહિલા એક મોરને દાણા ખવડાવતી જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
આ વીડિયોમાં તમે જોશો કે મહિલા શાકભાજી વેચી રહી છે અને પાસે આવેલા એક મોરને શાકભાજીમાંથી દાણા ખવડાવી રહી છે. છેને જોરદાર મહિલા જ્યારે જ્યારે શાક વેચવા બેસે છે મોર આવે છે અને મહિલાના હાથમાં રહેલા દાણા ખાઇ છે. પ્રાણીઓ પક્ષીઓ સાથે મનુષ્યની આ અનોખી દોસ્તી માણવા જેવી ખરી તમે પણ જુઓ આ વીડિયો.