આજના મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારના જમાના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) આજે પણ સૌથી સરળ, સલામત અને સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન છે. તમે જ્યારે પણ FD કરાવો છો તો તમારે કેટલીક રકમ અમુક વર્ષો માટે ફિક્સ્ડ કરીને ખાતામાં જમા કરાવી રાખવી પડે છે. બેન્ક તમને આ રકમ પર સામાન્ય બચત ખાતા કરતાં વધુ વ્યાજ આપે છે. આ વ્યાજ તમારી આવકનો એક સ્રોત બની જાય છે. આજે અમે તમને FD કરવા માટે એક એવો રસ્તો બતાવવા જઈ રહ્યાં છીએ, જ્યાં તમને સામાન્ય બેન્ક કરતાં વધુ વ્યાજ મળશે. જો તમે સીનિયર સિટિઝન હોવ તો તમને સામાન્ય લોકો કરતાં પણ વધારે વ્યાજ મળશે. અમે વાત કરી રહ્યાં છીએ સ્મોલ ફાયનાન્સ બેન્ક(SFB) વિશે.
શું સ્મોલ ફાયનાન્સ બેન્ક(SFB) એટલે શું
સ્મોલ ફાયનાન્સ બેન્ક(SFB) એ રીઝર્વ બેન્ક દ્વારા પ્રમાણિત બેન્ક છે, જે મહિલાઓ, ખેડૂતો, બેરોજગારો, પછાત વર્ગના લોકો અને માઇક્રો અને સ્મોલ બિઝનેસ તથા અસંગઠીત ક્ષેત્રે કામ કરતાં લોકોના ઉત્કર્ષ માટે કામ કરતી હોય છે. અત્યારે ભારતમાં આવી કુલ ૧૧ સ્મોલ ફાયનાન્સ બેન્ક(SFB)ને RBI દ્વારા બેન્કનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે તમે આવી સ્મોલ ફાયનાન્સ બેન્ક(SFB)માં FD કરાવીને તેમાં રોકાણ કરો છો, ત્યારે આ બેન્કો તમને બીજી બધી બેન્કો કરતાં થોડું વધારે રીટર્ન (વ્યાજ) આપે છે. આવો જાણીએ આવી કેટલીક SFB વિશે જે તમને સારું એવું રીટર્ન આપશે.
યુનિટી(Unity) સ્મોલ ફાઇનાન્સ બેન્ક
જો તમે યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં FD કરાવીને તેમાં ૧૦૦૧ દિવસ માટે ઇન્વેસ્ટ કરશો તો તમને ૯% જેટલું વાર્ષિક વ્યાજ મળે છે. જો તમે સીનિયર સિટિઝન છો તો તમને આ જ FD પર ૯.૫% જેટલું વાર્ષિક વ્યાજ (રીટર્ન) મળવાપાત્ર છે. ઉદાહરણ તરીકે જો તમે ૧ લાખ રૂપિયા આ બેન્કમાં ૧૦૦૧ દિવસ માટે FDમાં રોકો છો તો તમને ૨૭,૯૦૦ રૂપિયા જેટલું વ્યાજ મળશે. આ જ FD પર સીનિયર સિટિઝનને ૨૯,૭૦૦ રૂપિયા જેટલુ વ્યાજ (રીટર્ન) મળશે.
સુર્યોદય(Suryoday) સ્મોલ ફાયનાન્સ બેન્ક
સુર્યોદય સ્મોલ ફાયનાન્સ બેન્ક્માં ૯૯૯ દિવસ માટે FD કરાવનાર સામાન્ય લોકોને ૮.૫૧% જેટલું વાર્ષિક વ્યાજ (રીટર્ન) મળશે, જ્યારે આ જ FD પર સીનિયર સિટિઝન લોકોને ૮.૭૬% જેટલું વાર્ષિક વ્યાજ મળે છે. એટલે કે જો તમે ૯૯૯ દિવસ માટે ૧ લાખ રૂપિયાની FD કરાવશો તો તમને ૨૬,૨૦૦ રૂપિયા જેટલું વ્યાજ (રીટર્ન) મળશે, જ્યારે આ જ FD પર સીનિયર સિટિઝન લોકોને ૨૭,૦૦૦ રૂપિયાથી વધુનું રીટર્ન મળશે.
ફિનકેર(Fincare) સ્મોલ ફાયનાન્સ બેન્ક
ફિનકેર સ્મોલ ફાયનાન્સ બેન્ક ૭૫૦ દિવસ માટે FD કરાવનાર લોકોને ૮.૧૧% જેટલું વાર્ષિક વ્યાજ આપે છે. જ્યારે આ જ FD પર સીનિયર સિટિઝન લોકોને ૮.૭૧% જેટલું વાર્ષિક વ્યાજ આપે છે. એટલે કે જો તમે આ બેન્કમાં ૭૫૦ દિવસ માટે ૧ લાખ રૂપિયાની FD કરાવશો તો તમને ૧૮,૧૦૦ રૂપિયા જેટલું રીટર્ન મળશે, જ્યારે સીનિયર સીટીઝન લોકોને આ જ FD પર ૧૯,૫૮૦ રૂપિયા જેટલું રીટર્ન મળશે.
ESAF સ્મોલ ફાયનાન્સ બેન્ક
ESAF સ્મોલ ફાયનાન્સ બેન્કમાં ૯૯૯ દિવસ માટે FD કરાવનાર સામાન્ય લોકોને ૮.૧૦% જેટલું વાર્ષિક વ્યાજ (રીટર્ન) મળશે, જ્યારે આ જ FD પર સીનિયર સિટિઝન લોકોને ૮.૬૦% જેટલું વાર્ષિક વ્યાજ મળે છે. એટલે કે જો તમે ૯૯૯ દિવસ માટે ૧ લાખ રૂપિયાની FD કરાવશો તો તમને ૨૪,૭૦૦ રૂપિયા જેટલું વ્યાજ (રીટર્ન) મળશે, જ્યારે આ જ FD પર સીનિયર સિટિઝન લોકોને ૨૬,૫૦૦ રૂપિયાથી વધુનું રીટર્ન મળશે.
જન (Jana) સ્મોલ ફાયનાન્સ બેન્ક
જન સ્મોલ ફાયનાન્સ બેન્ક ૨ કે ૩ વર્ષથી વધુ સમય માટે FD કરાવનાર લોકોને ૮.૧૦% જેટલું વાર્ષિક વ્યાજ આપે છે. જ્યારે આ જ FD પર સીનિયર સિટિઝન લોકોને ૮.૮૦% જેટલું વાર્ષિક વ્યાજ આપે છે.
ઉજ્જિવન (Ujjivan) સ્મોલ ફાયનાન્સ બેન્ક
ઉજ્જિવન સ્મોલ ફાયનાન્સ બેન્ક ૫૬૦ દિવસ માટે FD કરાવનાર લોકોને ૮.૦૦% જેટલું વાર્ષિક વ્યાજ આપે છે. જ્યારે આ જ FD પર સીનિયર સિટિઝન લોકોને ૮.૭૫% જેટલું વાર્ષિક વ્યાજ આપે છે. એટલે કે જો તમે આ બેન્કમાં ૫૬૦ દિવસ માટે ૧ લાખ રૂપિયાની FD કરાવશો તો તમને ૧૩,૦૦૦ રૂપિયા જેટલું રીટર્ન મળશે, જ્યારે સીનિયર સીટીઝન લોકોને આ જ FD પર ૧૪,૩૦૦ રૂપિયા જેટલું રીટર્ન મળશે.
ઉત્કર્ષ (Utkarsh) સ્મોલ ફાયનાન્સ બેન્ક
ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેન્ક ૭૦૦ દિવસ માટે FD કરાવનાર લોકોને ૮.૦૦% જેટલું વાર્ષિક વ્યાજ આપે છે. જ્યારે આ જ FD પર સીનિયર સિટિઝન લોકોને ૮.૭૫% જેટલું વાર્ષિક વ્યાજ આપે છે. એટલે કે જો તમે આ બેન્કમાં ૭૦૦ દિવસ માટે ૧ લાખ રૂપિયાની FD કરાવશો તો તમને ૧૬,૫૦૦ રૂપિયા જેટલું રીટર્ન મળશે, જ્યારે સીનિયર સીટીઝન લોકોને આ જ FD પર ૧૮,૨૦૦ રૂપિયાથી વધુ રીટર્ન મળશે.
ઇક્વિટસ (Equitas) સ્મોલ ફાયનાન્સ બેન્ક
ઇક્વિટસ સ્મોલ ફાયનાન્સ બેન્કમાં ૮૮૮ દિવસ માટે FD કરાવનાર સામાન્ય લોકોને ૮.૦૦% જેટલું વાર્ષિક વ્યાજ (રીટર્ન) મળશે, જ્યારે આ જ FD પર સીનિયર સિટિઝન લોકોને ૮.૫૦% જેટલું વાર્ષિક વ્યાજ મળે છે. એટલે કે જો તમે ૮૮૮ દિવસ માટે ૧ લાખ રૂપિયાની FD કરાવશો તો તમને ૨૧,૪૦૦ રૂપિયા જેટલું વ્યાજ (રીટર્ન) મળશે, જ્યારે આ જ FD પર સીનિયર સિટિઝન લોકોને ૨૨,૯૦૦ રૂપિયાથી વધુનું રીટર્ન મળશે.
નોર્થઇસ્ટ (North East) સ્મોલ ફાયનાન્સ બેન્ક
નોર્થઇસ્ટ સ્મોલ ફાયનાન્સ બેન્કમાં ૧૧૧૧ દિવસ માટે FD કરાવનાર સામાન્ય લોકોને ૮.૦૦% જેટલું વાર્ષિક વ્યાજ (રીટર્ન) મળશે, જ્યારે આ જ FD પર સીનિયર સિટિઝન લોકોને ૮.૭૫% જેટલું વાર્ષિક વ્યાજ મળે છે. એટલે કે જો તમે ૧૧૧૧ દિવસ માટે ૧ લાખ રૂપિયાની FD કરાવશો તો તમને ૨૭,૫૦૦ રૂપિયા જેટલું વ્યાજ (રીટર્ન) મળશે, જ્યારે આ જ FD પર સીનિયર સિટિઝન લોકોને ૩૦,૪૦૦ રૂપિયાથી વધુનું રીટર્ન મળશે.
શિવાલિક (Shivalik) સ્મોલ ફાયનાન્સ બેન્ક
શિવાલિક સ્મોલ ફાયનાન્સ બેન્કમાં ૧૮ થી ૩૬ મહીના માટે FD કરાવનાર સામાન્ય લોકોને ૮.૦૦% જેટલું વાર્ષિક વ્યાજ (રીટર્ન) મળશે, જ્યારે આ જ FD પર સીનિયર સિટિઝન લોકોને ૮.૫૦% જેટલું વાર્ષિક વ્યાજ મળે છે. એટલે કે જો તમે ૩૬ મહીના માટે ૧ લાખ રૂપિયાની FD કરાવશો તો તમને ૨૭,૦૦૦ રૂપિયા જેટલું વ્યાજ (રીટર્ન) મળશે, જ્યારે આ જ FD પર સીનિયર સિટિઝન લોકોને ૨૮,૯૦૦ રૂપિયાથી વધુનું રીટર્ન મળશે.