સામાન્ય ધારણા છે કે પુરૂષ ચરમ સુખનો અનુભવ કરવા માટે સ્ત્રીની સાથે સેક્સ કરે છે. પરંતુ આ ધારણાથી વિપરીત એક શોધમાં કહેવામાં આવ્યું છે કે સેક્સ કર્યા પછી કેટલાક પુરૂષોની હાલત ખરાબ થવાનો અનુભવ થાય છે. એક શોધ અનુસાર મહિલાઓની જેમ પુરૂષો પણ પોસ્ટકોઇટલ ડિસ્ફોરિયા (પીસીડી)થી પીડિત હોય શકે છે.
પીસીડી એક એવો વિકાર છે જેમા સંભોગ કર્યા પછી ઉદાસી, ચિંતા, ચિડિયાપણુ અને ગુસ્સાની ભાવના પેદા થાય છે. ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના શોધકર્તાઓએ જણાવ્યું કે આ પ્રકારની ફરિયાદ મહિલાઓમાં થતી ઓળખ પહેલા જ થઇ ચૂકી છે. પરંતુ પુરૂષોમાં એવું થાય છે કે આ અંગે પહેલા ખબર પડતી નથી.
શોધકર્તાએ કહ્યું કે આ શોધ ઓનલાઇન સર્વેક્ષણ દ્વારા કરવામાં આવી હતી. જેમા ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુકે, રશિયા, ન્યુઝિલેન્ડ, જર્મની અને અન્ય દેશોના 1208 પુરૂષોને સામેલ કરવામાં આવ્યા હતા. શોધના પરિણામ અનુસાર, 40 ટકા લોકોએ તેમના જીવનકાળમાં પીસીડીનો અનુભવ કરવાની વાત સ્વીકારી, જ્યારે 20 ટકા લોકોએ 4 અઠવાડિયામાં આવો અનુભવ કર્યો.