સેક્સ કરવા માટે કેટલો સમય હોય છે પરફેક્ટ

શુ સેક્સનો કોઇ સરેરાશ સમય હોય છે? કેટલો સમય સેક્સ કરવું યોગ્ય છે?ખાસ કરીને પુરૂષો તેમના સેક્સનો ટાઇમ વધારીને કહે છે. એક સ્ટડીના પરિણામ અનુસાર જો સેક્સ એક કે બે મિનિટમાં ખતમ થઇ જાય છે. તો તેને ખૂબ ઓછો માનવામાં આવશે. 3-7 મિનિટનો સમય પૂરતો છે અને 7-13 મિનિટ સુધીનું સેક્સ સારુ માનવામાં આવે છે. જો કોઇ કપલ અડધા કલાક સુધી સેક્સ કરે છે તો તે જરૂરિયાત કરતા વધારે લાંબો સમય છે.
એક એક્ષપર્ટ અનુસાર સેક્સ દરમિયાન પુરૂષ તેના પાર્ટનરથી કેટલીક આશાઓ રાખે છે. એવી આશાઓ ટીવી, ફિલ્મો કે પોર્ન ફિલ્મના કારણે મનમાં આવે છે. જ્યારે પોર્ન ફિલ્મોને ખૂબ ડ્રામેટિક બનવવામાં આવે છે. તેને જોઇને તમારા મનમાં કોઇપણ આશા ન જાગવી જોઇએ. વાસ્તવિકતા અને પોર્ન ફિલ્મની કોઇ તુલના થઇ શકતી નથી. સેક્સ દરમિયાન તમે સમય અંગે વિચારશો તો તમે સેક્સ એન્જોય કરી શકશો નહીં.
કેટલીક વખત પાર્ટનરની અલગ-અલગ ઇચ્છાઓના કારણે સેક્સમાં સમસ્યા આવે છે. ક્યારેક-ક્યારેક મહિલાઓ સેક્સને જલદી ખતમ કરવા માંગે છે. જ્યારે પુરૂષ સેક્સ વધારે સમય કરવા માંગે છે, તો કેટલીક વખત પુરૂષો પણ સેક્સ જલદી ખતમ કરી દેવા માંગે છે. જો તમે સમયને લઇને તમારા પાર્ટનરને વારંવાર ફરિયાદ કરી રહ્યા છો તો જરૂરી છે કે તમે બન્ને મળીને આ અંગે વાત કરો. સેક્સને તમે પૂર્ણ રીતે એન્જોય કરવા માંગો છો તો તે અંગે તમારા પાર્ટનરની સાથે ખુલીને વાત કરો.