સેક્સ દરમિયાન આ વસ્તુને લઇને ન અનુભવશો શરમ

લાઇફમાં કેટલીક એવી વસ્તુ હોય છે જેના કારણે તમારે ક્યારેય માફી માંગવી પડતી નથી. જેમાથી એક તમારી સેક્સુઆલીટી અને સેક્સ દરમિયાન તમને શુ પસંદ છે અને શુ પસંદ નથી. અમે તમને સેક્સ જોડાયેલી કેટલીક એવી વાતો અંગે જણાવવા જઇ રહ્યા છીએ જેને અંગે તમારે ખેદ કરવાની જરૂર નથી.
જો તમે સેક્સની પહેલ કરો છો તો તેના માટે તમારી શરમ અનુભવવાની જરૂરત નથી અને ના કોઇને હક છે કે તે સેક્સ માટે તમને ખરાબ અનુભવ કરાવે. સેક્સ દરમિયાન ફર્સ્ટ મુવ લેવા માટે ખૂબ હિમ્મત હોવી જોઇએ. તમે તમારા અવરોધો દૂર કરીને આ પહેલ કરી છે તો તેના માટે પોતાના પર ગર્વ અનુભવ કરો શરમ અનુભવવી ન જોઇએ. સેક્સને મસ્તીથી ભરપૂર બનાવવા તમે સેક્સ ટોયસનો ઉપયોગ પણ કરી શકો છો. તમારા પાર્ટનરે ખુશ થવું જોઇએ કે તમે અલગ રીતે એક્સપરિમેન્ટ કરવા માંગો છો.
કેટલીક વાર એક્ટ દરમિયાન પાર્ટનર ઓફ ટ્રેક થઇ જાય છે તો ક્યારેક પાર્ટનરને કહેવું જોઇએ કે શુ કરવુ જોઇએ અને શુ ન કરવું જોઇએ. શુ કરવાથી તમને સંતુષ્ટિનો અનુભવ થાય છે. આ અંગે કહેવામાં તમારે કોઇ શરમ ન અનુભવવી જોઇએ. તે સિવાય બની શકે છે કે સેક્શુઅલ એક્ટ દરમિયાન કેટલીક વસ્તુ કરો છો જે કરવામાં તમને મન ન હોય તો તમે તમારા પાર્ટનરને ના કહી શકો છો. સેક્સ ત્યારે યોગ્ય હોય છે જ્યારે બન્ને પાર્ટનરને બરાબર સંતુષ્ટિનો અનુભવ થાય. જ્યારે બન્ને પાર્ટનરને આર્ગેજ્મ અનુભવ થાય છે. ત્યારે સેક્સને યોગ્ય રીતે એન્જોય કરી શકાય છે. પરંતુ જો તમારા પાર્ટનરને સંકોચ થઇ રહ્યો છે તો તમે શુ કરવા માંગો છો તે પાર્ટનરને કહેવામાં કોઇ શરમ ન અનુભવવી જોઇએ.