ઇસરોમાં સાયન્ટિસ્ટ/ એન્જિનીયરની ૩૦૩ જેટલી જગ્યાઓ માટે બમ્પર ભરતી, પગાર ૫૬,૦૦૦/- થી પણ વધારે

Posted by

Indian Space Research Organization (ISRO) ઇસરોમાં સાયન્ટિસ્ટ/એન્જિનીયરની ૩૦૩ જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. આ ભરતીમાં એન્જિનીયરીંગ કરેલાં યુવાનો અરજી કરી છે. ઇસરો એ ભારત સરકારની અવકાશ ક્ષેત્રે કામ કરતી અને વૈજ્ઞાનિકોની ફેક્ટરી કહેવાતી સૌથી મહત્ત્વની સંસ્થા છે. લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલાં અને ખાસ કરીને ઇજનેરીનો અભ્યાસ કરેલાં યુવાનો માટે અવકાશ ક્ષેત્રે કામ કરતી સંસ્થામાં કારકિર્દી ઘડવાનો આ સુવર્ણ અવસર છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા ૨૫ મે, ૨૦૨૩થી શરૂ થઈ ચૂકી છે. આ જાહેરાતનું પોર્ટલ તારીખ ૧૪ જુન, ૨૦૨૩ સુધી જ ખુલ્લું રહેશે, એટલે જેમ બને તેમ વહેલી અરજી કરી દેવી હિતાવહ છે. જાણો કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

કયાં વિભાગમાં કેટલી જગ્યાઓ અને તેને અનુરૂપ શૈક્ષણિક લાયકાત

1) Scientist/Engineer (Mechanical):- કુલ જગ્યા:- 163

શૈક્ષણિક લાયકાત:- BE in Mechanical
પગાર:- 56,100/- Rs./Month

2) Scientist/Engineer (Electronics):- કુલ જગ્યા:- 90

શૈક્ષણિક લાયકાત:- BE in Electronics
પગાર:- 56,100/- Rs./Month

3) Scientist/Engineer (Electronics)/ PRL:- કુલ જગ્યા:- 02

શૈક્ષણિક લાયકાત:- BE in Electronics
પગાર:- 56,100/- Rs./Month

4) Scientist/Engineer (Computer Science):- કુલ જગ્યા:- 47

શૈક્ષણિક લાયકાત:- BE in Computer/ Computer Science
પગાર:- 56,100/- Rs./Month

5) Scientist/Engineer (Computer Science)/PRL:- કુલ જગ્યા:- 01

શૈક્ષણિક લાયકાત:- BE in Computer/ Computer Science
પગાર:- 56,100/- Rs./Month

પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે

ઇસરો દ્વારા બહાર પાડવામાં આવેલી સાયન્ટિસ્ટ/એન્જિનીયરની જગ્યાઓ માટે પસંદગી પામવા માટે દરેક ઉમેદવારે બે તબક્કાઓમાંથી પસાર થવું પડશે. જેમાં પ્રથમ તબક્કો લેખિત પરીક્ષાનો હશે અને બીજો તબક્કો ઇન્ટરવ્યુનો હશે. બંને તબક્કામાંથી ઉત્તીર્ણ થયેલાં ઉમેદવારો આખરી પસંદગી પામશે અને તેમને ઇસરોમાં કાયમી સરકારી નોકરીનો લાભ મળશે.

અરજી કેવી રીતે કરશો

ઇસરોમાં સાયન્ટિસ્ટ/એન્જિનીયરની ૩૦૩ જેટલી જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા ઉમેદવારોએ ઇસરોની ઓફિશિયલ વેબસાઇટ www.isro.gov.in પર જઈને અરજી ફોર્મ ભરવું પડશે. અરજી ફોર્મની ફી ૨૫૦/- રૂપિયા નક્કી કરેલી છે. અરજી ફોર્મ અને ફી બન્ને ભરાઈ ગયા બાદ તમારી ઉમેદવારી નક્કી થશે. યાદ રાખો, આ ભરતી માટે ઓનલાઇન અરજીઓ ફક્ત ૧૪ જુન, ૨૦૨૩ સુધી જ ભરી શકાશે. અંતિમ તારીખ વીતી ગયા બાદ કોઈપણ ઉમેદવાર અરજી કરી શકશે નહી. તેથી જેમ બને તેમ વહેલી અરજી કરી દેવી હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *