SBI E-Mudra Loan Apply Online 2023: રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.

Posted by

દેશમાં નાગરિકોના હિતમાં ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ બનાવવામાં આવે છે. નાગરિકોને કોઈ નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવા માટે પણ નવીન યોજના બહાર પાડેલ છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના સૌથી મોખરે છે. પી.એમ ઈ-મુદ્રા લોન યોજના BOB E-Mudra Loan આપે છે. આ સિવાય પણ મોટાભાગની બેકો લોન આપે છે. જેમાં SBI e-Mudra Loan પણ મળે છે.

તમારે કોઈ નવો વ્યવ્સાય ચાલુ કરવો હોય અને તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, SBI e-Mudra Loan તમારી મદદ કરે છે. જે નાગરિકો પાસે State Bank of India માં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તે SBI e-Mudra Loan Apply Online 2023 હેઠળ રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન મળવાપાત્ર થશે..

ઈ-મુદ્રા લોનની સારી બાબત એ છે કે, તેના માટે તમારે બેંકમાં રૂબરૂ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. ગ્રાહકોને કોઈપણ ડોક્યુમેન્‍ટ વગર માત્ર 5 મિનિટમાં રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન મેળવી શકે છે.. SBI e-Mudra Loan Apply Online વિશે તમામ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.

આર્ટિકલનું નામ SBI e-Mudra Loan Apply Online 2023
યોજનાનું નામ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY)
કોણે યોજનાની શરૂઆત કરી? દેશના પ્રધાનમંત્રી દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે.
યોજનાની શરૂઆત ક્યારે થઈ? 8 એપ્રિલ, 2015
યોજનાનો ઉદ્દેશ્ય ભારતની નાના પાયાની ધંધા, કંપનીઓ, એકમોનો વિકાસ કરવામાં અને
ફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
અધિકૃત વેબસાઈટ Mudra Official Website
Sbi E mudra loan SBI E-Mudra Loan Website

Required Documents Of SBI E-Mudra Loan । લોન લેવા માટે કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટની જરૂર પડશે?

ભારતીય સ્ટેટ બેંકમાંથી e-Mudra Loan માં ઓનલાઈન મેળવી શકાય છે. જેમાં નાના વેપારીઓ 1 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક ડોક્યૂમેન્ટની જરૂર પડશે. પરંતુ રૂપિયા 50,000/- સુધી લોન લેવા માટે આવેદન કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે.

  • ગ્રાહક પાસે બચત ખાતુ કે કરન્‍ટ એકાઉન્‍ટ હોવું જોઈએ.
  • ગ્રાહકે તેના બ્રાંચની વિગતો આપવાની રહેશે.
  • આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
  • તમારા Bank Account સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
  • તેના ઉપરાંત GSTN Number અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્‍ટ પણ બેંકને બતાવવા પડશે.
  • જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.

How To SBI E-Mudra Loan Apply Online । કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

State Bank of India હાલના તેના ગ્રાહકોને રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોનની રકમ આપે છે. જેના માટે Online Application તેમની અધિકૃત વેબસાઇટ પરથી કરી શકાશે. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જમા ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું જોઈએ.

1. સૌપ્રથમ Google માં SBI e-Mudra Loan ટાઈપ કરો.

2. જેમાં SBIની સત્તાવાર વેબસાઇટ https://emudra.sbi.co.in:8044/emudra ની મુલાકાત લો અને ‘પ્રોસીડ’ પર ક્લિક કરો.

3. UIDAI દ્વારા e-KYC હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે ઇ-કેવાયસી અને ઇ-સાઇન OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે.

4. એકવાર SBIની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.

5. લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *