સ્વર્ગ ની કેવી હતી અપ્સરા?

Posted by

પુરાણો પ્રમાણે દેવતાઓના રાજા ઈન્દ્ર અને તેમના દરબારમાં સુંદર અપ્સરા રહેતી હતી. અપ્સરાઓ વિશે એવું કહેવામાં આવતું હતું કે તેમનું યૌવન ક્યારે ઢળતું નથી હોતું. અર્થાત્ હંમેશા યુવાન અને સુંદર દેખાતી હતી.પોતાના રૂપ અને યૌવનથી તે સ્વર્ગ લોકની શોભા વધારતી હતી સાથે જ પોતાના નૃત્ય અને અદાઓથી દેવતાઓનું મનોરંજન પણ કરતી હતી. દેવરાજ ઈન્દ્ર તેનો કૂટનીતિક ઉપયોગ પોતાના દુશ્મનોને પરાજિત કરવા માટે પણ કરતો હતો.પુરાણોમાં અનેક એવી કથાઓ પ્રાપ્ત થાય છે જેમાં બતાવ્યું છે કે ઈન્દ્રએ પોતાનું આસન છીનવાઈ જવાના ડરને કારણે તપસ્યામાં લીન તપસ્વીઓની પાસે અપ્સરાઓને મોકલી.અપ્સરાઓને પોતાના રૂપ અને યૌવનથી તપસ્વીઓને તપસ્યાથી હટાવીને ઘર ગૃહસ્થીમાં લગાવી દીધા. આ પ્રકારે એક કામ જ્યારે ઈન્દ્રએ અપ્સરા પાસેથી કરાવ્યું તો સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશીનો જન્મ થયો.

આ રીતે જન્મી હતી સ્વર્ગની અપ્સરા ઉર્વશીઃ-

એક સમયે ભગવાન વિષ્ણુએ નર અને નારાયણના રૂપમાં આવતાર લીધો. નર અને નારાયણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કેદારખંડમાં એ સ્થાન ઉપર તપસ્યા કરવા લાગ્ય જ્યાં આજે બદ્રીનાથ ધામ છે.તેમની તપસ્યાથી ઈન્દ્ર પરેશાન થવા લાગ્યા. ઈન્દ્રને લાગવા લાગ્યું કે નર અને નારાયણ ઈન્દ્રલોક ઉપર અધિકાર ન કરી લે. એટલા માટે ઈન્દ્રએ અપ્સરાઓને નર અને નારાયણની પાસે તપસ્યા ભંગ કરવા માટે મોકલી.

પરંતુ નર અને નારાયણ તેમની તરફ આકર્ષિત ન થયા પણ નારાયણે ઈન્દ્રની અપ્સરાઓથી પણ સુંદર અપ્સરા પોતાની સાથળમાંથી ઉત્પન્ન કરી. આ અપ્સરાનું નામ ઉર્વશી રાખવામાં આવ્યું. નારાયણે આ અપ્સરાને ઈન્દ્રને ભેટ કરી દીધી.

જ્યારે ઉર્વશીનું દિલ આવી ગયું આ માણસ ઉપર ત્યારે શું થયું-

ઉર્વશી સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા હતી એટલા માટે બધા દેવ તેમના રૂપ ઉપર મોહિત હતા. તેમ છતાં પણ ઉર્વશીનું હૃદય પૃથ્વી ઉપર રહેનાન મનુષ્ય ઉપર આફરિન થઈ ગયું હતું.આ મનુષ્યનું નામ હતું અર્જુન. વાત એ સમયની છે જ્યારે અર્જુન મહાભારત યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે ઈન્દ્રલોક પાસેથી દિવ્યાસ્ત્ર લેવા ગયો હતો.

ઈન્દ્રલોકમાં ભ્રમણ કરતા-કરતા એકવાર અર્જુન અને ઉર્વશીની નજર મળી અને ઉર્વશી અર્જુનને દિલ દઈ બેઠી. પરંતુ અર્જુને તેની સાથે વિવાહ કરવાની ના પાડી દીધી. તેનાથી ઉર્વશી નારાજ થઈ ગઈ અને અર્જુનને નપુંસક થવાનો શ્રાપ આપી દીધો.

એટલા માટે અર્જુન રૂપવતી અપ્સરા સાથે લગ્ન કરવાનો કર્યો હતો ઈન્કારઃ-

એકવાર ઈન્દ્રની સભાવમાં ઉર્વશી નૃત્યુ કરી રહી હતી. તે સભામાં પૃથ્વી ઉપર એક રાજા પુરુરવા પણ આવ્યા હતા. નૃત્યુ કરતી વખતે જ્યારે ઉર્વશીની દ્રષ્ટિ પુરુરવા ઉપર પડી તો તે મોહિત થઈ ગઈ. તેનાથી ઉર્વશીના નૃત્યનો તાલ બગડી ગયો.

તેનાથી ઈન્દ્રે ઉર્વશીને પૃથ્વી લોકમાં જવાનો શ્રાપ આપ્યો. ઈન્દ્રએ ઉર્વશીને કહ્યું કે જ્યારે તમે પુરુરવાને નગ્ન અવસ્થામાં જોઈ લઈશ ત્યારે આ શ્રાપ સમાપ્ત થઈ જશે અને ત્યારબાદ પાછા તારું સ્વર્ગલોકમાં આગમન થઈ શકશે.પૃથ્વી ઉપર આવીને ઉર્વશીએ પુરુરવા સાથે લગ્ન કર્યા અને તેમના નવ સંતાન થયા. ઘણો સમય વીતી ગયા પછી ગંધર્વોના મનમાં ઉર્વશીને સ્વર્ગમાં પાછી લાવવા માટે ઈચ્છા થઈ.ગંધર્વોના વિશ્વાવસુ નામના ગંધર્વએ ઉર્વશીની મેચ ચોરી કરવા મોકલી. જે સમયે વિશ્વાવસુ મેષ ચોરી રહ્યા હતા, તે જ સમયે પુરુરવા નગ્નાવસ્થામાં હતા. અવાજ સાંભળીને પુરુરવા એ અવસ્થામાં જ વિશ્વાવસુની પાછળ દોડ્યા.

આ તકનો લાભ ઉઠાવીને ગંધર્વોએ એ સમયે જ પ્રકાશ કરી દીધો જેનાથી ઉર્વશીને પુરુરવાને નગ્ન જોઈ લીધા. ત્યારબાદ ઉર્વશી પાછી સ્વર્ગમાં ચાલી ગઈ.અર્જુન પુરુરવાના વંશનો હતો એટલા માટે તેને ઉર્વશીને માતાના રૂપમાં સ્થાન આપ્યું. આ કારણ હતું અર્જુને રૂપવતી અપ્સરાના પ્રેમના પ્રસ્તાવનો ઈન્કાર કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *