સવારે ઊઠીને કરો શક્તિશાળી હનુમાન કવચનું પાઠ મનોકામના પૂર્ણ થાય છે અને દુખ દુર થાય છે

જીવનમાં ક્યારેક એમ જ પણ કશુંક બરોબર ન હોવાનું અને કશુંક ન સમજાય તેવું થયું હોવાનું અનુભવાય કે પછી વ્યક્તિને કોઈને કોઈ મુસીબતો શરૂ થઈ જતી પણ જોવા મળતી હોય. જો તમે પણ આમાના એક હોય કે તમારા પરિવાર, મિત્ર કે વર્તુળમાં કોઈ હોય તો હનુમાન કવચ કરવાથી તરત જ સારું થઈ જશે. આ ઉપરાંત દિવાળીના દિવસોમાં કાળી ચૌદશે વિશેષ રીતે હનુમાનજીની પૂજા અને સાધના કરવામાં આવે છે.
મંત્ર- તંત્ર કે દોરા ધાગા કે ટૂચકાઓની અસરને પૂર્ણ પણે ખાળી નાંખવાની શક્તિ હનુમાન કવચ ધરાવે છે. શ્રદ્ધાપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કે હનુમાન કવચ કરવાથી હનુમાનજીની કૃપા ઉતરે છે. કળિયુગમાં હનુમાનજી હાજરાહજૂર દેવ છે. તે ભક્તોના સંકટનો નાશ કરીને આશીર્વાદ આપે છે. હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને સુંદરકાંડના પાઠ અનન્ય ફળ આપનારા માનવામાં આવ્યા છે. તેની અસર હંમેશા થાય જ છે. તેમાંયે એક એવો મંત્ર પણ છે જેના જાપ ક્યારેય વિફળ નથી જતો. આ મંત્રની રચના સ્વયં શ્રીરામે કરી છે.
હનુમાન કવચના લાભ
હનુમાન કવચના પઠનથી ખરાબ શક્તિઓનો નાશ થાય છે અને તેનાથી જાતકને અદ્ભુત શક્તિ પણ મળે છે. આ મંત્રના જાપ તંત્ર-મંત્રના ખરાબ પ્રભાવને પણ ઘટાડે છે. જીવનમાં કોઈપણ પ્રકારનું કષ્ટ હોય આ મંત્ર તેને દૂર કરી શકે છે. દુ:ખના દિવસોનો અંત આવે છે અને જીવન ખુશહાલીથી છવાઈ જાય છે.
મૂળ મંત્ર
શ્રી હનુમંતે નમ:
આ મંત્રનું ઉચ્ચારણ 108 વાર રુદ્રાક્ષની માળાથી કરવું જોઈએ. સાચા મનથી આ ઉપાસના કરવાથી મંત્ર સિદ્ધ થઈ થાય છે અને જીવનમાંથી રોગ-શોક દૂર થઈ જાય છે. આ મંત્રોચ્ચાર સાથે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચડાવવું, જો મનોકામના તુરંત ફળે તેવી ઈચ્છા હોય તો હનુમાનજીને ચોલા અને જનોઈ પણ ચડાવવી. હવે જાણો મૂળ મંત્ર સાથે બોલવાના સમસ્યાનુસારના પૂર્ણ મંત્રો વિશે.
આજે રાત્રે કરી લો આ સિદ્ધ ચમત્કારી મંત્ર
ભયનો નાશ કરવા માટે– ૐ હં હનુમતે નમ: |
ભૂત-પ્રેતની બાધા દૂર કરવા માટે– હનુમન્નંજીની સુનો મહાબલ: અકસ્માદાગતોત્પાંત નાશયાશુ નમોસ્તુતે |
મનોકામના પૂર્તિ માટે – ૐ મહાબલાય વીરાય ચિરંજિવીન ઉદ્દતે, હારિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે |
શત્રુ પર વિજય પ્રાપ્ત કરવા– ૐ નમો હનુમતે રૂદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા |
કરજ મુક્તિ માટે– ૐ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા |
આ વીડિયો પણ જુઓ: કાળી ચૌદશને સાધનાનો દિવસ કહેવામાં આવે છે