સવારમાં ઉઠીને કરો આ બે કામ, અબજોપતિ બનતાં કોઈ નહીં રોકી શકે

Posted by

આજે આપણે વાત કરીશું આપણી જૂની સંસ્કૃતિ વિષે જે આપણા શરીરમાટે ખુબજ ફાયદાકારક થાય છે. આજે આપણે વાત કરીશું જે આપણા પૂર્વજો રોજ સવારે ઉઠીને કરતા હતા પણ અત્યારના ઘણા ઓછા લોકો આ વસ્તુ સવારે ઉઠીને કરે છે.

આપણે વાત કરીએ આપણી સંસ્કૃતિ વિષે તો તેમાં ઘણી બધી વાતો કરવામાં આવી છે, ઘણા બધા શ્લોક કહેવામાં આવ્યા છે જે આપણા શરીર માટે આપણા માટે ખુબ જ ફાયદાકારક છે. આપણા જીવનમાં ધનનું મહત્વ, સ્વાસ્થ્યનું મહત્વ, વિદ્યાનું મહત્વ શું છે તે તમામ વસ્તુઓ શીખવાડવામાં આવી છે.અહીંયા તમને જણાવીશું કે સવારે ઉઠીને કયા બે કામ તમારે કરવાના છે.

સૌથી પહેલા તો સવારમાં જ્યારે પણ તમે ઉઠો ત્યારે તમારે પથારીની નીચે સૌથી પહેલા ધરતી ઉપર પગ મુકવાનો નથી, પણ તમારે સૌથી પહેલા ધરતી માતાને હાથથી સ્પર્શ એટલે કે ધરતી માતાને વંદન કરીને પછી જ ધરતી પર પગ મુકવાનો છે.કારણ કે આપણે જે ધરતી ઉપર આખો દિવસ ચાલીએ છીએ, આપણા આખા શરીરનું વજન, આપણે જેટલી પ્રવુતિ આખા દિવસમાં કરીએ છીએ તે બધું વજન ધરતીમાતા જીલે છે.

તો સવારે ધરતીમાતાને વંદન કરીને બોલવાનું છે કે ” હે ધરતીમાતા તમે આખો દિવસ જે અમારા શરીરનું વજન સહન કરો છો તે માટે તમને ધન્યવાદ”.ત્યારબાદ તમારે એક બીજું કામ એ કરવાનું છે કે સવારે ઉઠીને તમારે તમારા બે હાથનું પૂજન કરવાનું છે એટલે કે બે હાથ જોવાના છે અને એક શ્લોક બોલવાનો છે. આ શ્લોક છે “કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ”.આપણા હાથના આગળના ભાગમાં લક્ષ્મી માતા બિરાજે છે, જે ધનની દેવી છે.

તમારા જીવનની અંદર ધનનું ખૂબ મહત્વ છે અને સવારમાં ઉઠીને સૌથી પહેલાં તમારે “કરાગ્રે વસતે” એટલે કે લક્ષ્મીમાતાનું પૂજન કરવું જોઈએ. ત્યારબાદ “કર મધ્યે સરસ્વતી” એટલે સરસ્વતી માતા, જે વિદ્યા ના, જ્ઞાનના દેવી કહેવાય છે તેમનું આપણે પૂજન કરવું જોઈએ.ત્યારબાદ “કરમૂલે તૂ ગોવિંદ” જે આપણા જીવનનું રક્ષણ કરનાર ગોવિંદા એટલે શ્રીકૃષ્ણનું આપણે નમન કરવું જોઈએ, પૂજા કરવી જોઈએ. “કરમૂલે તૂ ગોવિંદ” જે આપણા જીવનની રક્ષા કરે છે, આપણા સ્વાસ્થ્યની રક્ષા કરે છે. તેવા શ્રી કૃષ્ણ ભગવાનને આપણે પૂજા સવારમાં ઉઠીને એક મિનિટ માટે કરવી જોઈએ.

તો સવારમાં ઉઠીને સૌ પ્રથમ હાથના દર્શન કરવાના છે. ત્યારબાદ ધરતીમાતાને દર્શન કરીને, નમન કરીને પછી જ આપણે પગ નીચે મૂકવાના છે. કારણ કે આપણે સરસ્વતી માતા, લક્ષ્મી માતા, ગોવિંદા અને ધરતીમાતા ના ઋણી છીએ અને તેનું નમન કર્યા બાદ જ આપણે સવારની શરૂઆત કરવી જોઈએ. જેથી આપણા જીવનમાં ધન વધે છે અને આપણું સ્વાસ્થ્ય સારું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *