સવાર ના સમયે આ 5 વસ્તુઓ કોઈને ના આપો નહીંતર માતા લક્ષ્મી છોડી દેશે તમારો સાથ || સંસ્કાર ની વાતો

સવાર ના સમયે આ 5 વસ્તુઓ કોઈને ના આપો નહીંતર માતા લક્ષ્મી છોડી દેશે તમારો સાથ || સંસ્કાર ની વાતો

પુસ્તકોનુ દાન કરવાથી ભણતર વધે છે

પરંતુ, જો ફાટેલા પુસ્તક દાન કરવામા આવે તો તે તમારા માતા સરસ્વતી નુ અપમાન થયુ કહેવાય. માટે ક્યારેય પણ કોઈને ફાટેલા પુસ્તક નુ દાન ના કરવુ. આ સિવાય કોઇપણ વ્યક્તિએ ક્યારેય પણ પ્લાસ્ટિકની વસ્તુઓનુ દાન ના કરવું જોઈએ.આ વસ્તુઓનુ દાન શાસ્ત્રો પ્રમાણે અશુભ માનવામા આવે છે. જો તમે કોઈને આ વસ્તુ નુ દાન કરો તો તમારે વ્યવસાય ક્ષેત્રે ખુબ જ મોટા પ્રમાણમા ધનહાની નો સામનો કરવો પડી શકે છે. માટે હમેંશા આ પ્રકાર ની વસ્તુઓ નુ દાન કરવુ ટાળવુ.

પ્લાસ્ટીકની વસ્તુ.

આજકાલ ઘણી બધી પ્લાસ્ટીકની વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે. આ વસ્તુને પોતાની જાતે જ ખરીદવામાં આવે તો ખુબ જ સારું કહેવાય. પરંતુ આ વસ્તુનું દાન કરવું તે બિલકુલ પણ માન્ય નથી ગણાતું. પ્લાસ્ટીકની વસ્તુનું દાન કરવાથી ઘરની આબરૂ અને બિઝનેસ વધતો નથી. ઘર અને બિઝનેસ બંનેમાં ખુબ જ વિઘ્નો આવે છે.

સાવરણી.

મિત્રો સાવરણી દાન કરાવી તે ખુબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં પૈસાની કમી થવા લાગે છે. અને ગમે એટલા પૈસા તમે કમાયા હોવ તે ટકતા નથી. સાવરણી દાનમાં આપવાથી લક્ષ્મીજી રિસાઈ જાય છે. વેપારમાં ખુબ જ નુંકશાન આવે છે અને સેવિંગ્સમાં પણ નુંકશાન થવા લાગે છે. તો ક્યારેય પણ સાવરણીનું દાન ન કરવું જોઈએ.

સ્ટીલના વાસણ.

મિત્રો શાસ્ત્રોમાં ક્યાંય પણ સ્ટીલના વાસણના દાનનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. સ્ટીલથી બનેલી કોઈ પણ વસ્તુનું દાન દેવાથી હંમેશા બચવું જોઈએ. સ્ટીલનું દાન કરવાથી ઘરની સુખ શાંતિ ખતમ થવા લાગે છે. દાન દેવા વાળાના સંબંધો પર પણ ખુબ જ ખરાબ અસર પડે છે. એટલા માટે સ્ટીલના વાસણોનું દાન ન કરવું જોઈએ.

પહેરેલા કપડા.

કોઈ પણ પંડિત અથવા સંપન્ન વ્યક્તિને પહેરેલા કપડા દાનમાં ન દેવા જોઈએ. અથવા તો કોઈ પણ જુના વસ્ત્રને દાનમાં ન દેવું જોઈએ. હંમેશા નવા વસ્ત્રો જ દાનમાં દેવા જોઈએ. તમે કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિને વસ્ત્રનું દાન કરી શકો છો તેમાં કોઈ તકલીફ નથી પરંતુ પંડિત અથવા સંપન્ન વ્યક્તિને પહેરેલા કપડા ન આપવા જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

ઉપયોગ કરેલું તેલ.

જો તમે કોઈને તેલનું દાન કરવા માંગતા હોવ તો હંમેશા શુદ્ધ અને નવા તેલનું જ દાન કરવું જોઈએ. જો તમે ઉપયોગમાં લીધું હોય અને પછી તે તેલનું દાન કરશો તો તમારે ભગવાન શનિદેવના દોષનો સામનો કરવો પડશે.હથિયાર. ક્યારેય પણ કોઈ હથિયારને દાનમાં ન દેવું જોઈએ. કેમ કે હથિયારોનું દાન કરવાથી તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઉભી થાય છે. એટલા માટે ક્યારેય પણ ભૂલથી પણ હથિયારનું દાન ન કરવું જોઈએ.

વાસી ખાવાનું.

વાસી ખાવાનું મોટાભાગના લોકો દાનમાં આપી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈને પણ વધેલા અન્નનું દાન ન કરવું જોઈએ. કહેવાય છે કે વાસી ખાવનું દાન કરવાથી પરિવારમાં કલેશ થઇ શકે છે અને ધન સંબંધિત હાનિઓ પણ આવે છે. એટલા માટે ક્યારેય પણ વાસી ખાવાનું દાન કરવું જોઈએ નહિ.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *